Book Title: Pratikramana Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 32
________________ પ્રતિક્રમણ પ્રતિક્રમણ ઢીલું થાય, પણ ઊડી ના જાય. ફળ આપ્યા વગર રહે નહીં અને તમારે તો એ કર્મ ઊડી જ જાય. કોઈના દોષ દેખાય નહીં તો જાણવું કે સર્વવિરતી પદ છે, સંસારમાં બેઠાં ય ! એવું આ ‘અક્રમ વિજ્ઞાનનું સર્વવિરતી પદ જુદી જાતનું છે. સંસારમાં બેઠાં, ધુપેલ, ઑઈલ માથામાં નાખતાં ય, કાનમાં અત્તરનાં પૂમડાં ઘાલીને ફરતો હોય પણ એને કોઈને ય દોષ ના દેખાય. (૨૩૧). વીતષ થયો તેને એકાવતારી કહેવાય છે. એમાં, વીતદ્વેષમાં જેને કાચું રહ્યું હોય, તેને બે-ચાર અવતાર થાય. (૨૩૨) ૧૫. ભાવ અહિંસાની વાટે.. પ્રશ્નકર્તા : મોક્ષે જતાં પહેલાં, કોઈ બી જાતના જીવ સાથે લેણ-દેણ હોય તો, આપણે એનાં પ્રતિક્રમણ કર્યા કરીએ તો એ આપણને છૂટકારો આપી જ પશ્ચાતાપ થવો જોઈએ, કે આવું ન થાય. ફરી આવું ના થાય એની જાગૃતિ રાખવાની. એવો આપણો ઉદેશ રાખવાનો. ભગવાને કહ્યું હતું, કોઈને મારવો નથી એવો ભાવ સજ્જડ રાખજે. કોઈ જીવને સહેજેય દુઃખ નથી દેવું, એવું રોજ પાંચ વખત ભાવના રાખજે. મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિતમાત્ર દુઃખ ન હો એવું પાંચ વખત સવારમાં બોલી અને સંસારી પ્રક્રિયા ચાલુ કરજે. એટલે જવાબદારી ઓછી થઈ જાય. કારણ કે ભાવનો અધિકાર છે. પેલું સત્તામાં નથી. (૨૩૬) પ્રશ્નકર્તા : ભૂલથી થઈ ગયું હોય તો પણ પાપ લાગેને ? દાદાશ્રી : ભૂલથી દેવતામાં હાથ મૂકું તો શું થાય ? પ્રશ્નકર્તા : દાઝી જવાય. દાદાશ્રી : નાનું છોકરું ના દાઝે ? પ્રશ્નકર્તા: દાઝે. દાદાશ્રી : એ હઉ દાઝે ? એટલે કશું છોડે નહીં. અજાણતાથી કરો કે જાણીને કરો, કશું છોડે નહીં. (૨૩૭) પ્રશ્નકર્તા : કોઈ મહાત્માને જ્ઞાન પછી, રાત્રે મચ્છર કૈડતા હોય, તો તે રાત્રે ઊઠીને મારવા માંડે, તો તે શું કહેવાય ? દાદાશ્રી : એ ભાવ બગડ્યો કહેવાય. જ્ઞાનની જાગૃતિ ન કહેવાય. પ્રશ્નકર્તા : એને હિંસક ભાવ કહેવાય. દાદાશ્રી : હિંસક ભાવ તો શું પણ હતો તેવો થઈ ગયો કહેવાય. પણ પછી પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. પ્રશ્નકર્તા: પાછું ફરી તેવું ને તેવું, બીજે દહાડે કરે તો ? દાદાશ્રી : અરે, સો વખત કરે તો ય પ્રતિક્રમણથી ધોવાઈ જાય. (૨૩૭) મારી નાખવાનો તો વિચારે ય ના કરવો. કોઈ પણ વસ્તુ ના ફાવે તો દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા : પણ એ શું બોલાય ? દાદાશ્રી : જે જે જીવોને કંઈ પણ મારાથી દુઃખ થયાં હોય, તે બધા મને માફ કરો. પ્રશ્નકર્તા : જીવમાત્ર ? દાદાશ્રી : જીવમાત્રને. પ્રશ્નકર્તા ઃ એટલે પછી એમાં વાયુકાય, તેઉકાય, બધા જીવો આવી જાય. દાદાશ્રી : એ બધું બોલ્યા, એટલે એમાં બધું આવી જાય. પ્રશ્નકર્તા : કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું કરવું? દાદાશ્રી : અજાણથી હિંસા થાય પણ ખબર પડે એટલે આપણને તરત

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52