________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
સોપાધિક ચૈતન્યપરિણામનું સ્વરૂપ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દષ્ટાંત આપ્યું છે. રાગાદિ પરિણામ મારાં છે અને છ દ્રવ્ય મારાં છે એવું જે અજ્ઞાન તે રાગના કર્તાપણાનું મૂળ છે એમ સિદ્ધ થયું. આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય જ્ઞાતાદાસ્વરૂપ છે. તેનું ભાન નહિ હોવાથી હું રાગ છું, હું પરદ્રવ્યસ્વરૂપ છું એવી માન્યતા વડે ઉત્પન્ન થયેલું અજ્ઞાન તે રાગના કર્તાપણાનું મૂળ છે, પરદ્રવ્ય નહિ-એ વાત દષ્ટાંતથી સમજાવવામાં આવે છે.
“જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.'
ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનના કારણે ભૂતને અને પોતાને એક માને છે. ભૂત શરીરમાં પ્રવેશ કરીને જે અનેક પ્રકારે ચેષ્ટા કરે તે હું છું એમ તે માને છે. તેમ પર્યાયમાં જે પુણ્યપાપના ભાવ થાય તે હું છું એમ અજ્ઞાની માને છે. વાસ્તવમાં ભૂતની જેમ તે પુણ્ય-પાપના ભાવ આત્મા નથી. પુણ્ય-પાપના ભાવ હું છું એમ માનવાવાળો અજ્ઞાની જીવ ભૂતાવિષ્ટ પુરુષ સમાન છે.
જુઓ, રામચંદ્રજી ક્ષાયિક સમકિતી હતા. બાર બાર વર્ષથી જંગલમાં સીતાજી અને લક્ષ્મણની સાથે રહેતા હતા. લક્ષ્મણ મોટાભાઈ રામની અને સીતાજીની અનેક પ્રકારે સેવા કરતા. એકવાર જ્યારે સીતાજીને રાવણ અપહરણ કરીને લઈ ગયો ત્યારે ખૂબ વ્યગ્ર થયેલા રામચંદ્રજી જંગલના વૃક્ષ અને વેલને, પહાડ અને પત્થરને પણ પૂછવા લાગ્યા કે-સીતાને કયાંય જોઈ? જુઓ, આ ચારિત્રમોહના રાગની વિચિત્ર ચેષ્ટા ! હાથમાં નૂપુર બતાવીને લક્ષ્મણને પૂછવા લાગ્યા-આ નૂપુર કોનું છે? શું આ નૂપુર સીતાજીનું છે? ત્યારે લક્ષ્મણે કહ્યું-બંધુવર! સીતાજીનાં દર્શન કરવા એકવાર હું ગયેલ તો પગ ઉપર મારી નજર ગયેલી ત્યારે સીતાજીના પગે પહેરેલું નૂપુર મેં જોયેલું. માટે આ નૂપુર સીતાજીનું લાગે છે. અહાહા...! કેવું નૈતિક પવિત્ર જીવન !
યુદ્ધમાં રાવણે વિદ્યામય બાણ માર્યું તો લક્ષ્મણ મૂછિત થઈ પડી ગયા. ખબર હતી કે લક્ષ્મણ વાસુદેવ છે તોપણ રામ ખેદ કરવા લાગ્યા...હે ભાઈ ! હે લક્ષ્મણ ! એકવાર તો બોલ. મને એકલાને જોઈ માતા કૌશલ્યા પૂછશે કે સીતા અને લક્ષ્મણ કયાં છે? તો હું માતાને શું જવાબ દઈશ? બંધુ મારા-ભાઈ લક્ષ્મણ ! એકવાર તું બોલ. ત્યારપછી જે બ્રહ્મચારિણી હતી અને જેને લબ્ધિ પ્રગટ થઈ હતી એવી ત્રિશલ્યાના સ્નાનનું જળ છાંટવાથી લક્ષ્મણની મૂછ ઉતરી ગઈ અને લક્ષ્મણ જાગૃત થયા ત્યારે રામ આનંદિત થયા. જુઓ! ચારિત્રમોહના રાગની આ કેવી વિચિત્ર લીલા છે! ચારિત્રની કમજોરીના કારણે આવા અનેક પ્રકારે સમકિતીને રાગ આવે છે પણ કોઈ પણ રાગને ધર્મી પોતાના માનતા નથી. રામ તો પુરુષોત્તમ હતા, તદભવમોક્ષગામી હતા. આવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com