________________
ગાથા-૭૪
૧૪૯
ભેદજ્ઞાન બતાવ્યું પહેલું. આહા..... પણ સહજપણે વિકાસ પામતી જ્ઞાનશક્તિ વડે આત્મસ્વભાવ શક્તિ વડે, જેમ જેમ વિજ્ઞાનયન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે, એ નાસ્તિથી વાત કરી છે. આહાહા !
જ્ઞાનસ્વભાવ આસ્રવોથી ભેદ થઈને જ્યાં આસ્રવોમાં રહિત થયું એ જ્ઞાનશક્તિનો વિકાસ થતાં જ્ઞાન જામે છે અંદર, સ્થિર થાય છે, આનંદ જામે છે. તેટલા પ્રમાણમાં આસ્રવોથી નિવૃર્તે છે અને જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે પાછું આમથી લીધું પાછું પહેલું આંહીંથી લીધું' તું, અને જેમ જેમ સમકાળ પૂછયો'તો ને એણે પૂછ્યું'તું ને સમકાળ. આહાહા ! “જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાન સ્વભાવ થતો જાય છે” સમકાળ છે. “તેટલો વિજ્ઞાનથન સ્વભાવ થાય છે” તેટલો વિજ્ઞાનઘન “જેટલો સભ્યપ્રકા૨ે આસ્રવથી નિવૃર્તે છે” જોયું ? સભ્યપ્રકા૨ે યથાર્થપણે આસ્રવોથી નિર્વર્તે છે એમ ભાષામાં ધારી રાખ્યું 'તું કે આસવો આમ છે, એમ નહીં. વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે તેટલો વિજ્ઞાનયન સ્વભાવ થાય એટલો સભ્યપ્રકારે આસ્રવોથી નિવર્તે છે, અને તેટલો આસ્રવોથી નિવર્તે છે જેટલો સમ્યપ્રકારે વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે.” આ રીતે જ્ઞાનને અને આસ્રવોની નિવૃત્તિને સમકાળપણું છે. કાળ બતાવવો છે. આહાહા ! સમજાણું કાંઈ ? એનો ઉત્તર આવ્યો. વિશેષ ભાવાર્થ આવશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૫૯ ગાથા ૭૪-૭૫ શ્લોકનં.૪૮ તા. ૩/૦૧/૭૯ બુધવાર પોષ સુદ-૫
સમયસાર ૭૪ ગાથા. પ્રશ્ન હતો ને કે આસ્રવોથી નિવૃત્તિ અને આત્માના સ્વભાવમાં એકાગ્રતા એનો સમકાળ છે ? એ કઈ રીતે. એ પ્રશ્ન હતો.
આસ્રવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતા એ નિબદ્ધ છે, ઉપાધિ છે, અધ્રુવ છે, અનિત્ય છે, અશરણ છે, દુઃખ છે, દુઃખરૂપ છે. અને આત્મા એનાથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છે શુદ્ધ ચૈતન્યઘન છે સુખ સ્વરૂપ છે. એમ બેના ભેદ જાણીને જાણતાં જ, ભેદ જાણતાં જ જે જે પ્રકારે-જેટલા જેટલા અંશે જે જે પ્રકારે ને જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે, એટલે કે આત્મા જ્ઞાનઘન તો છે જ વસ્તુ તરીકે પણ પર્યાયમાં એ ઘન નામ નિરંતર એકાગ્ર થાય છે. વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે પર્યાયમાં. રાગથી, આસ્રવથી ભિન્ન જાણતા જ વિજ્ઞાનઘન સ્વભાવ વસ્તુ તેમાં એકાગ્ર થતાં જ એ વિજ્ઞાનન પર્યાયમાં થાય છે, તે તે પ્રકારે, તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસ્રવથી નિવર્તે છે. આમાં અસ્તિથી લીધું પહેલું. વિજ્ઞાનથન સ્વભાવ, શાયક સ્વભાવ કહો, વિજ્ઞાનઘન કહો, સર્વજ્ઞ સ્વભાવ, વસ્તુ સર્વજ્ઞ સ્વભાવ એમાં એકાગ્ર થતાં, વિજ્ઞાનનમાં એકાગ્ર થતાં જે વિજ્ઞાનથનપણું પર્યાયમાં પ્રગટ થાય છે. તે તે પ્રકારે આસ્રવોથી નિવર્તે છે. આહાહા !
જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવ થાય, પર્યાયમાં હોં, ત્યારે સમસ્ત આસ્રવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો ને આસ્રવ નિવૃત્તિનો એક કાળ છે. સમકાળ છે. આહા !( શ્રોતાઃ– તે તે પ્રકારે ને તે તે કાળે એટલે ) તે તે પ્રકારે, જે જે પ્રકારે એકાગ્ર થાય તે તે પ્રકારે એમ, તેટલા અંશે એમ.