Book Title: Pratikramana Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 36
________________ પ્રતિક્રમણ ૬૨ પ્રતિક્રમણ બચાવશે. હજુ દેરાસરમાં જઈને પશ્ચાતાપ કરો. અણહક્કનું ખાઈ ગયા હોય તો હજુ પશ્ચાતાપ કરો, હજુ જીવતા છો. આ દેહમાં છો ત્યાં સુધી પશ્ચાતાપ કરો. (૨૭૪) પ્રશ્નકર્તા: એક ડર લાગ્યો, હમણાં આપે કહ્યું કે સિત્તેર ટકા માણસોને પાછા ચાર પગમાં જવાનું છે તો હજી અમારી પાસે અવકાશ ખરો કે નહીં ? દાદાશ્રી : ના, ના. અવકાશ રહ્યો નથી, માટે હજુ જો ચેતોને કંઈ.... પ્રશ્નકર્તા : મહાત્માઓની વાત કરે છે. દાદાશ્રી : મહાત્માને જો કદી મારી આજ્ઞામાં રહેને તો એનું કોઈ નામ દેનાર નથી આ દુનિયામાં. એટલું શું લોકોને કહું છું કે હજુ ચતાય તો ચેતો. હજુ માફી માગી લેશોને તે માફી માગવાનો રસ્તો છે. આવડો મોટો આપણે કાગળ લખ્યો હોય, કોઈ સગાવહાલાને, અને મહીં ગાળો દીધી હોય, આપણે ખૂબ ગાળો દીધી હોય, આખા કાગળમાં બધી ગાળોથી જ ભર્યો હોય, અને પછી નીચે લખીએ કે આજે વાઈફ જોડે ઝઘડો થઈ ગયો છે એટલે તમારે માટે બોલ્યો છું, પણ મને માફ કરી દેજો. તો બધી ગાળો ભૂંસી નાખે કે ના ભૂંસી નાખે ? એટલે બધી ગાળો વાંચે, પોતે ગાળો સ્વીકાર કરે અને પાછું માફે ય કરે ! એટલે આવી આ દુનિયા છે. એટલે અમે તો કહીએ છીએ ને કે માફી માગી લેજો, તમારા ઇષ્ટ દેવ પાસે માગી લેજો. અને ના માગતા હોય તો મારી પાસે માગી લેજો. હું તમને માફ કરી આપીશ. પણ બહુ વિચિત્ર કાળ આવી રહ્યો છે અને તેમાં ચંદુભાઈ પણ ગમે તેમ વર્તે છે. એનો અર્થ જ નથી ને. જવાબદારી ભરેલું જીવન ! એટલે સિત્તેર ટકા તો હું બીતાં બીતો કહું છું. હજુ ચેતવું હોય તો ચેતી જજો. આ છેલ્લી તમને બાંયધરી આપીએ છીએ. ભયંકર દુઃખો ! હજુ પ્રતિક્રમણરૂપી હથિયાર આપીએ છીએ. પ્રતિક્રમણ કરશો તો તો હજુ કંઈક બચવાનો આરો છે અને અમારી આજ્ઞાથી જો કરશો તો તમારું જ ઝપાટાબંધ કલ્યાણ થશે. પાપ ભોગવવાં પડશે પણ આટલા બધાં નહીં. હજારો માણસોની રૂબરૂમાં કોઈ કહે કે “ચંદુભાઈમાં અક્કલ નથી તો આપણને આશીર્વાદ આપવાનું મન થાય કે ઓહોહો, આપણે જાણતા હતા કે ચંદુભાઈનામાં અક્કલ નથી, પણ આ તો એ હઉ જાણે છે, ત્યારે જુદાપણું રહેશે ! (૨૭૭) આ ચંદુભાઈને અમે રોજ બોલાવીએ, કે આવો ચંદુભાઈ આવો ! અને પછી એ દહાડો ના બોલાવીએ, એનું શું કારણ ? એમને વિચાર આવે કે આજે મને આગળ ન બોલાવ્યો. અમે ચઢાવીએ એને, પાડીએ. ચઢાવીએ અને પાડીએ, એમ કરતું કરતું જ્ઞાનને પામે. જ્ઞાન પામવા માટે છે આ બધી ક્રિયાઓ અમારી. અમારી હરેક ક્રિયાઓ જ્ઞાન પામવા માટે છે. દરેકની જોડે જુદી જુદી હોય, એની પ્રકૃતિ નીકળી જ જવી જોઈએ ને. પ્રકૃતિ તો કાઢવી જ પડશે. પારકી વસ્તુ ક્યાં સુધી આપણી પાસે રહે ?! પ્રશ્નકર્તા : ખરી વાત છે, પ્રકૃતિ નીકળ્યા સિવાય છૂટકો જ નથી. દાદાશ્રી : હં. અમારી તો કુદરતે કાઢી આપી, અમારી તો જ્ઞાને કાઢી આપી. અને તમારી તો અમે કાઢીએ ત્યારે જ ને, નિમિત્ત છીએ ને !! (૨૭૭) ૧૯. જૂઠના બંધાણીતે.. પ્રશ્નકર્તા ઃ આપણે જૂઠું બોલ્યા હોઈએ તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય દાદાશ્રી : ચોક્કસ વળી ! પણ જૂઠું બોલ્યા હોયને, તેના કરતાં જૂઠું બોલવાના ભાવ કરો છો, તે વધારે કર્મ કહેવાય. જૂઠું બોલવું એ તો જાણે કે કર્મફળ છે. જૂઠું બોલવાના ભાવ , જૂઠું બોલવાનો આપણો નિશ્ચય, તે કર્મ બંધ કરે છે. આપને સમજમાં આવ્યું? આ વાક્ય કંઈ હેલ્પ કરશે તમને ? શું હેલ્પ કરશે ? પ્રશ્નકર્તા : જૂઠું બોલતાં અટકવું જોઈએ. દાદાશ્રી : ના. જૂઠું બોલવાનો અભિપ્રાય જ છોડી દેવો જોઈએ. અને જૂઠું બોલાઈ જવાય તો પશ્ચાત્તાપ કરવો જોઈએ કે ‘શું કરું ?! આવું જૂઠું ના

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52