________________
૪૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પામે છે અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે; તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યાદર્શનાદિભાવે પોતે જ પરિણમતો થકો મિથ્યાદર્શનાદિભાવનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શનાદિભાવ પુદ્ગલદ્રવ્યને ( કર્મરૂપે પરિણમવામાં ) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે.
ભાવાર્થ:- આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે; તે ભાવોનો પોતે કર્તા થાય છે. તે ભાવો નિમિત્તમાત્ર થતાં, પુદ્ગલદ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. ૫૨૫૨ નિમિત્તનૈમિત્તિકભાવ માત્ર છે. કર્તા તો બન્ને પોત પોતાના ભાવના છે એ નિશ્ચય છે.
પ્રવચન નં. ૧૮૧ ગાથા-૯૧
તા. ૨૯/૦૧/૭૯ સોમવા૨ મહા સુદ-૧
સમયસાર, કર્તાકર્મ અધિકાર એકાણું ગાથા, ૯૦ થઇ ગઇ. હવે એમ કહે છે. “હવે, આત્માને ત્રણ પ્રકા૨ના પરિણામવિકા૨નું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છે.” :
(કહે છે કે ) જ્યારે આત્માને ત્રણ પ્રકારના વિકારનું જે કત્વ હોય છે-આત્મામાં, મિથ્યાશ્રદ્ધા ને મિથ્યાજ્ઞાન ને રાગદ્વેષ, એ ત્રણ પ્રકારના પરિણામના વિકાર થાય છે આત્મામાં, અનાદિની ભૂલથી પોતાના શુધ્ધ ચૈતન સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી અજ્ઞાનપણે પુણ્ય-પાપના ભાવ મારા છે એવા, તેવા અજ્ઞાનને મિથ્યાભાવમાં રમણતા તેવા ત્રણ પ્રકારના પરિણામ વિકા૨ આત્મા કરે છે ત્યારે મિથ્યાત્વભાવ, એ અજ્ઞાનમાં મિથ્યાત્વભાવ થાય છે. પુણ્ય-પાપના વિકાર આત્મા કરે છે, “ત્યારે પુદ્ગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે” –ઝીણી વાત છે. એ મિથ્યાર્દષ્ટિ, અજ્ઞાની કર્તાપણે હોય ત્યારે એટલે રાગ મારો છે, રાગ મારામાં છે એ માન્યતા મિથ્યાર્દષ્ટિ-અજ્ઞાનીની છે. એ સમયે કર્મ-પુદ્ગલ પોતાની મેળે કર્મપણે પરિણમે છે. આત્માએ એ કર્મને પરિણમાવ્યા છે નહીં. આહાહા ! ગાથા ( એકાણું )
जं कुंणदि भावमाया कत्ता सो होदि तस्स भावस्स ।
कम्मतं परिणमदे तम्हि सयं पोण्गल दव्वं ।। ९९ ।।
જે ભાવ જીવ કરે અરે ! જીવ તેહનો કર્તા બને;
કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧.
ટીકાઃ- “આત્મા પોતે જ તે પ્રકારે (તે-રૂપે) પરિણમિત થવાથી” કયા રૂપે ? ( મિથ્યાવશ્રદ્ધારૂપે મિથ્યાજ્ઞાનરૂપે ને મિથ્યારાગઆચરણરૂપે, સમજાણું કાંઇ ? સ્વયં તે રૂપે પરિણમિત થવાથી કર્મને કા૨ણે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન નહીં એમ કહે છે. ૯૧ ની ટીકા છે. આત્મા સ્વયંપોતાની ભૂલથી પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેનાથી વ્યુત થવાથી સ્વયં જ તે રૂપે પરિણમીત થવાથી મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રાગદ્વેષરૂપે પરિણમીત થાય છે તે ભાવને ખરેખર તે ભાવનો ખરેખર કરે છે તેનો કર્તા થાય છે.
સાધકની અર્થાત્ મંત્ર સાધનારની જેમ તે કર્તા છે. દૃષ્ટાંત આપે છે. મંત્ર સાધુને ! તેના