Book Title: Pravachana Ratnakar 05
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 394
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૮૧ અહીં પોતાથી જ ઉત્પન્ન થાય. રાગને લઈને તેનું જ્ઞાન થાય એમ નહિ; પણ જ્ઞાનના સ્વપરપ્રકાશક સ્વભાવના કારણે જ્ઞાનીને સ્વપરપ્રકાશક પરિણતિ પ્રગટ થાય છે. માટે કહે છે કે જ્ઞાનની ક્રિયામાં અશુદ્ધતાની ક્રિયા ભાસતી નથી. હવે કહે છે ‘તત: જ્ઞતિઃ વરાતિ: ૨ વિfમને' માટે જ્ઞતિક્રિયા અને કરોતિ' ક્રિયા બન્ને ભિન્ન છે; “વ તત: રુતિ સ્થિત' અને તેથી એમ ઠર્યું કે “જ્ઞાતા વર્તાન' જે જ્ઞાતા છે તે કર્તા નથી. શું કહે છે? કે “કરોતિ” એટલે રાગની કરવારૂપ ક્રિયા અને જ્ઞતિ એટલે જાણનારને જાણવારૂપ ક્રિયા-એ બને ભિન્ન છે. અજ્ઞાનીને રાગની ક્રિયા છે, તેને જ્ઞાનની ક્રિયા નથી અને જ્ઞાનીને જ્ઞાનની ક્રિયા છે, તેને રાગની ક્રિયા નથી. અહાહા..! બન્ને ભિન્ન છે તેથી એમ સિદ્ધ થયું કે જે જ્ઞાતા છે તે કર્તા નથી. સમકિતી ધર્મી જીવ પોતાના શાશ્વત ધ્રુવ જ્ઞાતાસ્વભાવનો જાણનાર છે. શુદ્ધ ચૈતન્યની દષ્ટિમાં તે વર્તમાન અશુદ્ધ કૃત્રિમ રાગની ક્રિયાનો માલિક નથી. તેથી તે બન્ને ક્રિયા ભિન્ન છે અર્થાત્ બંને એકસાથે હોતી નથી. ચોથા ગુણસ્થાને જ્ઞાનીને અશુદ્ધ ક્રિયા હોવા છતાં તેનો તે સ્વામી નથી માટે તે જ્ઞાતા જ છે. કળશ ૧૧૦ માં આવે છે કેજ્ઞાનધારા જ્ઞાનપણે પ્રવહે છે અને રાગધારા રાગપણે પ્રવહે છે. બંને સાથે છે પણ બન્ને એકમેક નથી. એમ ત્યાં સિદ્ધ કર્યું છે. જ્ઞાનધારા છે તે ધર્મ છે, સંવર નિર્જરાનું કારણ છે અને રાગધારા તે કર્મધારા છે અને તે બંધનું કારણ છે. અહીં તો જ્ઞાનીને એકલી જ્ઞાનધારા છે એમ કહ્યું છે. રાગ હોવા છતાં તે એનો કર્તા ? જે સમયે રાગાદિ ભાવ થાય છે તે જ સમયે તે સંબંધીનું સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે. કાળ એક જ છે પણ બન્નેના ભાવ ભિન્ન છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું છે એમ નથી. રાગના કાળે જ સ્વપરને જાણવાની જ્ઞાનક્રિયા સ્વતઃ પોતાથી જ ઉત્પન્ન થાય છે. આ વાત ગાથા ૭૫ માં આવી ગઈ છે. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે એમ કહ્યું છે; રાગને જ્ઞાન નિમિત્ત છે એમ ત્યાં કહ્યું નથી. સમયસાર ગાથા ૧૦૦માં કહ્યું છે કે પરદ્રવ્યની ક્રિયા એના કાળે એનાથી થાય છે. તેમાં નિમિત્ત કોણ છે? કે જે જીવ જોગ અને રાગનો કર્તા થાય છે એવા અજ્ઞાનીના જોગ અને રાગ તે કાળે તેમાં નિમિત્ત છે અને તેને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્ઞાની તો જોગ અને રાગનો કર્તા નથી. તેથી તેના સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયમાં રાગ અને જોગ નિમિત્ત છે, ઉપાદાન તો ત્યાં પોતાનું છે. રાગનું જે જ્ઞાન થાય છે તે રાગથી થાય છે એમ નથી. સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય સ્વયં પોતાના સામર્થ્યથી તે કાળે ઉત્પન્ન થાય છે. જાણવા-દેખવાનો જે સ્વભાવ છે તે જાણવા-દેખવારૂપે પરિણમે છે તેમાં જ્ઞાનીને રાગ અને પરવસ્તુ નિમિત્ત કહેવામાં આવે છે. માટે જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406