________________
૪૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ લ્યો, કાલે જ મોટું (લખાણ) આવ્યું તું! વ્રતને શુભ ને પૂજાને ભક્તિને ધર્મજ્યોત ધર્મધ્યાન છે. અને આ સોનગઢવાળા કહે છે કે એ બંધનું કારણ છે! અરે, ભગવાન! ભાઈ, એ રાગ બંધનું કારણ છે અને ખરેખર તો (એ) દશા, એ આત્માના જેટલા ગુણ છે અનંત, તે અનંતગુણ શુદ્ધ છે, એનું પરિણમન થાય છે એ તો શુદ્ધ (જ) થાય છે (ત્યારે) આ રાગનું પરિણમન તો નિમિત્ત આધિન-પરનું છે (પરાલંબી તો) પરનું છે. આહાહા!
એ પ્રમાણે જેવો રાગ થયો, દયા-દાન-વ્રતનો વિકલ્પ, એ જ પ્રકારનું અહીંયા જ્ઞાન થાય છે, જ્ઞાન તો જેવી વસ્તુ છે એવું જ જ્ઞાન થાય છે ને! યથાર્થ જ્ઞાન તો એને કહે છે કે જેવો ત્યાં દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા, કામ-ક્રોધ-હિંસા-જૂઠું જે પરિણામ થયા, તો એ પરિણામનું અહીં જ્ઞાન થાય છે. એ જે જ્ઞાન થાય છે એ જ્ઞાનનું પરિણામ આત્માથી એકમેક છે અને રાગભાવ છે એ પુદ્ગલથી એકમેક છે-આત્માથી ભિન્ન છે. આહાહા! મોટો ઝઘડો છે આ! ઓલા કહે છે કે ધર્મધ્યાન છે, આંહી (આચાર્યદેવ) કહે છે કે રાગ એ પુગલની દશા છે, એનું જ્ઞાન થાય તે જ્ઞાનની દશા આત્માની દશા છે. શશીભાઈ? આવી વાત છે.
(કહે છે કે, “તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે” કોણ? જે રાગ-દ્વેષનું જ્ઞાન થયું એ જ્ઞાન પુદ્ગલથી તદ્ન ભિન્ન છે-અત્યંત ભિન્ન છે. શું કીધું સમજાણું કાંઇ..? કેમ કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે જ્ઞાન. જ્ઞાન.... સ્વભાવ
સ્વરૂપ છે તો જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. (તેથી તો) તે કારણે જે કાંઇ શુભ-અશુભ રાગ ઉત્પન્ન થયા, એનું અહીં જ્ઞાન થાય છે, એ જ્ઞાન એનું થાય છે એ તો નિમિત્તનું કથન છે, બાકી જ્ઞાન તો પોતાનામાં પોતાથી પોતાનું થયું છે. આહાહા ! એ જ્ઞાનનું પરિણામ છે એ આત્માથી એકમેક-અભિન્ન છે અને રાગ-દ્વેષ આદિ પુદ્ગલપર્યાયથી (એકમેક છે) એનાથી આ જ્ઞાનનું પરિણામ ભિન્ન છે. ધીમેથી સમજવું બાપુ! આ તો મારગ વીતરાગનો બહુ અલૌકિક છે! અત્યારે તો બધે ફેરફાર થયો મોટો, વિરોધ કરે છે, મોટો વિરોધ !નિમિત્તથી થાય છે કે ના પાડે છે, આ એમ કહે છે જ્યાં! દેખો! ભાઈ, પણ એને એમ લાગે !
જુઓ! આ લાકડી છે, લાકડી તે અહીં પડી છે લ્યો! તે તો આમ આંગળાથી ઊંચી કરે તો ઊંચી થાય છે એમ અજ્ઞાની (ઓને) ભાસે છે. કેમકે એ આંહીથી (સંયોગથી) દેખે છે એ આંહીથી (સ્વભાવથી) દેખે કે આ ઊંચી થઇ એ પોતાની પર્યાયથી તો (યથાર્થ કહેવાય !) સમજાણું આમાં? આહાહાહા ! અગ્નિથી પાણી ઊનું થયું એ પણ જૂઠું છે કહે છે. પાણી પોતાની પર્યાયથી ઉષ્ણ ( ઊનું) થયું છે, અગ્નિ તો નિમિત્ત છે-અગ્નિથી ઊનું થયું પાણી એ વાત જૂહી છે. હવે આ વાત કેમ બેસે? આહાહા ! અગ્નિની પર્યાય એ અગ્નિમાં છે ને પાણી અહીં ઉષ્ણ થયું એ પર્યાય પાણીમાં છે, એ પણ અહીંયા (આમ) તો એનાથી આગળ લેવું છે. સમજાણું કાંઈ.?
આ રાગની પર્યાય થાય છે પોતાની પર્યાયમાં કર્મ નિમિત્ત છે પણ એ નિમિત્ત આધિન થઇને સ્વભાવ-ભાવ નથી, એ કારણે એ રાગભાવને પુદ્ગલથી અભિન્ન કહેવામાં આવ્યું અને એ રાગનું અહીં જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. આહાહાહા ! સમજાણું કાંઇ...?
પણ આમાંથી પાછા એમ કાઢે (સમજે કે ) જુઓ, રાગ-દ્વેષ પોતાના કર્મથી થાય છે. જુઓ આમાં (ટીકામાં) આવ્યું કે નહીં? કઇ અપેક્ષાએ? અહીંયા તો પુણ્ય-પાપના ભાવ, કર્મને