Book Title: Pratikramana Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ પ્રતિક્રમણ પણ કુદરતની ભૂલ તો થઈ જ ને ! તે તેનું અમે પ્રતિક્રમણ કરાવીએ. દરેક ભૂલનું પ્રતિક્રમણ હોય. સામાનું મન તૂટી ના જાય તેવું અમારું હોય. (૬૪) મારાથી ‘છે’ એને ‘ના નથી’ એમ ના કહેવાય. અને ‘નથી’ એને ‘છે’ એમ ના કહેવાય. એટલે મારાથી કેટલાંક લોકોને દુઃખ થાય. જો ‘નથી’ એને હું ‘છે’ કહું તો તમારા મનમાં ભ્રમણા પડી જાય. અને આવું બોલું તો પેલા લોકોને મનમાં અવળું પડી જાય કે આવું કેમ બોલે છે ? એટલે મારે પેલી બાજુનું પ્રતિક્રમણ કરવું પડે રોજ. આવું બોલવાનું થાય તો ! કારણ કે પેલાને દુ:ખ તો ન જ થવું જોઈએ. પેલો માને કે અહીં આ પીપળામાં ભૂત છે, અને હું કહું કે ભૂત જેવી વસ્તુ નથી આ પીપળામાં, એનું પેલાને દુઃખ તો થાય, એટલે પાછું મારે પ્રતિક્રમણ કરવું પડે. એ તો હંમેશાં કરવું જ પડેને ! (૬૫) ૧૫ પ્રશ્નકર્તા : બીજાની સમજણે ખોટું લાગતું હોય તો એનું શું કરવાનું ? દાદાશ્રી : આ જેટલાં સત્ય છે એ બધાં વ્યવહારિક સત્ય છે. એ બધાં જૂઠાં છે. વ્યવહારના પૂરતાં સત્ય છે. આ મોક્ષમાં જવું હોય તો બધાં ય જૂઠાં છે. બધાનું પ્રતિક્રમણ કરવું પડે. ‘હું આચાર્ય છું’ એનું ય પણ પ્રતિક્રમણ કરવું પડશે. ‘હેય, મેં આચાર્ય માન્યું મારી જાતને.' એનું ય પ્રતિક્રમણ કરવું પડશે. કારણ કે ‘હું શુદ્ધાત્મા છું.’ એટલે આ બધું જ જૂઠું છે. સબ જૂઠા. તને એવું સમજણ પડે કે ના પડે ? પ્રશ્નકર્તા : પડે જ. દાદાશ્રી : સબ જૂઠા. બધા તો નહીં સમજવાથી કહે છે કે ‘હું સત્ય કહું છું.' અરે, સત્ય કહે તો કોઈ સામો આઘાત જ ના હોય. (૬૭) એવું છે ને અમે જે ઘડીએ બોલીએ તે ઘડીએ અમારે પ્રતિક્રમણ જોરદાર ચાલતું હોય. બોલીએ ને સાથે જ. પ્રશ્નકર્તા : પણ જે સાચી વાત છે એ કહેતા હતા એમાં શું પ્રતિક્રમણ કરવાના ? પ્રતિક્રમણ દાદાશ્રી : ના, પણ તો ય પ્રતિક્રમણ તો કરવાં જ પડે ને. કોઈનો ગુનો તેં કેમ દીઠો ? નિર્દોષ છે તો ય દોષ કેમ જોયો ? નિર્દોષ છે તો ય એનું વગોવણું તો થયું ને ? વગોવણું થાય, એવી સાચી વાત પણ ના બોલાય, સાચી વાત એ ગુનો છે. સાચી વાત સંસારમાં બોલવી એ ગુનો છે. સાચી વાત હિંસક ના હોવી જોઈએ. આ હિંસક વાત કહેવાય. ૧૬ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોક્ષમાર્ગ. આપણા મહાત્માઓ શું કરે છે ? આખો દહાડો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જ કર્યા કરે છે. હવે એમને કહેશે કે ‘તમે આ બાજુ હેંડો, વ્રત, નિયમ કરો.' તો કહેશે, ‘અમારે શું કરવા છે વ્રત, નિયમને ? અમારે મહીં ઠંડક છે, અમને ચિંતા નથી. નિરુપાધિ રહે છે. નિરંતર સમાધિમાં રહેવાય. પછી શા માટે ?’ એ કકળાટ કહેવાય. ઉપધાન તપ ને ફલાણા તપ. એ તો ગૂંચાયેલા માણસો કરે બધા. જેને જરૂરિયાત હોય, શોખ હોય. તેથી અમે કહીએ છીએ કે આ તપ એ તો શોખીન લોકોનું કામ છે. સંસારના શોખીન હોય એણે તપ કરવાં જોઈએ. પ્રશ્નકર્તા : પણ એવી માન્યતા હોય કે તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. દાદાશ્રી : કોઈ દહાડો એવું થાય નહિ. કયા તપથી નિર્જરા થાય ? આંતરિક તપ જોઈએ. અદીઠ તપ, જે આપણે કહીએ છીએને કે આ બધા આપણા મહાત્માઓ અદીઠ તપ કરે છે, જે તપ આંખે દેખાય નહીં. અને આંખે દેખાતા તપ અને જાણ્યામાં આવતાં તપ એ બધાનું ફળ પુણ્ય અને અદીઠ તપ એટલે અંદરનું તપ આંતરિક તપ, બહાર ના દેખાય એ બધાનું ફળ મોક્ષ. (૭૫) આ સાઘ્વીજીઓએ શું કરવું જોઈએ. આ સાધ્વીજીઓ જાણે છે કે મને કષાય થાય છે, આખો દહાડો કષાય થાય છે. તો એમણે શું કરવું જોઈએ ? સાંજે બેસી અને એક ગુંઠાણું આખું, આ કષાય ભાવ થયો, આની જોડે આ કષાય ભાવ થયો, આની જોડે આ કષાય ભાવ થયો, એમ બેસીને એની જોડે પાછાં પ્રતિક્રમણ કરે એ, એની જોડે જ, આમ ધારી ધારીને, અને પાછું

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52