________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
ધર્મી જાણે છે કે આનંદની સાથે રાગને ભેળવવો, બન્નેના એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે. આ રીતે પરને અને પોતાને ભિન્ન જાણે છે. ધર્મી જીવ સ્વપરને ભિન્ન જાણે છે; રાગને અને જ્ઞાનને ભિન્ન જાણે છે.
હવે કહે છે-“તેથી અકૃત્રિમ (નિત્ય), એક જ્ઞાન જ હું છું પરંતુ કૃત્રિમ (અનિત્ય), અનેક જે ક્રોધાદિક તે હું નથી એમ જાણતો થકો “હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ જરાપણ કરતો નથી; તેથી સમસ્ત ક્નત્વને છોડી દે છે.”
આ શુભાશુભ રાગ છે તે કૃત્રિમ, અનિત્ય અને દુઃખરૂપ છે અને હું તો અકૃત્રિમ, નહિ કરાયેલી એવી ત્રિકાળી સત્ત્વરૂપ નિત્ય ચીજ છું, અહાહા.એક જ્ઞાન જ હું છું. આ પલટતી પર્યાય તે હું નહિ એમ જ્ઞાની જાણે છે. હું તો અકૃત્રિમ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયક તત્ત્વ છે. આ જ્ઞાનના જે ભેદ પડે તે મારી ચીજ નથી. આવા શુદ્ધ જ્ઞાયકરૂપ પરમાત્માને અંતરંગમાં અનુભવે તેનું નામ ધર્મ છે.
| સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્માનું આ કથન છે. તે અનાદિથી આચાર્યો કહેતા આવ્યા છે. ભાઈ ! તને ખબર નથી એટલે નવું લાગે છે પણ આ નવું નથી. આ તો અસલી પુરાણી ચાલી આવતી વાત છે. કહે છે-અકૃત્રિમ એક જ્ઞાન જ હું છું અને કૃત્રિમ ક્રોધ, માન, માયા, લોભ, પુણ્ય, પાપ આદિના અનેકરૂપ વિકલ્પ તે હું નથી એમ ધર્મી જાણે છે. આ પ્રમાણે જાણતો જ્ઞાની હું ક્રોધ છું, માન છું, માયા છું, લોભ છું ઇત્યાદિ કિંચિત્માત્ર વિકલ્પ કરતા નથી, તેથી સમસ્ત ફ્તત્વને છોડી દે છે. રાગાદિ જે વિકલ્પ થાય તેનો હું જાણનાર માત્ર છું, કર્તા નહિ-એમ સકલ દ્ઘત્વને છોડી દે છે.
હવે કહે છે-“તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.'
પરનો કર્તા અજ્ઞાનથી છે એમ જાણે તે રાગને છોડી દે છે. રાગથી ભિન્ન નિજ ચૈિતન્યસ્વરૂપનું ભાન થતાં સમસ્ત ક્નત્વને છોડી દે છે. તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે. અહાહા..જ્ઞાતાદ્રષ્ટા રહેતો થકો દયા, દાન આદિ વિકલ્પનો જ્ઞાની કર્તા થતો નથી. હું દયા કરું છું, હું દાન કરું છું એમ દયા, દાનના વિકલ્પનો તે કર્તા થતો નથી. માત્ર જે અલ્પ કષાય છે તેને તે જાણ્યા જ કરે છે અને સ્વરૂપસ્થિરતા વધારીને તેનો પણ અભાવ કરી દે છે. અહાહા..! આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
ઘરબાર, કુટુંબ, બૈરાં-છોકરાં એ બધાં પોતાનાં છે એમ માનીને અજ્ઞાની ચોફેર ઘેરાઈ ગયો છે. અરે ભાઈ ! કોઈ જીવ કયાંયથીય આવ્યો અને કોઈ કયાંયથી આવ્યો. તેમને એકબીજા સાથે ખરેખર કાંઈ સંબંધ નથી. પત્નીનો જીવ આવ્યો હોય તિર્યંચમાંથી અને પતિનો જીવ આવ્યો હોય સ્વર્ગથી. બે થઈ ગયા ભેગા ત્યાં માને કે મારી પત્ની”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com