Book Title: Sambodh Saptati Part 02
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 234
________________ ४७४ ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ सम्बोधसप्ततिः (ાથ પ્રશસ્તિ ) बुधानन्दकरं नन्दिमिदं चित्रं सदा श्रयत् । कलाकुलं कुलं चान्द्रमस्ति तत्र च जज्ञिरे ॥१॥ धर्मोद्योतविधाने, प्रद्योतनसन्निभाः शुभाचाराः । उद्द्योतनसूरिवरास्ततो बभुर्वर्धमानार्याः ॥२॥ श्रीसूरिमन्त्रशुद्धियविहिता सुविहिताग्रिमैः प्रसभम् । अष्टमतपसाऽऽराधितधरणेन्द्रनिवेदनात्प्रथमम् ॥३॥ – સંબોધોપનિષદ્ – વિવરણકારની પ્રશસ્તિ બુધજનોને આનંદકારક, નંદિમિદ (?), સદા આશ્ચર્યથી સેવાયેલ, કલાઓથી પૂર્ણ ચાંદ્રકુળ છે. તેમાં ધર્મનો ઉદ્યોત કરવામાં સૂર્ય સમાન, શુભ આચારવાળા ઉદ્યોતનેસૂરીશ્વર થયા. ત્યાર પછી વર્ધમાનાચાર્ય દિપતા હતા, સુવિદિતોમાં અગ્રેસર એવા જેઓએ અઠ્ઠમ તપવડે આરાધેલ ધરણંદ્રના નિવેદનથી પ્રથમ શ્રીસૂરિમંત્રની શુદ્ધિ કરી હતી. ત્યારપછી જેઓએ દુર્લભરાજના રાજયમાં ચૈત્યવાસિયોને જીતી “ખરતર બિરૂદ ધારણ કર્યું હતું અને વસતિવાસ કર્યો હતો, તે જિનેશ્વરસૂરિ થયા. તેમના પટ્ટે પ્રકાશ કરતા મુખરૂપી ચંદ્રવાળા ૧. ઈતિહાસકારોએ સ્પષ્ટ પ્રમાણો દ્વારા આ બાબતને અસત્ય પુરવાર કરી છે. વળી નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે આટઆટલી ટીકાઓની પ્રશસ્તિઓમાં ક્યાંય ખાતરનો ઉલ્લેખ કર્યો નથી. એથી પણ ઉપરોક્ત વિગત કલ્પિત ઠરે છે. અધિક વિગત માટે જુઓ જય તિહુઅણ સ્તોત્ર પ્રસ્તાવના.

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260