Book Title: Pratikramana Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 16
________________ પ્રતિક્રમણ પ્રતિક્રમણ સમજ્યા પછી પણ કરવાનું તો રહે જ ને ? જેમ કરવાની સત્તા નથી તેમ જાણવાની પણ સત્તા તો નથી જ ને ? દાદાશ્રી : ના, જાણવાની સત્તા છે. કરવાની સત્તા નથી. આ બહુ ઝીણી વાત છે. આટલી જો વાત સમજણ પડે તો બહુ થઈ ગયું. (૯૦) એક છોકરો ચોર થઈ ગયો છે. એ ચોરી કરે છે. લાગ આવે તે ઘડીએ લોકોના પૈસા કાઢે. ઘેર ગેસ્ટ આવ્યા હોય તેને ય ના છોડે. હવે એ છોકરાને શું શીખવાડીએ આપણે ? કે તું દાદા ભગવાન પાસે ચોરી ન કરવાની શક્તિ માગ, આ ભવમાં. હવે એમાં શું લાભ થયો એને ? કોઈ કહેશે, ‘આમાં શું શીખવાડ્યું ?” એ તો શક્તિઓ માગ માગ કર્યા કરે છે. અને પાછો ચોરી તો કરે છે. અરે છો ને, ચોરી કરતો. આ શક્તિઓ માગ માગ કરે છે કે નથી કરતો ? હા શક્તિઓ તો માગ માગ કરે છે. તો અમે જાણીએ કે આ દવા શું કામ કરી રહી છે. તમને શું ખબર પડે કે દવા શું કામ કરી રહી છે. ! પ્રશ્નકર્તા : ખરું એ જાણતા નથી કે દવા શું કામ કરી રહી છે. એટલે માગવાથી લાભ થાય છે કે નહીં એ પણ નથી સમજતા. દાદાશ્રી : એટલે આનો શો ભાવાર્થ છે ? કે એક તો એ છોકરો માગે છે કે મને ચોરી ન કરવાની શક્તિ આપો. એટલે એક તો એણે એનો અભિપ્રાય બદલી નાખ્યો. ‘ચોરી કરવી એ ખોટી છે, અને ચોરી ન કરવી એ સારી છે.” એવી શક્તિઓ માગે છે માટે ચોરી ન કરવી એ અભિપ્રાય ઉપર આવ્યો. મોટામાં મોટું આ અભિપ્રાય બદલાયો ! અને અભિપ્રાય બદલાયો એટલે ત્યાંથી આ ગુનેગાર થતો અટક્યો. પછી બીજું શું થયું ? ભગવાન પાસે શક્તિ માગે છે એટલે એની પરમ વિનયતા ઉત્પન્ન થઈ. હે ભગવાન શક્તિ આપો. એટલે તરત શક્તિ આપે એ, છૂટકો જ નહીં ને ! બધાને આપે. માગનાર જોઈએ. તેથી કહું છું ને માગતાં ભૂલો. આ તમે તો કશું માગતા જ નથી. કોઈ દહાડો નથી માગતા. આ વાત તમને સમજાઈ, શક્તિ માગો એ ? (૯૧) દાદાની પાસે માફી માગવી, જોડે જોડે જે વસ્તુને માટે માફી માગીએ, તે માટે મને શક્તિ આપો, દાદા શક્તિ આપો. શક્તિ માગીને લેજો, તમારી પોતાની વાપરશો નહીં. નહીં તો તમારી પાસે ખલાસ થઈ જશે. અને માગીને વાપરશો તો ખલાસ નહીં થાય ને વધશે, તમારી દુકાનમાં કેટલો માલ હોય ? હરેક બાબતમાં દાદા, મને શક્તિ આપો. હરેક બાબતમાં શક્તિ માગ માગ કરીને જ લેવી. પ્રતિક્રમણ ચૂકી જવાય તો પ્રતિક્રમણ મને પદ્ધતિસરનું કરવાની શક્તિ આપો. બધી શક્તિ માગીને લેવી. અમારી પાસે તો તમે માગતા ભૂલો એટલી શક્તિ છે. (૯૨) ૬. રહે ફૂલ, જાય કાંટા... પ્રકૃતિ ક્રમણથી ઊભી થઈ છે, પણ અતિક્રમણથી ફેલાય છે, ડાળાં-બાળાં બધું ય ! અને પેલું પ્રતિક્રમણથી બધું ફેલાયેલું ઓછું થઈ જાય, એટલે એને ભાન આવે. (૧૦૧) એટલે મારું શું કહેવાનું છે કે, અત્યારે કોઈ જગ્યાએ દર્શન કરવા માટે ગયાં, ને ત્યાં લાગે કે આપણે ધાર્યા હતા જ્ઞાની અને નીકળ્યા છે ડોળી ! હવે આપણે ત્યાં ગયા એ તો પ્રારબ્ધના ખેલ છે, ને ત્યાં મનમાં જે ભાવ એના માટે ખરાબ આવ્યા કે અરેરે, આવા નાલાયકને ત્યાં ક્યાં આવ્યો ? એ નેગેટિવ પુરુષાર્થ આપણો મહીં થયો છે, એનું ફળ આપણે ભોગવવું પડે, એને નાલાયક કહ્યાનું ફળ આપણે ભોગવવું પડે, પાપ ભોગવવું પડશે. અને વિચાર આવવો એ સ્વાભાવિક છે, પણ તરત જ મહીં શું કરવું જોઈએ પછી ? કે અરેરે, મારે શા માટે આવો ગુનો કરવો જોઈએ ? એવું તરત જ, સવળા વિચાર કરીને આપણે લૂછી નાખવું જોઈએ. હા, “મહાવીર' ભગવાનને સંભારીને કે ગમે તેને સંભારીને, ‘દાદા'ને સંભારીને, પ્રતિક્રમણ કરી લેવું જોઈએ કે અરેરે ! એ ગમે તેવો હોય, મારા હાથે કેમ અવળું થયું ? સારાને સારું કહેવામાં દોષ નથી, પણ સારાને ખોટું કહેવામાં દોષ છે અને ખોટાને ખોટું કહેવામાં ય દોષ બહુ છે. જબરજસ્ત દોષ ! કારણ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52