________________
૩૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરમાણું જડની પર્યાય છે, જડની જડમાં, “એ અજીવ જ છે,” એ અજીવ વડે બનાવ્યા માટે અજીવ જ છે. છે તો પરિણામ પણ અજીવ વડે થયેલાં હોવાથી તે અજીવ છે. આહાહાહા !
અને મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યનાં વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે છે, આહાહાહા! મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન આત્માનું, અવિરતિ, કષાયભાવ ક્રોધ, માન, માયા, લોભ કે જે પર્યાયો, ભાવો કે જેઓ ચૈતન્યનાં વિકારમાત્રથી ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવ્યા છે, એ જીવ વડે કરવામાં આવ્યા છે. આહાહાહા !
એક કોર ૭૬-૭૭ માં એમ કહે કે કર્મ વ્યાપક છે અને વિકારી પરિણામ તેનું વ્યાપ્ય છે. એ જ્ઞાનદેષ્ટિ થઈ છે, દ્રવ્યદૃષ્ટિનું જ્ઞાન થયું છે દ્રવ્યનું. દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે તેનો અનુભવ થઈને જ્ઞાન થયું છે, તેના પરિણામ તો વ્યાપ્ય શુદ્ધ હોય, વ્યાપક શુદ્ધ છે તો વ્યાપ્ય શુદ્ધ હોય. એના પરિણામ પર્યાયમાં થાય છે, તેને અશુદ્ધતા ગણીને અશુદ્ધ કર્મ છે તેનું એ વ્યાપ્ય છે, આત્માના શુદ્ધ સ્વભાવના જ્ઞાનીનું એ વ્યાપ્ય નહિ. સમજાણું કાંઈ? આહાહાહા !
એ પ્રશ્ન થયો'તો ત્યાં સોમચંદભાઈએ કરેલો એક ફેરી, સોમચંદભાઈ હતાને ઓલા ખારા-ખારા, એણે પ્રશ્ન કર્યો તો ત્યાં રાજકોટમાં કે એક કોર આંહીં કર્મ વ્યાપક અને રાગ વ્યાપ્ય, એક કોર એમ કહો કે વિકાર કરનારો જીવ વ્યાપક, અને વિકાર વ્યાપ્ય, આ “” નું અમારે સમજવું શું? સોમચંદભાઈ નહોતા? સોમચંદભાઈને નથી ઓળખતા. ગુજરી ગયા, સોમચંદભાઈની વહુ ને છે ને ત્યાં ઓલી બાઈ માંદી નથી બહુ શું નામ એનું, ભાઈ ? વિજ્યાબેન, પક્ષઘાત અહીંથી થઈ ગયો છે, આમ અડધો નીચેથી આમ અડધો નહિ એ બાઈને વાંચન બહુ ને બિચારી ઓલામાં રહે છે, સોળ વર્ષથી છે ઘણાં વર્ષથી. એનો સાસરો સોમચંદભાઈ રામજીભાઈના મકાનની પાસે છે ને એ ત્યાં હતા. પહેલા જામનગરમાં નોકરી હતી, પછી અહીં રાજકોટ આવ્યા'તા રાત્રે આ પ્રશ્ન થયો હતો.
ભાઈ ! જુઓ ! આત્માનું જ્ઞાન જેને થયું કે આત્મા જ્ઞાનને અનુભવ, એનાં વ્યાપ્ય તરીકે તો નિર્મળ પરિણામ હોય કેમ કે દ્રવ્ય ને ગુણ નિર્મળ છે, તેથી તેનાં પરિણામ તે નિર્મળ હોય, અને તેની જે પર્યાયમાં આંહીં દ્રવ્યબુદ્ધિથી થયેલા છે તેના પરિણામ તો નિર્મળ હોય, પણ પર્યાયમાં જે થયા છે તે કર્મના નિમિત્તથી થયા છે, દ્રવ્યની દૃષ્ટિએ નહિ તેથી તે કર્મ વ્યાપક અને વિકારને વ્યાપ્ય કહેવામાં આવ્યો છે. આહાહા!
આંહીંયા તો બેયને વ્યાપ્યવ્યાપક પોતે, આત્મા વ્યાપક છે અને કર્મનાં વિકારી પરિણામ પોતાના, એ પોતાનું વ્યાપ્ય અને પોતાના ભાવેલા હોવાથી તે જીવ છે. આહાહાહા ! હવે આટલી બધી અપેક્ષાઓ રાખવી. એક બાજુ કહે કે રાગ અને દ્રષના પરિણામ, માર્ગણાના પરિણામ, જીવ સ્થાનના પરિણામ, ગુણસ્થાનના પરિણામ એ બધા પુદ્ગલના પરિણામ છે. આંહીં કહે છે કે એ તો જ્ઞાનની દૃષ્ટિ ને દ્વવ્યસ્વભાવની દૃષ્ટિની અપેક્ષાથી કહ્યું. અને એકબાજુ કહે કે જીવ કામ, ક્રોધ, દયા, દાન, વ્રત આદિના પરિણામ જીવના છે, એ જીવની પર્યાયમાં જીવથી થાય છે, એથી એ તેના કહ્યાં, તેના કહ્યાં નહિ પણ તે જ છે એ. આમાં કેટલું યાદ રાખવું? અપેક્ષાઓ છે ને? જે અપેક્ષાથી કહે છે એ અપેક્ષાથી સમજવું. આહાહાહા!