________________
૨૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આ કર્યું ને આ કર્યું, ધંધા પાણી ને હવે એમાં તત્ત્વને સમજવું. બહુ નિવૃત્તિ જોઈએ. આહાહા ! આંહીયા તો કહે છે પ્રભુ, તું જે ચાર ગતિમાં રખડયો અત્યાર સુધી ૮૪ના અવતાર કર્યા, એવા જે મિથ્યાત્વભાવ ને રાગદ્વેષભાવ એની ઉત્પત્તિનું કારણ તું છો. એ વિકારની ઉત્પત્તિનું કા૨ણ કર્મ છે એમ નથી. “અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા” આહાહા ! અનાદિથી ૫૨માં સુખ માન્યું, સુખ તો ભગવાન આત્મામાં છે. અંદર અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. હવે એને ઇન્દ્રિયના વિષયમાં, પૈસામાં, બાયડીમાં, છોકરામાં, કુટુંબમાં, રાજ્યમાં સુખ માન્યું એ ભ્રમણા મિથ્યાત્વ મહાપાપ છે. તો કહે છે કે એ મિથ્યાત્વની ઉત્પત્તિનું કારણ કોણ ? કે તું. કર્મને લઈને નહિ “કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ” કર્મ તો જડ છે, ધૂળ છે. માટી છે. તારી ભૂલ તેં કરી છે અનાદિથી પ્રભુ. મોટો રાજા થયો, કરોડો અબજોપતિ, તો માન્યું અમે અબજ ભેગા કર્યા, અમે ઉદ્યોગપતિ ને મૂંઢ છે એ. ૫૨ના ઉદ્યોગથી મને પૈસા મળ્યા ને મેં ૫૨નો ઉધોગ કર્યો એ ભ્રમણા અજ્ઞાનીની, એ ભ્રમણાની ઉત્પત્તિનું કારણ તું છો. એ ભ્રમણાની ઉત્પત્તિની આદિ મધ્ય અંતમાં તું છો. એની આદિમાં કર્મની ઉત્પત્તિનું કંઈક પણ નિમિત્ત છે શરૂઆત કંઈક કંઈક અસર છે, માટે આ રાગ થાય છે ને વિકાર થાય છે, એમ નથી. સમજાણું કાંઈ ?
k
આ બધા દુનિયાના ડાહ્યા કહેવાય ને ? પચાસ-પચાસ લાખ પેદા કરે ને કરોડ બે કરોડ પેદા કરે ને ? અમે બહુ ડાહ્યા છીએ, અમે ડાહ્યા છીએ માટે આ બધું થાય છે, એ મિથ્યાત્વભાવ, પાખંડભાવ, અજ્ઞાનભાવ એની ઉત્પત્તિની આદિ મધ્ય અંતમાં તું છો. કર્મની શરૂઆત છે માટે વિકા૨ આવો થયો એમ છે નહિ. આહાહા !
અને જ્યારે ધર્મ પામે છે આત્મા, સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ કરે છે જે ક્ષણે તે વખતે તેની આદિ મધ્ય અંતમાં પોતે આત્મા છે. સમ્યગ્દર્શનની, સત્યદર્શનની શ્રદ્ધા કે હું તો શાયક ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છું. મારો સ્વભાવ પૂર્ણાનંદનો નાથ હું ૫૨માત્મ સ્વરૂપે હું છું. એવું જે સમ્યગ્દર્શન થાય તે પર્યાયની આદિ મધ્ય અંતમાં આત્મા છે, કર્મનું જરી ખસી ગયું માટે તેની આધની શરૂઆત હતી માટે આ સમ્યગ્દર્શન થયું એમ નથી. આહાહાહા ! સમજાય છે કાંઈ ? આવી વાતું હવે પાગલ જેવી છે. પાગલોને પાગલ જેવી લાગે એવી છે આ તો. આહાહા... “પ્રભુનો મારગ છે શૂરાનો ભાઈ” આહાહા !
કહે છે કે એ વિકા૨ની દશામાં પણ આદિ મધ્ય અંતમાં એકને કરતો પ્રતિભાસો, જોયું ? પોતાને એકને જ કરતો પ્રતિભાસો. બીજો કર્મ પણ છે સાથે માટે થયું, એમ બે નહીં. આહાહાહા... એ વિકા૨ના પરિણામ ભ્રમણાના અજ્ઞાનના રાગદ્વેષનાં, તેના કરવામાં તું એકલો જ છો. બીજો કોઈ ચીજ તને કરાવે છે એમ છે નહીં. આહાહાહા !
કહો, રસિકભાઈ ! એવી આ તો સમજાય એવી ભાષા તો સાદી છે, પણ ભાવ તો બાપા, આખી દુનિયાથી જુદા છે. ત્રણલોકના નાથ, તીર્થંકરદેવની આ તો વાણી છે. સર્વજ્ઞ ૫૨માત્મા એ સંતોની વાણી એ એની વાણી છે. આહાહાહા ! છે ? એ સંસારદશામાં એટલે વિકારી સંસ૨ણ રખડવામાં જે મિથ્યાત્વ અને રાગદ્વેષનાં પરિણામ થાય, તેની આધે મધ્ય અંતમાં તું છો, તેની આધમાં કર્મનું જરી તીવ્રપણું ઉદય છે તીવ્ર, તીવ્ર ઉદય ઉત્પત્તિ થઈ માટે અહીં મિથ્યાત્વ ને રાગદ્વેષ થયો એમ છે નહિ. આહાહાહાહા ! સમજાણું કાંઈ ? આવું સ્વરૂપ શું છે આ તે. એ સત્ય