Book Title: Pratikramana Sankshipt Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 5
________________ જ્ઞાની પુરુષની વાણી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તથા ભિન્ન ભિન્ન નિમિત્તને આધીન નીકળેલી હોય, તે વાણીના સંકલનમાં ભાસીત ક્ષતિઓ ક્ષમ્ય ગણી જ્ઞાની પુરુષની વાણીનો અંતર આશય પામવા જ અભ્યર્થના ! જ્ઞાની પુરુષની જે વાણી નીકળી છે, તે નૈમિત્તિક રીતે મુમુક્ષ-મહાત્મા જે સામે આવે તેના સમાધાન અર્થે નીકળેલી હોય છે અને તે વાણી જ્યારે ગ્રંથરૂપે સંકલિત થાય ત્યારે ક્યારેક વિરોધાભાસ ભાસે. જેમ કે એક પ્રશ્નકર્તાની આંતરિક દશાના સમાધાન અર્થે જ્ઞાની પુરુષનો ‘પ્રતિક્રમણ એ જાગૃતિ છે અને અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે.’ એ પ્રત્યુત્તર પ્રાપ્ત થાય. અને જે સૂક્ષ્મ જાગૃતિની દશાએ પહોંચેલા મહાત્માના ઝીણવટના ફોડ સામે જ્ઞાની પુરુષ એવો ખુલાસો આપે કે “અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે ને પ્રતિક્રમણ એ પણ ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જને ડિસ્ચાર્જથી ભાંગવાનું છે.’ તો બન્ને ખુલાસા નૈમિત્તિક રીતે યથાર્થ જ છે પણ સાપેક્ષ રીતે વિરોધાભાસ ભાસે. આમ પ્રશ્નકર્તાની દશાફેર હોવાને કારણે પ્રત્યુત્તરમાં વિરોધાભાસ ભાસે છતાં સૈદ્ધાંતિક રીતે એમાં વિરોધાભાસ છે જ નહીં. સુજ્ઞ વાચકોને જ્ઞાનવાણીની સૂક્ષ્મતા પામી વાતને સમજવા અર્થે સહજ સૂચવન અત્રે સૂચવ્યું છે. - જય સચ્ચિદાનંદ. ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. અનુક્રમણિકા પ્રતિક્રમણનું યથાર્થ સ્વરૂપ ! પ્રત્યેક ધર્મ પ્રરૂપ્યું પ્રતિક્રમણ ન હોય ‘એ’ પ્રતિક્રમણ મહાવીરનાં ! અહો, અહો, એ જાગૃત દાદો ! અક્રમ વિજ્ઞાનની રીત ! રહે ફૂલ, જાય કાંટા.... થાય ચોખ્ખો વ્યાપાર ! ‘આમ’ તૂટે શૃંખલા ઋણાનુબંધની ! નિર્લેપતા, અભાવથી ફાંસી સુધી ! અથડામણની સામે... પુરુષાર્થ, પ્રાકૃત દુર્ગુણો સામે.... છૂટે વ્યસનો, જ્ઞાની રીતે ! વિમુક્તિ આર્ત-રૌદ્રધ્યાન થકી ! કાઢે કષાયની કોટડીમાંથી ! ભાવ અહિંસાની વાટે.... વસમી વેરની વસૂલાત... વારણ ‘મૂળ’ કારણ અભિપ્રાયનું ! વિષય જીતે તે રાજાઓનાં રાજા ! જૂઠના બંધાણીને ! જાગૃતિ, વાણી વહે ત્યારે.... છૂટે પ્રકૃતિદોષો આમ..... નિકાલ, ચીકણી ફાઈલોનો ! મન માંડે મોંકાણ ત્યારે... જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન ! પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ! ૧ ૫ ૧૦ ૧૪ ૧૮ ૨૨ ૩૧ ૩૩ ૩૫ ૩૯ ૪૨ ૪૩ ૪૬ ૫૦ ૧૩ ૫૬ ૫૮ ૬૦ ä » Ð × 5 × 9Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52