________________
२९४
ગાથા-૫૫ પ્રમાદના પાંચ પ્રકાર
सम्बोधसप्ततिः
मणोरमा भारिया तस्स ॥ २॥ पुती य बालविहवा, नामेणं रोहिणी अहीणगुणा । जिणसमए लद्धट्ठा, गहियट्ठा पुच्छियट्ठा य ॥३॥ पूएइ जिणे तिसंझं, अवंज्झमज्झयणमाइ आइ । आवस्सयाइकिच्वं, निच्वं निच्वंतिया कुणइ ||४|| धम्मं सिंचइ न हु किंचि वंचए अंचए गुरूण पए । नियनामं व वियारइ, कम्मपयडीपमुहगंथे ॥५॥ दाण देइ पहाणं, सुरसरिसलिलुज्जलं સંબોધોપનિષદ્
=
પત્ની છે. ॥૨॥ તેને રોહિણી નામની પુત્રી છે, કે જે બાળવિધવા છે અને ગુણોથી પૂર્ણ છે.
તેણે જૈનસિદ્ધાંતના અર્થોની પ્રાપ્તિ કરી હતી. તે અર્થોને ચિરપરિચિત કર્યા હતાં. અને તેમાં સંદિગ્ધ અર્થોની પૃચ્છા કરવા દ્વારા તે અર્થોને વિનિશ્ચિત કર્યા હતા. IIII તે ત્રણે કાળ જિનેશ્વર ભગવંતોની પૂજા કરે છે. અમોઘપણે અધ્યયન આદિનું આચરણ કરે છે. અને નિત્ય નિત્યાન્તિકા (હંમેશા ગુરુના સાન્નિધ્યનમાં ગુરુ સાક્ષીએ અથવા તો નિશ્ચિંત થઇને બીજા વિચારો વિના = એકાગ્રપણે) આવશ્યક વગેરે કૃત્ય કરે છે. II૪ા તે ધર્મનું સિંચન કરે છે. કોઇને છેતરતી નથી. વડીલોને પગે લાગે છે. અને કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોનો સ્વનામવત્ વિચાર કરે છે. "પા તે પ્રધાન એવું દાન આપે છે. ગંગાના નીર જેવા ઉજ્જવળ શીલને ધારણ કરે છે. યથાશક્તિ તપ કરે છે. અને સમ્યક્ ચિત્તવૃત્તિથી
=
=