________________
ગાથા-૮૭
૩૬૯
(
ગાથા - ૮૭
)
૩
मिच्छत्तं पुण दुविहं जीवमजीवं तहेव अण्णाणं। अविरदि जोगो मोहो कोहादीया इमे भावा।।८७।। मिथ्यात्वं पुनर्द्विविधं जीवोऽजीवस्तथैवाज्ञानम्।
अविरतिर्योगो मोह: क्रोधाद्या इमे भावाः।।८७।। मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो हि भावाः ते तु प्रत्येकं मयूरमुकुरन्दवज्जीवाजीवाभ्यां भाव्यमानत्वाज्जीवाजीवौ। तथाहि-यथा नीलहरितपीतादयो भावा: स्वद्रव्यस्वभावत्वेन मयूरेण भाव्यमानाः मयूर एव, यथा च नीलहरितपीतादयो भावाः स्वच्छताविकारमात्रेण मुकुरन्देन भाव्यमाना मुकुरन्द एव; तथा मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाः स्वद्रव्यस्वभावत्वेनाजीवेन भाव्यमाना अजीव एव, तथैव च मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाश्चैतन्यविकारमात्रेण जीवेन भाव्यमाना जीव एव।
(પરદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કે-આ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે; અને જો પુગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે? આ આશંકા દૂર કરવાને હવે ગાથા કહે છે:-)
મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને.
અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભય પ્રકાર છે. ૮૭. ગાથાર્થ-[પુન:]વળી,[ મિથ્યાવં]જે મિથ્યાત્વ કહ્યું તે [ દ્વિવિઘં]બે પ્રકારે છે[ નીવ: શનીવ:] એક જીવમિથ્યાત્વ અને એક અજીવમિથ્યાત્વ;T તથા ઈવ] અને એવી જ રીતે [અજ્ઞાન+]અજ્ઞાન,[વિરતિઃ] અવિરતિ,[યો :] યોગ,[ મોદ:] મોહ અને [ pોધા:] ક્રોધાદિ કષાયો-[ રૂમે ભાવ:] આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બન્ને પ્રકારે છે.
ટીકા-મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને દર્પણની જેમ, અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. તે દષ્ટાંતથી સમજાવવામાં આવે છે -જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ (વર્ણરૂપ) ભાવો કે જેઓ મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે (-બનાવાય છે, થાય છે) તેઓ મોર જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા) ઘેરો