Book Title: Pratikramana Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 29
________________ પ્રતિક્રમણ પ્રતિક્રમણ ઓછું જશે. એવી કલ્પના કરી અને તેના વધારે પૈસા પોતે પડાવી લેશે, એવી કલ્પના કરી, એ રૌદ્રધ્યાન કહેવાય. બીજાનું નુકસાન કરે એ ધ્યાન, રૌદ્રધ્યાન કહેવાય. ' (૧૯૧) હવે જબરજસ્ત રૌદ્રધ્યાન કર્યું હોય, પણ પ્રતિક્રમણથી તે આર્તધ્યાન થઈ જાય છે. બે જણાંએ રૌદ્રધ્યાન એક જ પ્રકારનું કર્યું. બે જણે કહ્યું કે ફલાણાને હું મારી નાખીશ. એવું બે જણે મારવાનો ભાવ કર્યો. તે રૌદ્રધ્યાન કહેવાય. પણ એકને ઘેર જઈને પસ્તાવો થયો કે “બળ્યો મેં આવો ભાવ ક્યાં કર્યો.' એટલે એ આર્તધ્યાનમાં ગયું અને બીજા ભાઈને રૌદ્રધ્યાન રહ્યું. એટલે પસ્તાવો કરવાથી રૌદ્રધ્યાન પણ આર્તધ્યાન થઈ જાય છે. પસ્તાવો કરવાથી નર્કગતિ અટકીને તિર્યંચગતિ થાય છે. અને વધુ પસ્તાવો કરે તો ધર્મધ્યાન બંધાય. એક વખત પસ્તાવો કરે તો આર્તધ્યાન થાય ને વધુ પસ્તાવો કર કર કર્યા કરે, તો ધર્મધ્યાન થઈ જાય. એટલે ક્રિયા તેની તે જ, પણ ફેરફાર થયાં કરે છે. (૧૯૩) પ્રશ્નકર્તા : “આપણે” પોતે છૂટા રહીને પ્રતિક્રમણ કરાવડાવીએ તો એ શું થયું કહેવાય ? - દાદાશ્રી : એવું છે ને, આપણે શુદ્ધાત્મા થયા, પણ આ યુગલનો છૂટકારો થવો જોઈશે ને ? એટલે જ્યાં સુધી એની પાસે પ્રતિક્રમણ નહીં કરાવો, ત્યાં સુધી છૂટકારો નહીં થાય, એટલે જ્યાં સુધી પુદ્ગલને ધર્મધ્યાનમાં નહીં રાખો ત્યાં સુધી છૂટકારો નહીં થાય. કારણ કે પુદ્ગલને શુક્લધ્યાન થાય નહીં. માટે પુદ્ગલને ધર્મધ્યાનમાં રાખો. એટલે પ્રતિક્રમણ કરાવ, કરાવ કરવાં. જેટલી વખત આર્તધ્યાન થાય, એટલી વખત પ્રતિક્રમણ કરાવવું. આર્તધ્યાન થવાનું એ પૂર્વની અજ્ઞાનતા છે. એટલે થઈ જાય. તો ‘આપણે' એની પાસે પ્રતિક્રમણ કરાવવું. ' (૧૯૪) પ્રશ્નકર્તા : બીજાના દોષ જુએ એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય ? દાદાશ્રી : હા. તે બીજાના દોષો જોવાનો, મહીં માલ ભરી લાવ્યો હોય, તો એવું જુએ. તો પણ એ પોતે દોષમાં નથી આવતો. એણે પ્રતિક્રમણ કરવું જોઈએ, કે આમ કેમ થાય છે ? એવું ના થવું જોઈએ. બસ એટલું જ એ તો જેવો માલ ભર્યો હોયને, એવું બધું નીકળે. એને આપણે ભરેલો માલ એવું આપણી સાદી ભાષામાં બોલીએ. ( ૧૯) હવે રાત્રે સાત-આઠ જણ આવ્યા. અને ચંદુભાઈ છે કે, એમ કરીને બૂમો પાડે, રાતે સાડા અગિયાર વાગ્યા છે ને, તો તમે શું કહો ? તમારા ગામથી આવ્યા હોય ને, તો એમાં એક-બે ઓળખાણવાળા હોય, અને બીજા બધાં એનાં ઓળખાણવાળા હોય અને દશ-બાર માણસનું આમ ટોળું હોય અને બૂમ પાડે, તો સાડા અગિયાર વાગે શું કહો એ લોકોને ? બારણું ઊઘાડો કે ના ઊઘાડો ? પ્રશ્નકર્તા : હા. ઊઘાડીએ. દાદાશ્રી : અને પછી શું કહો, એ લોકોને ? પાછા જાવ એમ કહો ? પ્રશ્નકર્તા : ના. ના. પાછા જાવ, એમ કેમ કહેવાય ? દાદાશ્રી : ત્યારે શું કરો ? પ્રશ્નકર્તા : અંદર બોલાવીએ આપણે. ‘આવો અંદર.' દાદાશ્રી : “આવો પધારો પધારો.” આપણા સંસ્કાર છેને ? એટલે આવો પધારો કહીએ, બધાને સોફાસેટ ઉપર બેસાડીએ. સોફા ઉપર છોક સુઈ ગયું. હોય તો ઝટ ઝટ ઊઠાડી દઈએ અને બાજુમાં કરી દઈએ. સોફા ઉપર બેસાડીએ. પણ મનમાં એમ થાય કે, “અત્યારે ક્યાંથી મૂઆ આવ્યા આ ?!” હવે આ આર્તધ્યાન નથી, રૌદ્રધ્યાન છે. સામા માણસની ઉપર આપણે આ ભાવ બગાડીએ, આર્તધ્યાન તો પોતે પોતાની જ પીડા ભોગવવી, આ તો પારકાની ઉપાધિ પોતે કરીને પારકા ઉપર આ ‘બ્લેમ’ (આરોપ) કર્યો. “અત્યારે કંઈથી પૂંઆ ?” હવે તો ય પાછા આપણે શું કહીએ ? આપણાં સંસ્કાર તો છોડે નહીંને ?! ધીમે રહીને કહે, ‘જરાક... જરાક... જરાક...” અલ્યા પણ શું ? ત્યારે કહે, થોડીક ચા.. ત્યારે પેલા એવા હોયને તે કહે. ‘ચંદુભાઈ અત્યારે ચા રહેવા

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52