Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 6
________________ શ્રીમદ્જીનાં બોધ ઉપર સ્થિર થઈ અને શ્રીમદ્જીનાં ૧૬ વર્ષ પછીનાં વચનો આ હેતુ માટે વધુ યોગ્ય લાગતા આ પ્રજ્ઞાબીજ લખવા પ્રેરાયો છું. શ્રીમદ્જીએ નક્કી કરેલી વિષયચિ ન હોવાથી તેને પ્રજ્ઞાવબોધ નામ આપી શકાય નહીં. તેવી સમજ સાથે પ્રજ્ઞાબીજ નામ રાખ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર રાજકોટનાં ટ્રસ્ટીગણ સાથે ઘણાં વર્ષથી આત્મિયતા હોવાથી આ ગ્રંથ સંબંધી ચર્ચા સહેજે થઈ અને તેઓશ્રીએ આ ગ્રંથનું પ્રકાશન જ્ઞાનમંદીર, રાજકોટ કરે તેવી ઇચ્છા વ્યક્ત કરતા મેં સહર્ષ એ વાત સંમત રાખી. સમસ્ત ટ્રસ્ટિમંડળે આ વાત વધાવી લીધી તે બદલ સર્વ ટ્રસ્ટીશ્રીનો આભારી છું. ૫. કુ. દેવ શ્રીમદ્જીનું ૧૫૦મું જન્મ વર્ષ ચાલી રહ્યું છે. આ નિમિત્તે ઠેર-ઠેર ઉત્સવો યોજાયા છે. આ ગ્રંથ એક માત્ર પુષ્પ પાંખડી રૂપે આ પ્રસંગે સમર્પિત કરતા હર્ષ થાય છે. આ લેખકને લેખનકળાનો બહું અનુભવ નથી, છતાં શ્રીમદ્જી પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને બાળચેષ્ટારૂપ આ પ્રવૃત્તિ થઈ છે, તેને સૌ વાંચક મિત્રો, મુમુક્ષુઓ પ્રેમથી સ્વિકારશો તેવી અપેક્ષા રાખું છું. લેખનમાં કોઈ ક્ષતિ જણાય તો દરગુજર કરવા સાથે મારું ધ્યાન દોરવા માટે પણ વિનંતિ કરું છું. અંતમાં જ્ઞાનીની આજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો તે માટે લઘુતાભાવે ક્ષમા ચાહું છું. ( મિચ્છામિ દુક્કડમુ) મધુભાઈ પારેખ ૩૦, શ્રીમદ્ પાર્ક, રેસકોર્સ રોડ, રાજકોટ M. : 94279 63060 Alaus euenox #6 BRERA

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 304