________________
૨૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે. વ્યાપક આત્મા અને નિર્વિકારી પરિણામ તેનું કાર્ય નામ વ્યાપ્ય અને તેમાં જે રાગ થાય તે કર્મ વ્યાપક અને રાગ તેનું કાર્ય વ્યાપ્ય એની હારે એને સંબંધ છે. એ તો દ્રવ્યદૃષ્ટિનું જ્ઞાન છે, જ્ઞાતા થયો સમ્યગ્દર્શન થયું એની વાત છે. આહા ! આંહી તો સમુચ્ચય વાત છે.
એ આત્મા સંસાર અવસ્થામાં જે કાંઈ તે મિથ્યાત્વ એમાં કર્મ નિમિત્ત હો, દર્શનમોહ ભલે, પણ મિથ્યાત્વપણે પરિણમે છે તો જીવ, વ્યાપ્યવ્યાપકપણે મિથ્યાત્વના ભાવ રાગદ્વેષના ભાવપણે પરિણમે છે જીવ, એમાં અનુકૂળ ભલે કર્મનું નિમિત્ત હો, પણ અનુકૂળ હોવાથી એનાથી અહીં પરિણમે છે એમ નથી. આહાહાહા ! એ આત્માને ૫૨દ્રવ્ય પુદ્ગલકર્મના નિમિત્તથી, છે ને નિમિત્તથી, સસંસાર પણ વિકા૨ભાવપણે પોતે પરિણમે એમાં નિમિત્ત છે કર્મ અને નિઃસંસાર નિર્વિકા૨ પરિણમન અવસ્થાપણે પરિણમે એમાં કર્મના અભાવનું નિમિત્ત છે. એ અવસ્થારૂપે આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તા ભોક્તા છે, પુદ્ગલકર્મનો કર્તાભોક્તા તો કદી નથી. કર્મના ઉદયનો આત્મા કર્તા કે ભોક્તા એમ નથી. આહાહાહા ! ઝીણી વાતું બહુ. ઉપાદાનની સ્વતંત્રતા.
અહીંયા ઘણા એમ કહે છે ઉપાદાનમાં અનેક જાતની યોગ્યતા છે જેવું નિમિત્ત આવે એવું થાય એમ નથી ભાઈ ! એની તો એ વખતે જે કાંઈ મિથ્યાત્વ કે રાગદ્વેષ થવાની યોગ્યતા સમયમાં છે, તે પોતાથી થાય છે, તેમાં અનુકૂળ કર્મ ભલે હો પણ અનુકૂળ હોવાથી એ આંહીં કરે છે, એમ છે નહીં. આવી વાતું વે. તેથી તે પોતાનો જ કર્તાભોક્તા છે. સમુચ્ચય વાત છે ને અહીં. અજ્ઞાની રાગદ્વેષને પોતે કરે છે તેથી તે રાગદ્વેષનો પોતે કર્તા છે. પુદ્ગલકર્મનો કર્તાભોક્તા તો કદી નથી. ભલે તેને રાગદ્વેષના પરિણમનમાં અનુકૂળ નિમિત્ત પુદ્ગલ હો પણ છતાં તે નિમિત્ત પુદ્ગલનો એ કર્તા નથી. સમજાય છે કાંઈ ? એ ૮૩ થઈ.
છે હું દ્રવ્ય છું અને મારા અનંત ગુણો છે. તે ગુણો પલટીને સમયે સમયે એક પછી એક ક્રમબદ્ધ અવસ્થા થાય છે. તે અવસ્થા આડી-અવળી થતી નથી તેમ જ એકસાથે બે ભેગી થતી નથી અને કોઈ સમય અવસ્થા વગરનો ખાલી પણ જતોનથી. કેવળજ્ઞાન અને મોક્ષદશા પણ મારા ગુણમાંથી જ ક્રમબદ્ધ પ્રગટે છે. આવી રીતે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા થતાં પોતાનો પર્યાય ઊઘાડવા માટે કોઈ ૫૨ ઉપ૨ લક્ષ ક૨વાનું રહેશે નહિ, અને તેથી કોઈ ૫૨ ઉપ૨ રાગ-દ્વેષ કરવાનું કારણ પણ નહિ રહે. એટલે શું થશે ?–કે બધા ૫૨ ઉપ૨નું લક્ષ છોડીને તે પોતામાં જોવા માટે વળશે. હવે પોતામાં પણ ‘મારો પૂર્ણ શુદ્ધ પર્યાય કયારે ઊઘડશે ?’ એવો આકૂળતાનો વિકલ્પ રહેશે નહિ કેમકે ત્રણે કાળના ક્રમબદ્ધપર્યાયથી ભરેલું દ્રવ્ય તેની પ્રતીતિમાં આવી ગયું છે. તેથી ક્રમબદ્ધપર્યાયની જે જીવ શ્રદ્ધા કરે છે તે જીવ તો નજીક મુક્તિગામી જ હોય.
(આત્મધર્મ, અંક ૭૩૦, વર્ષ-૬૧, પાના નં. ૧૯ )