Book Title: Pravachana Ratnakar 05
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 356
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪૪ पक्षातिक्रान्त एव समयसार इत्यवतिष्ठते सम्मदंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं। सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो ।। १४४ ।। सम्यग्दर्शनज्ञानमेष लभत इति केवलं व्यपदेशम् । सर्वनयपक्षरहितो भणितो य: स समयसारः ।। १४४ ।। પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે–એમ હવે કહે છે: સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘ સમયનો સાર ' છે. ૧૪૪. . ગાથાર્થ:- [ય: ] જે [ સર્વનયપક્ષતિ: ] સર્વ નયપક્ષોથી રહિત [મતિ: ] કહેવામાં આવ્યો છે [સ: ] તે [ સમયસાર: ] સમયસાર છે; [૪: ] આને જ (–સમયસારને જ ) [જેવાં] કેવળ [ સમ્યઃ વર્શનજ્ઞાનમ્] સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન [ તિ] એવી [ વ્યપવેશમ્ ] સંજ્ઞા ( નામ ) [ નમતે ] મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે. ) ટીકાઃ- જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન સમયસારથી જુદાં નથી, એક જ છે.) પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, ૫૨ પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિયદ્વા૨ા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને ( –મતિજ્ઞાનના સ્વરૂપને ) આત્મસંમુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઇને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપ૨ જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, ૫રમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406