Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 5
________________ લેખકના બે બોલ શ્રીમદ્ રાજચંદ્ર દેવનાં વચનામૃતોનું છેલ્લા ૩૫ વર્ષથી પાન કર્યાથી જે આત્મિક શાંતિનો અનુભવ થયો, સ્વમત સંબંધી આગ્રહો હતા તે લગભગ છૂટી ગયા, માન અને મોહભાવ શિથિલ થયા, લોભ અને પરિગ્રહ મંદતાને પામ્યા અને ચિંતન-મનનની વૃત્તિ બળવાન થયાનું જણાય છે. આવી પ્રાપ્તિ સર્વ મુમુક્ષુઓને પણ થાય એવી ભાવના થતા કંઈક લખવાની વૃત્તિ થઈ આવ્યાથી શું લખવું તેવો પ્રશ્ન થયો. શ્રીમદ્જીનાં જીવન પ્રસંગો અને આત્મસિદ્ધિશાસ્ત્ર સંબંધમાં ઘણું લખાયું છે. ઘણાં પ્રવચનો, સ્વાધ્યાય વગેરે થતા રહ્યા છે. કંઈક અલગ વિષયનો વિચાર રહેલો તેવામાં અંતઍરણાં થઈ કે શ્રીમદ્જીએ ૧૬મા વર્ષે મોક્ષમાળા (બાલાવબોધ) લખેલી અને પ્રજ્ઞાવબોધ કોઈ લખે તેવી ભાવના રાખેલી. પૂજ્યશ્રી બ્રહ્મચારિજી અને આત્માર્થી શ્રી ડૉ. ભગદાસભાઈએ આ ભાવના અનુસાર રચનાઓ પણ કરી છે, જે સુંદર રચના છે. ૫. કે. દેવ શ્રીમદ્જીએ પ્રજ્ઞાવબોધ માટે વિષયો નક્કી કર્યા છે જે વચનામૃતજીમાં દર્શાવ્યા છે. તે અનુસાર આ બન્ને મહાનુભાવોએ ન્યાય આપ્યો છે. ઘણા વર્ષથી આ ગ્રંથો પ્રકાશિત થયા છતા લોકોને તે ગ્રંથોનો બહું પરિચય હોય તેમ લાગતું નથી. વિચાર કરતા એવું લક્ષમાં આવ્યું કે આ વિષયો ગહન છે જેથી લોકોની રૂચિ તે પ્રત્યે બહુ વળતી નથી. આ વિચાર કરતા એમ લાગ્યું કે વિષયો બદલવાનું કરીએ તો ? પરંતુ વિષયશુચિ શ્રીમદ્જીએ જ લખી છે તે કેમ બદલાય ? પ્રજ્ઞાવબોધ અર્થાતુ પ્રજ્ઞાવંત પુરુષોનો બોધ, જે, સાધકને પ્રજ્ઞાવંત થવામાં સહાયકારી થાય તો સાર્થક ગણાય. પ્રજ્ઞાવંત પુરષનો વિચાર કરતા નજર Read mouenox H 5 BRERA

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 304