Book Title: Pravachana Ratnakar 05
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 399
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ વિ કુન્દુ વિપ્રતિgિધ્યતે' જો એમ બન્નેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે તેવા વર્તુવર્મસ્થિતિ: વેશ' તો કર્તાકર્મની સ્થિતિ શી ? ( અર્થાત્ જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું ન જ હોઈ શકે.) આત્મા પોતાના અશુદ્ધ પરિણામને કરે પણ જડ કર્મને ન કરે; અને જડ કર્મ જડની પર્યાયને કરે પણ જીવના મિથ્યાત્વના પરિણામને ન કરે. આમ સ્થિતિ છે પછી એ બંને વચ્ચે કર્તાકર્મપણું ક્યાં રહ્યું? આત્મા કર્તા અને જડ કર્મ એનું કાર્ય એમ છે નહિ. તથા જડ કર્મની પર્યાય કર્તા અને જીવના મિથ્યાત્વના પરિણામ એનું કાર્ય એમ પણ નથી. બન્નેનો એકબીજામાં અભાવ છે. ભાઈ ! શરીર, મન, વાણીની ક્રિયાનો કર્તા આત્મા અજ્ઞાનભાવે પણ નથી, કેમકે પરસ્પર દ્વન્દ્ર છે, ભિન્નતા છે. જ્યાં ભિન્નતા છે ત્યાં કર્તાકર્મની મર્યાદા કેવી ? આત્મા અજ્ઞાનભાવે મિથ્યાત્વના પરિણામને કરે અને જડ કર્મની પર્યાયને પણ કરે એમ છે નહિ. તેવી રીતે જડ કર્મ જડ કર્મની પર્યાયને કરે અને જીવના મિથ્યાત્વના પરિણામને પણ કરે એમ છે નહિ; કારણ કે જીવપુદ્ગલને પરસ્પર દ્વન્દ્ર છે, ભિન્નતા છે. તેથી જીવ અને પુદ્ગલને પરસ્પર કર્તાકર્મપણું ન હોઈ શકે. બે ચીજ જ્યાં ભિન્ન છે ત્યાં કર્તાકર્મપણું કેમ હોઈ શકે ? ન જ હોઈ શકે. પરનાં કાર્ય પોતાનાથી (જીવથી) થાય એમ લોકો માને છે પણ એ ભ્રમ છે. તન, મન, ધન ઇત્યાદિ બધું પુદ્ગલ છે. આત્મા એનાથી અત્યંત ભિન્ન છે. માટે જડ પુદ્ગલની અવસ્થાનો આત્મા કર્તા નથી. લક્ષ્મીને લાવે, લક્ષ્મી આપે-એ કાર્ય આત્માનું નથી. અજ્ઞાનભાવે રાગદ્વેષ અને મિથ્યાત્વના જે ભાવ થાય તે આત્માનું કાર્ય છે, પણ જડ પુદગલનું કાર્ય આત્મા કદીય શકતો નથી. બાપુ! તારું તો એકલું ચૈતન્યઘનસ્વરૂપ છે. એક સમયની પર્યાયમાં જે ભૂલ છે તેની દષ્ટિ છોડી દે તો વસ્તુ અંદર એકલી ચિદાનંદઘન સ્વરૂપ છે. રાગનો ઉપદ્રવ એમાં નથી. વ્યવહારનો જે વિકલ્પ-રાગ છે તે ઉપદ્રવ છે, દુઃખ છે, આકુળતા છે, પરદ્રવ્ય છે. એનાથી રહિત ચિસ્વરૂપ ભગવાન આત્મા છે. જેમ રૂનું ધોકડું હોય છે તેમ ભગવાન આત્મા એકલું જ્ઞાન અને આનંદનું ધોકડું છે. આવા નિજ સ્વરૂપમાં અંતર્દષ્ટ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે દિગંબર ધર્મ છે. દિગંબર ધર્મ એ કોઈ પંથ છે? ના, એ તો વસ્તુધર્મ-આત્મધર્મ છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણ્યા વિના લોકોને એમ લાગે છે કે આ બધાં પરનાં કાર્ય અમે કરીએ છીએ. પણ ભાઈ ! એ તો તારી ભ્રમણા જ છે કેમકે પરનું કાર્ય આત્મા કરી તો જ નથી. પર સાથે આત્માને કર્તાકર્મભાવ છે જ નહિ. આ તો હુજુ સમ્યગ્દર્શન કેમ થાય એની વાત છે. મુનિદશા એ તો એનાથી આગળની કોઈ અલૌકિક દશા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406