________________
४८१
ગાથા૯૩ પણ તે તેને મારી માની છે ને રખડી મર્યો છો, એ તો જડની દશા છે, એને તો કયાંય રાખ્યું જુદું, આંહીં તો દયા, દાન ને વ્રતનું પરિણામ પણ રાગ છે, તારાથી ભિન્ન ચીજ છે. એ તારી ચીજ નહિ ને એ તારામાં નહિ ને તું તેમાં નહિ આવું, હવે વિરોધ તેથી કરે છે ને સોનગઢનો, અરેરે ત્યાં તો દયા, દાન, વ્રતનાં પરિણામને પણ રાગ કહે છે, ઝેર કહે છે, ઝેર છે, આત્મા અમૃત સ્વરૂપ છે પ્રભુ, સુખસ્વરૂપ છે, એનાથી ઉલટું રાગ તે ઝેર સ્વરૂપ છે, દુઃખસ્વરૂપ છે આહા ! (શ્રોતા:આત્માની શક્તિને હણી નાખે છે) અરે હણી શું? હિંસા કરે છે પોતાની એને ખબર કયાં છે ભાન. આહા!
જ્ઞાનનું જ્ઞાન પ્રગટ કરતો” આહા! ધર્મી જીવ એને કહીએ કે આત્મસ્વરૂપ “જ્ઞાન” શબ્દ આખો આત્મા છે, આંહીં આખો આત્મા છે, તેનું આત્મપણું પ્રગટ કરતો, રાગને પ્રગટ કરતો એ તો અજ્ઞાનસ્વરૂપ છે, એને પ્રગટ નહિ કરતો, આહા! જ્ઞાનનું એટલે આત્માનું આત્મપણું એટલે વીતરાગીપણું પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થયો થકો, આહાહા... પોતે વીતરાગી પર્યાયપણે થયો થકો, આરે આવો ધર્મ, ભાઈ આવો તો અમે અત્યાર સુધી કયાંય સાંભળતા નહોતા, જૈન ધર્મમાં સ્થાનકવાસીમાં જાય તો કહે સામાયિક કરો, પોહા કરો, પડીકમણા કરો, ચોવીહાર કરો, કંદમૂળ ન ખાવ, આવું સાંભળીએ છીએ. આ વળી કયાંથી કાઢયું નવું. શ્વેતાંબર દેરાવાસીમાં જાય તો કહે ગિરનારની જાત્રા કરો, સમેતશિખરની પૂજા કરો ભક્તિ, કર્મ દહનની, શું કહેવાય એ? પૂજા કરો. પૂજા કરો, પણ એ બધી બાપુ તને ખબર નથી. એ બધા પરિણામ જો અંદર હોય તો શુભરાગની ક્રિયા છે, અને બહારની ક્રિયા જે છે હો હા સ્વાહા, ઓમ, એ તો જડની ક્રિયા છે, શરીર આમ બોલે ભાષા નમો અરિહંતાણં–અરિહંતાણે એ તો જડની ક્રિયા છે “નમો અરિહંતાણં,” તિ—તો આયરિયાણં તે, એ તો જડની ભાષામાં જાય છે, એ કાંઈ તારી છે? અને અંદર રાગ થાય છે, એ રાગ એ પણ વિકાર છે. આહાહાહા ! હવે આવું હોય ત્યાં પછી વિરોધ કરે ને બિચારા, (શ્રોતા- નો સમજે એ કરે) નો સમજે તો કરે, શું થાય? આહાહાહા ! આ બે ત્રણ લીટીમાં તો કેટલું ભર્યું છે?
નિજ પદ રમે સો રામ કહીએ” એ રાગમાં રમે તે હરામ કહીએ. આનંદઘનજી કહે છે. એમ અહીંયા આત્માનું આત્મપણું પ્રગટ કરતો, એ રાગનું પ્રગટ કરવું એ તો અજ્ઞાનપણું છે, એ એને નહિ પ્રગટ કરતો, એ રૂપે નહિ થતો, ગાથા તે ગાથા. પોતે જ્ઞાનમય થયો થકો, ધર્મી જીવ જ્ઞાન એટલે આત્મારૂપ થયો થકો, “શુદ્ધ શ્રદ્ધા ને શુદ્ધ જ્ઞાન ને રાગ રહિત દશા સ્વરૂપ આચરણ એ રૂપે થયો થકો” આ હું રાગને જાણું છું જુઓ, છે ખરો. આહા! ધર્મી છે એને હજી રાગ આવે છે, પણ એ રાગને હું જાણું છું, હું જાણનારો છું, રાગરૂપે થનારો હું નથી. આહા! કહો દેવીલાલજી! કયાં આમાં કયાંક સ્થાનકવાસી અને દેરાવાસી, રાડ નાખેને બિચારા પછી વિરોધ ન કરે? એ સોનગઢીયાએ તો આમ કર્યું, આમ. (શ્રોતા:- અહીં આવીને સાંભળે તો ખબર પડે) કરે બિચારા ખબર નથી, ધર્મ શું છે વીતરાગનો પરમેશ્વર ત્રણલોકના નાથ કોને ધર્મ કહે છે, તે બિચારાને સાંભળવું મળતું નથી, એની જીંદગીયું જાય, ચાલી જાય છે અજ્ઞાનમાં, આહા!
આહીં કહે છે “આ હું , આ હું, હું તો ચૈતન્ય સ્વરૂપી હું “રાગને જાણું છું. રાગ થાય, પણ તેને હું જાણનારો છું. રાગ મારું સ્વરૂપ છે તેમ નહિ તેમ રાગ મને જાણવામાં આવતો નથી