Book Title: Pravachana Ratnakar 05
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 395
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ જ્ઞાતાને જ્ઞાનરૂપ પરિણમન થાય તે કાળે તેને રાગાદિ હોય છે. ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી સિવાયનો બીજો રાગ હોય છે, પાંચમે બે કપાયનો રાગ હોય છે. પરંતુ જ્ઞાનીને જ્ઞાનના પરિણમનમાં તે રાગ નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત એટલે નિમિત્તકર્તા નહિ. જ્ઞાની રાગમાં તન્મય નથી અને રાગ જ્ઞાનમાં તન્મય નથી. જ્ઞાની રાગનો કર્તા નથી અને રાગ જ્ઞાનની સ્વપરપ્રકાશક પયોધનો કતો નથી. આવું જ સહુજ વસ્તુસ્વરૂપ છે. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આવે છે કે કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે અને લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે. નિમિત્ત છે એનો અર્થ શું? શું લોકાલોક છે માટે લોકાલોકનું જ્ઞાન થાય છે? ના, એમ છે નહિ. લોકાલોકનું જ્ઞાન પોતાની પર્યાયના કાળે પોતાની ઉપાદાન યોગ્યતાથી સ્વતઃ થાય છે અને તેમાં લોકાલોક નિમિત્ત હોય છે. વળી લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે, તો શું કેવળજ્ઞાન છે માટે લોકાલોક છે? એમ બિલકુલ નથી. લોકાલોક તો અનાદિસ્થિત છે અને કેવળજ્ઞાન તો નવું ઉત્પન્ન થાય છે. ભાઈ, નિમિત્તનો અર્થ એ છે કે લોકાલોક અને કેવળજ્ઞાન બંને પરસ્પરમાં કાંઈ કરતાં નથી; માત્ર છે, બસ એટલું જ. બીજી ચીજ નિમિત્ત હો; પણ બીજી ચીજ કર્તા છે એવી માન્યતામાં મોટો ફેર છે, બે વચ્ચે પૂર્વ-પશ્ચિમનો ફેર છે. અહીં કહે છે-જે જ્ઞાતા છે તે કર્તા નથી. અહાહા...! એક કળશમાં તો આચાર્યદવે કેટલું ગંભીર અને ગઢ રહસ્ય ભર્યું છે! ધર્મી રાગનો જ્ઞાતા છે એમ કહેવું એ પણ વ્યવહા રાગમાં જ્ઞાની તન્મય નથી. જ્ઞાની તો રાગ સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાનમાં તન્મય છે અને તે જ્ઞાનનો તે જાણનાર છે. લોકાલોકને કેવળી જાણે છે એ પણ અસદભૂત વ્યવહારનય છે; કારણ કે લોકાલોક પદ્રવ્ય છે, ભગવાન કેવળી લોકાલોકમાં તન્મય થઈને જાણતા નથી. લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ છે જ નહિ. ભગવાનને કેવળજ્ઞાનની પર્યાય વર્તમાન પોતાના સામર્થ્યથી જ પ્રગટ થઈ છે, લોકાલોકને કારણે નહિ. આવું જ સ્વરૂપ છે. તેથી જે જ્ઞાતા છે તે કર્તા નથી. * કળશ ૯૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * હું પરદ્રવ્યને કરું છું' એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કર્તાભાવરૂપ પરિણમનક્રિયા કરતો હોવાથી અર્થાત્ “કરોતિ' ક્રિયા કરતો હોવાથી કર્તા જ છે અને જ્યારે “હું પદ્રવ્યને જાણું છું' એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્ જ્ઞતિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. નિશ્ચયથી રાગ પરદ્રવ્ય છે. તેનો હું કર્તા છું એમ જ્યારે પરિણમે છે ત્યારે કર્તાભાવરૂપ પરિણમનની ક્રિયા કરતો હોવાથી તે જીવ કર્તા જ છે. “કરોતિ' ક્રિયા Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406