Book Title: Pratikramana Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ પ્રતિક્રમણ ૨૦ પ્રતિક્રમણ તો એ સુધરવાનું નથી, પણ આ રીતે એને સુધાર. (૮૧) બધા ય ધર્મો કહે છે કે ‘તમે તપના કર્તા છો, ત્યાગના કર્તા છો. તમે જ ત્યાગ કરો છો. તમે ત્યાગ કરતાં નથી.’ ‘કરતાં નથી’ કહેવું એય “કરે છે” કહ્યા બરાબર છે. એમ કર્તાપણું સ્વીકારે છે અને કહેશે, ‘મારે ત્યાગ થતો નથી” એય કર્તાપણું છે. હા. અને કર્તાપણું સ્વીકારે છે એ બધો દેહાધ્યાસી માર્ગ છે. આપણે કર્તાપણું સ્વીકારતા જ નથી. આપણા પુસ્તકમાં કોઈ જગ્યાએ “આમ કરો’ એવું ના લખેલું હોય. એટલે કરવાનું રહી ગયું અને ‘ના કરવાનું’ કરાવડાવે છે. ના કરવાનું થતું નથી પાછું. થાય પણ નહીં અને વગર કામનો મહીં વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી (શક્તિ ને સમયનો વ્યય). કરવાનું શું છે એ જુદી વસ્તુ કરવાની છે. જે કરવાનું છે એ તો તમારે શક્તિ માગવાની છે. અને પહેલાં જે શક્તિ માગેલી છે તે અત્યારે થઈ રહ્યું છે. (૮૪) પ્રશ્નકર્તા : પહેલાનું તો ઈફેક્ટમાં જ આવેલું છે. દાદાશ્રી : હા. ઈફેક્ટમાં આવ્યું. એટલે કોઝીઝ રૂપે તમારે શક્તિ માગવાની છે. અમે પેલી નવ કલમો જેમ શક્તિ માગવાની કહી છે, એવી સો-બસ્સો કલમો લખીએ તો બધું આખું શાસ્ત્ર આવી જાય એમાં. એટલું જ કરવાનું. દુનિયામાં કરવાનું કેટલું ? આટલું જ. શક્તિ માગવાની, કર્તા ભાવે કરવું હોય તો. પ્રશ્નકર્તા : એ શક્તિ માગવાની વાત ને ? દાદાશ્રી : હા, કારણ કે બધાં કંઈ મોક્ષે ઓછાં જાય છે ?! પણ કર્તા ભાવે કરવું હોય તો આટલું કરો. શક્તિ માગો. શક્તિ માગવાનું કર્તાભાવે કરો, એમ કહીએ છીએ. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન ન લીધું હોય એના માટેની આ વાત છે ? દાદાશ્રી : હા, જ્ઞાન ના લીધું હોય. જગતના લોકો માટે છે. બાકી અત્યારે જે રસ્તે લોકો ચાલી રહ્યા છે ને, એ તદન ઊંધો રસ્તો છે. તે એનું હિત કોઈ પણ માણસ સહેજે પામે નહીં. (૮૫) ‘કરવું છે પણ થતું નથી’ ઉદય વાંકા આવ્યા હોય તો શું થાય? ભગવાને તો એવું કહ્યું'તું કે ઉદય સ્વરૂપમાં રહી અને આ જાણો. કરવાનું ના કહ્યું'તું. તે આ જાણો એટલું જ કહ્યું'તું. તેને બદલે ‘આ કર્યું. પણ થતું નથી. કરીએ છીએ પણ થતું નથી. ઘણું ય ઈચ્છા છે પણ થતું નથી’ કહે છે. અલ્યા, પણ તેને શું ગા ગા કરે છે, અમથો વગર કામનો. ‘મારે થતું નથી, થતું નથી.’ એવું ચિંતવન કરવાથી આત્મા કેવો થઈ જાય? પથ્થર થઈ જાય. અને આ તો ક્રિયા જ કરવા જાય છે, અને જોડે થતું નથી, થતું નથી, થતું નથી બોલે છે. હું ના કહું છું કે ના બોલાય, અલ્યા, ‘થતું નથી’ એવું તો બોલાય જ નહીં. તું તો અનંત શક્તિવાળો છે, આપણે સમજણ પાડીએ ત્યારે તો ‘હું અનંત શક્તિવાળો છું” બોલે છે. નહીં તો અત્યાર સુધી થતું નથી, એવું બોલતો હતો ! શું અનંત શક્તિ કંઈ જતી રહી છે ! કારણ કે માણસ કરી શકે એમ નથી. માણસનો સ્વભાવ કશું કરી શકે નહીં. કરનાર પરસત્તા છે. આ જીવો માત્ર જાણનાર જ છે. એટલે તમારે જાણ્યા કરવાનું અને તમારું આ જાણશો એટલે જે ખોટાં પર જે શ્રદ્ધા બેઠી હતી તે ઊડી જશે. અને તમારા અભિપ્રાયમાં ફેરફાર થશે. શું ફેરફાર થશે ? ‘જૂઠું બોલવું એ સારું છે', એ અભિપ્રાય ઊડી જશે. એ અભિપ્રાય ઊડ્યો એના જેવો કોઈ પુરુષાર્થ નથી આ દુનિયામાં. આ વાત ઝીણી છે, પણ બહુ બહુ વિચાર માગી લે. પ્રશ્નકર્તા : ના, પણ વાત લોજીકલ છે આખી. (૮૯) દાદાશ્રી : સંડાસ જવાનું ય પરસત્તાના હાથમાં છે તો કરવાનું તમારા હાથમાં શી રીતે હોઈ શકે ? કોઈ માણસ એવો જભ્યો નથી કે જેના હાથમાં સ્ટેજ પણ કરવાની સત્તા હોય. તમારે જાણવાનું છે અને નિશ્ચય કરવાનો છે, આટલું જ કરવાનું છે તમારે. આ વાત સમજાય તો કામ નીકળી જશે, હજુ એટલી બધી સહેલી નથી સમજાય એવી. તમને આમાં સમજાય ? કશું કરવા કરતાં જાણવું સારું ? કરવું તરત બની શકે છે ? પ્રશ્નકર્તા : આપ કહો છો એ સમજાઈ ગયું. વાત બરાબર છે પણ એ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52