________________ -286 વિદૂષક - રાજાના મિત્ર તરીકે ચારાયણ હંમેશા તેની સાથે રહે છે. રાજા પ્રેમમાં પડે છે, ત્યારે તે રાજાને વિવિધ સ્થળે લઈ જાય છે. પરંતુ રાજાના પ્રેમપ્રકરણમાં એ કઈ પ્રત્યક્ષ મદદ કરતા નથી. જે પ્રમાણે નાયિકાપ્રાપ્તિ માટે તે રાજાને કોઈ ખાસ મદદ કરતા નથી, તે જ પ્રમાણે પિતાની મૂર્ખતાને લીધે રાજાના પ્રેમમાં બધા આણવાનું અને તેથી નાટકકારની કથા વિકસાવવાનું વિદૂષકી કામ પણ તે કરતું નથી. રાજાના સચર તરીકે તે હંમેશા રાજા સાથે રહેતે હેય તે પણ નાટકમાંની તેની ભૂમિકા રૂઢિગત છે. તેણે કરેલા વિનોદ અથવા તેણે ઉચ્ચારેલાં ડડાપણભર્યા વાક્યો મૌલિક લાગતાં નથી. તેનું કામ ધંધાદારી વિદૂષક જેવું - લાગે છે. એની આજુબાજુ ગૂંથવામાં આવેલા પ્રસંગે પણ નાટકકારે જાણ જેઈને ઊભા કર્યા હોય એવા લાગે છે. કેવળ હાસ્ય નિર્માણ કરવા ખાતર એ પ્રસંગાની યોજના થયેલી લાગે છે. નાટક સાથે તેમને કઈ પ્રત્યક્ષ સંબંધ નથી. ચારાયણની મૂર્ખતા પણ નકલી લાગે છે. મુખતાને એ ઢગ કરે છે. પિતે ભર્યો નથી. પોતે નિરક્ષર છે એવું બતાવવાને એ પ્રયત્ન કરે છે. તેનું બેલવું-ચાલવું ડાહ્યા માણસે જેવું, ભણેલા માણસ જેવું લાગે છે. કુદરતનું તે કાવ્યમય વર્ણન કરે છે, એટલું જ નહીં પણ અનુભવ અને અર્થ અથવા ભાવ અને રસને અનુસરીને તે વિવિધ વૃત્તોની રચના પોતાના કાવ્યમાં કરે છે. રાજા સાથે તે સંસ્કૃત કાવ્યમાં બોલે છે. તેથી રાજાને પણ આશ્ચર્ય થાય છે અને એ કહે છે, “વાહ ! તને સંસ્કૃત પણ આવડતું લાગે છે !" ચારાયણ ધર્મશાસ્ત્રમાંના વચને ટાંકે છે. મૂળ અવતરણ એ પ્રકૃતમાં બોલતે હોવાને લીધે મૃગાંકવર્માને કંચુકી તેને હસે તે પણ ચારાયણે આપેલું અવતરણ કેઈપણ ભૂલ વિનાનું, શુદ્ધ હોય છે. રાજા પોતે ચારાયણ ગાંધર્વવેદમાં નિષ્ણાત હેવાની ખાત્રી આપે છે. મેખલા પાસેથી તે ગાંધર્વવેદવિચક્ષણ તરીકે સન્માન પ્રાપ્ત કરે છે. રાજાને વિવાહ પ્રસંગે એ નાચે છે અને ગાય છે. એની એ ક્રિયા મૂર્ખાઈભરી હોય તે પણ એનું નાચવું અથવા ગાવું સાવ મૂર્ખાઈભર્યું નથી. ટૂંકમાં, ચારાયણ મૂખતાનું નાટક કરે છે. બાઘાપણું એ તેના ધંધાનો એક ભાગ બને છે. વિદૂષક વેશ પહેરી લેકેની મજામાં, કેને આનંદ આપવામાં તે જીવનને આનંદ અનુભવે છે. તે કહે છે “આ જગતમાં ડાહ્યા માણસે નકામી મોટી મેટી કલ્પનાઓ કરે છે. તેથી તેઓ વાંદરાની માફક ઝાડના ફળ નહીં પણ ફક્ત પાન જ મેળવે છે. પણ મૂર્ખાઓ અપનસની વાડીના રખેવાળની જેમ મૂળ સાથે સંબંધ ધરાવે છે, અને તેથી તેઓ ઝાડનાં ફળ મેળવે છે.”