________________
પર્વ મહિમા દર્શન આત્માને આ ગુણ મેળવવાની દેઢ તમન્ના છે, છતાં આત્માને તેની પોતાની માલિકીની એ વસ્તુ નથી મળી શકતી તેનું કારણ વિચારજે. કેઈ માણસ પાસે તમે પાંચ હજાર રૂપિયા માંગે છે, તમારા અને તેને બંનેના ચોપડામાંથી આ વાત સાબિત થાય છે. તમે કોર્ટમાં દા કરે છે ન્યાયાધીશ તમારું લેણું સાચું છે એ ઠરાવી આપે છે, અને હુકમનામું કરી આપે છે, છતાં એ પૈસા તમે સીધી રીતે મેળવી શકતા નથી. ધ ક્રિયા આત્માને પડતે બચાવે છે. - તમારું લેણું છે, તમે પિસા માંગે છે, તમારું માંગણું વ્યાજબી છે, એ સઘળી વાત કબૂલ છે, પરંતુ તે છતાં તમારું એવું કાંઈ બળ નથી કે જેથી તમે ઘરમાં પેસી જઈને તેની પાસેથી તમારા પૈસા વસુલ કરી શકે. તમારા પૈસા લે છે, તમે માગો છો એ વાત સાચી છે. સરકારે તે વાત કબૂલ રાખી છે, પરંતુ તે છતાં તમારું લેણું વસુલ કરવા અહીં તમને બેલીફની જરૂર પડે છે, અને તમારું જે લેણું હેય તે માત્ર બેલીની મારફત જ વસુલ કરી શકાય છે. બેલીફથી લેણું વસૂલ કરાય.
એ જ પ્રમાણે આત્માને કરવી પડતી ક્રિયાઓનું પણ સમજવાનું છે. આત્માને જે કેવળ જ્ઞાન થવાનું છે તે જ્ઞાન બહારથી લાવવાનું નથી, અથવા તે જ્ઞાન કેઈની પાસેથી ઉછીનું પણ લેવા જવાનું નથી. પરંતુ એ જ્ઞાન તમે ક્રિયાઓ દ્વારા જ પ્રાપ્ત કરી શકે છે. ગાયનું ઉદાહરણ આપણે આગળ જોયું છે. ગાયને જાડે ખીલે બાંધીએ તે તેનાથી તે છૂટી થઈને ગમે તેમ રખડી શકતી નથી, અને તે ગમે ત્યાં રખડવા જતી ન હોવાથી તેનું દૂધ પણ ચરાવા પામતું નથી, પરિણામે ગાય વધારે દૂધ આપે છે. ગાયને ખીલે બાંધવામાં જેમ તેને રખડતી બંધ કરવાને ઉદ્દેશ રહે છે, તે જ પ્રમાણે આત્માને ક્રિયામાં જોડવામાં પણ તેને વિવિધ વિષયે તરફ ભમતે અટકાવવાને, જ હેતુ છે. આત્માને ક્રિયાઓ વડે વિષયમાં વહી જ રોકી રાખવાને જ ઉદેશ છે અને એ જ ઉદેશપૂર્વક જૈન શાસનની સઘળી ધર્મ કિયાઓને અવકાશ છે.