________________ ચાર માન્ય હેશિયારી અને બુદ્ધિની તીણતા આપણને ચરમાં જોવા મળે છે. દાસી અને ચકેરની કાવ્યહરિફાઈને જ પ્રસંગ લઈએ. હરિફાઈ શરૂ થાય તે પહેલાં ચાર આ પ્રમાણેની શરત મૂકે છે–સ્ફોક સધરાવૃત્તમાં હેવો જોઈએ, તેમાં ચમક હેવાં જોઈએ, મલયાનિલ એ એને વિષય હે જોઈએ. આમ કાવ્યરચના વિશેના તેના શંડા જ્ઞાનનો ખ્યાલ આપણને તેણે કરેલી શરતે ઉપરથી આવે છે. ચિંતામણિ રત્નના અભુત સામર્થ્ય વિશે શંકા પ્રગટ કરતાં તે કહે છે કે, એક અચેતન રત્ન માણસના મનોરથ પૂર્ણ કરી શકે એવું માનવું એ શશશૃંગ, આકાશપુષ્પ તથા મૃગજળનું અસ્તિત્વ માની લેવા બરાબર છે.” રાજા એક વખત તેને નાયિકા વિશે કાંઈક પૂછે છે. વિદૂષક જાણી જોઈને જ નાયિકાની વાત જ કાઢતે નથી, અને રાણી વિશે જ બેસે છે. તે કહે છે. જે ઝાડનું મૂળ ન જાણે તે પાનને શું ઓળખે ? ઝવેરી કઈ દિવસ પણ કાચના ટુકડા વેચત જણાત નથી ! જેણે બ્રહ્મજ્ઞાન મેળવ્યું છે તેને માટે ઈન્દ્રજાલ શા કામની ?' રાજા એને નાયિકા વિશે કઈ ખબર મળી છે કે કેમ તે પૂછે છે, ચકોર કહે છે “કસ્તુરી કોઈ દિવસે ગામડામાં વેચાય ખરી ? યજ્ઞમાંના પુરડાશને પ્રસાદ ભલધાણકાને અપાય? પંચગવ્ય કેઈ દિવસ કેઈએ કાગડાને આપ્યું છે?” દષ્ટાંત આપવાનું ચરનું આ સામર્થ્ય જોઈ રાજા દિમૂઢ બની જાય છે ! પણ વ્યાસના લેખનકૌશલ્ય, વાલમીકિની કાવ્યપ્રતિભા અને બૃહસ્પતિની નિપુણતા વિશે જેમાં આશ્ચર્ય થવાનું કારણ નથી, તેમ ચકારની વિદગ્ધતા વિશે પણ આશ્ચર્ય થવાનું કારણ નથી. મિત્ર તરીકે તે રાજાને બધી મદદ કરે છે. ઢાંકીને આણવામાં આવેલ ચિંતામણિ રત્નને ઉઘાડવાની સૂચના ચાર કરે છે. ચિંતામણિના સામર્થ્ય વિશે તે અવિશ્વાસ પ્રગટ કરે છે. તેને લીધે જ બધાને મણિની પરીક્ષા કરવાનું સૂઝે છે. મણિનું સામર્થ્ય તપાસી તે રાજાને ઉત્તમ સ્ત્રીરત્ન પ્રાપ્ત થાય એવી ઈચ્છા પ્રગટ કરે છે. નાયિકા રાજા સામે આવી ઊભી રહે છે, તેને માટે પણ અપ્રત્યક્ષ રીતે ચકેરને જ જવાબદાર ગણી શકાય. રાજા નાયિકાના પ્રેમમાં પડે છે એ ચાર તરત જ જાણે છે. વિરહને લીધે રાજા સૂકાઈ જાય છે. ચકેરના હૃદયમાં રાજા માટે સહાનુભૂતિ છે. રાજાના અસ્વસ્થ મનને સંતેષ અને સુખ આપવા તે તેને નિસર્ગ રમ્ય સ્થળેાએ લઈ જાય છે. ચાર પતે નાયિકાના સૌંદર્યનું વર્ણન કરે છે અને રાજાને પણ પિતાની પ્રેયસીનું વર્ણન કરવા પ્રેરે છે. રાજા અને નાયિકા એકબીજાને મળ્યા પછી શી વાતચીત કરે છે તે જાણવા માટે રાણી એક યુક્તિ રચે છે. મિલન