________________
શ્રી અરિહંત પદ વ્યાખ્યાન
“ધર્મ જેવું નામ પણ ન હય, સ્વપ્ન પણ ધર્મ ખ્યાલમાં ન હોય. તેવી દશા આખા જગતની હોય તે વખતે કલ્યાણને રસ્તે કયાંથી મળે? કેઈ ધર્મને સાંભળતું નથી, દેખતું નથી. આ વખતે ત્રિલેકનાનાથ ન જન્મે તે થાય શું ? આટલા કારણથી કષભદેવજીને ૧૮ કેડાર્કડ સાગરોપમનું અંધારું ટાળનાર ગણીએ છીએ. કારણ? “ધર્મ એ શબ્દ બંધ થઈ ગયું હતું, શબ્દ પણ લેપાઈ ગયે, જ્યાં “ધર્મ” શબ્દ નથી ત્યાં “ધર્મ” શબ્દની કલ્પના પણ કોને આવે ?
ગામમાં હજારો ગાય, ભેંસ, બળદે, પાડા છે. જાનવરની આખી જિંદગીઓ પૂરી થાય તે પણ “ધર્મશબ્દ સ્વને પણ તેને સાંભળવામાં ન આવે. તીર્થકર જગ્યા ન હતા, ત્યાં સુધી દુનિયાદારીની જિંદગી હતી. જાનવરને માલિકની મહેનતનું ફળ આપવું. જિંદગીની જરૂરીઆત પૂરતું માલિક પાસેથી લેવું. જિંદગી પૂરી થાય કે હાલતાં થવું. આપણે પણ ઘરના એક જાનવર છીએ. કુટુંબ અને ઘરના જાનવર છીએ. જાનવર પિતાના નિર્વાહ જેગુંલે. જાનવર સવારથી સાંજ સુધી વાહનમાં–મજુરીમાં જોડાય, તેમ કરતાં જિંદગી પુરી થાય પછી હાલતાં થવાનું, તેમ આપણે સવારથી સાંજ સુધી કુટુંબ માટે મહેનત કરી, એ જિંદગી પૂરી થાય પછી હાલતાં થવાનું. તીર્થકર ભગવાને ધર્મ સમજાવ્યું ન હતું ત્યાં સુધી આપણું જિંદગી ઢેર જેવી જ હતી. જાનવર જેવા આપણે હતા. હું કેણુ છું ? ક્યાંથી આવ્યો? ક્યાં જઈશ ? પુણ્ય ભોગવું છું.? પાપ ભેગવું છે? તેમાંને કાંઈ વિચાર નથી. જાનવર ગમે તેટલા વરસ જીવે તે ધર્મ–આત્મ–ભવ-પુણ્ય-પાપ સંબંધી કંઈ પણ વિચાર તેને કરવાનું રહેતું નથી. તેવી જ આપણી દશા હતી. જિનેશ્વરે ધર્મ જણાવ્યું ન હતું, ત્યાં સુધી આપણને પણ આત્મા વગેરે બાબતને વિચાર ન હતે. ધર્મની આખી ગુફા બંધ, ધર્મની ગુફાનાં બારણું બંધ હતાં. આ દશા હતી. એ કરતાં પણ જગતમાં કહેવાય છે કે “ફળ ન મળે તે કરતાં કારણ મળવું સારૂં.' છેક પરીક્ષા વખતે રાતદિવસ ઉજાગરા કરી શરીરને શેષવી નાખે છે. ફીના પૈસા પૂરા ખરચે છે. મા ગરીબ છે, ને પરીક્ષામાં ચોકડી મળે. તેને જે બળતરા થાય તે બળતરા ધૂળમાં રમનારા છેકરાને ન હોય.”