________________ 4 ગૌતમ અમપ: જાન્તાવવોડHITvસ્થતા માલવિકાગ્નિમિત્ર, 1 રૂલ્ય મતરિવચ્ચે રતિઃ માલવિકાગ્નિમિત્ર, 4 ગૌતમે વિદૂષકને વેશ ચઢાવ્યો હોય તે પણ, બે રાણીઓને ગુસ્સો અને દ્વેષ બાજુએ મૂકી અગ્નિમિત્રને માલવિકાની પ્રાપ્તિ કરાવવા તે જે યુક્તિઓ રચે છે, અને આખા નાટકમાં પિતે હસતે અને બીજાને હસાવતે જે જશ મેળવી જાય છે તે જોતાં, ગૌતમનું વ્યક્તિત્વ વિદૂષકી વેશમાં ઢાંકી રાખવા જેવું નથી એમ જ કહેવું પડશે. ગૌતમ દેખાવે કદરૂપે છે. ધારિણીની નાની બેન એક વખત એક વાંદરાને જોઈને ગભરાય છે અને ચીસ પાડે છે. બધા તેને બચાવવા દોડે છે. તેથી એક મુશ્કેલીભર્યા પ્રસંગમાંથી ગૌતમ અનાયાસે બચી જાય છે. તે વખતે તે કહે છે, “શાબાશ પિંગલમર્કટ શાબાશ, પિતાનો પક્ષ તે સારી રીતે સાચવ્યો.” અહીં પક્ષ શબ્દને અર્થ “બાજુ કરીએ તો પણ તે દ્વારા ગૌતમ અને મર્કટનું . સામ્ય સ્પષ્ટ થાય છે. - ગૌતમને સર્પદંશ થયાને એક પ્રસંગ આ નાટકમાં આવે છે. તે વખતે તેની અવસ્થા જોઈ અગ્નિમિત્ર કહે છે, “બિચારા સ્વભાવે બીકણ છે.” ગૌતમ સાપથી ખૂબ ગભરાય છે એવું ઈરાવતીની દાસી માને છે. સમુદ્રગ્રહના દ્વાર પાસે ગૌતમ બેઠાં બેઠાં ઝોકાં ખાય છે. તે વખતે આ નિપુણિકા નામની દાસી સાપ જેવી વાંકીચૂંકી લાકડી તેના ઉપર નાખે છે. તે વખતે ગૌતમ ગભરાઇને “સાપ સાપ એવી બૂમો પાડે છે. “સ્વપ્નવાસવદત્તા” માંને વિદૂષક ફૂલની માળાને સા૫ સમજે છે, તે ગૌતમને વાંકીચૂંકી લાકડી સાપ જેવી લાગે છે. પરંતુ “સ્વપ્નવાસવદત્તામાં ફૂલની માળા સાપ નહીં હોવાનું ઉદયન વિદૂષકને સમજાવે છે. અહીં ગૌતમ પોતે જ પોતાની ભૂલ જાણી લે છે, અને પછી પોતે નકામો ગભરાયો હોવાનું તેને જણાય છે. ખરી રીતે ગૌતમને કેઈ સર્પદંશ થયો હોત નથી, પણ કેતકીના કાંટા વડે પિતાની આંગળી ઉપર સાપના ડંખ જેવો ડંખ પાડી તેણે સર્પદંશનું નાટક કર્યું હેય