Book Title: Parv Mahima Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 559
________________ ઉo . પર્વ મહમા દશ શાસ્ત્રકાર મહારાજા શ્રી રત્નશેખર સૂરીશ્વરજી શ્રીપાળચરિત્ર રચતાં જણાવી ગયા કે બે પ્રકારના શ્રોતા હોય છે. એક પરમ શુશ્રુષાવાળા ને. બીજા અપરમ શુશ્રષાવાળા. પહેલા શ્રોતાનું ધ્યાન તત્વ તરફ હોય. પરણવા જનાર બધો આડંબર કરે પણ દૃષ્ટિ લગ્ન તરફ. જેની દષ્ટિ તત્વ તરફ હોય તે પરમ શુશ્રષાવાળા અને જોવા આવેલા લોકોની દષ્ટિ આડંબર તરફ હોય તે તે વાજાં ને વરઘેડો કે છે તે જ જોયા કરે, તત્વ તરફ દષ્ટિ ન રાખે, તેવી રીતે જે કેવળ રસકથામાં લીન થાય તેને અપરમશુશ્રષાવાળા ગણ્યા, હું ગ્રંથ કરું છું તે તત્ત્વકથા.. અંદર રસકથા આવે છે, તેમાં મારું તત્ત્વ નથી. પરમશુભ્રષાથી સાંભળે. એ મારું ધ્યેય છે. આ ધ્યેય હોવું જોઈએ. નવપદ શી ચીજ ? પાંચપરમેષ્ઠિ ગુણવાળાને ગઠવ્યા પછી જેમ ઝવેરીઓ હાથમાં હીરે લે, ચેકસી હાથમાં સોનું રૂપું લે. લીધા પછી તેજ, પાણી, કસ. રૂપે જોવાય તેમ પદાર્થ લીધા પછી ગુણ જોવાય. આથી પંચ પરમેષ્ઠિમાં ગુણને આગળ કર્યા છે. આગળ શાથી. ક્યાં છે? ગુણવાન હોવાથી. જગતમાં જે આત્મીય ઉત્કૃષ્ટગુણનું વિધાન. તે પંચ પરમેષ્ઠિમાં છે. તે સિવાય આત્મીય ગુણનું સ્થાન કોઈ નથી. માટે પાંચ પરમેષ્ઠિને આગળ કર્યા છે. કલપવૃક્ષ પાસે તુ માગણી ન કરાય. કલ્પવૃક્ષ આરાધનારે જે બુદ્ધિએ-ઈચ્છાએ આરાધે તે વસ્તુ, પામે. કેરડા માંગે તે કેરડા મળે, કારણ કે કલ્પવૃક્ષને સ્વભાવ છે કે માગે તે આપે, તેમ પંચપરમેષ્ઠિ એવા છે કે જેવી બુદ્ધિએ આરાધે તેવું ફળ આપે. બાહ્ય પૌગલિક દષ્ટિએ આરાધીએ તે તેવું ફળ આપે. આત્મિક દ્રષ્ટિએ આરાધો તે આત્મિક ગુણ મળે. સહેલાઈથી ન મળતી હોય તેવી ચીજ માટે કલ્પવૃક્ષનું આરાધન હોય. બેર કે કેરડા માટે કલ્પવૃક્ષનું આરાધન ન હોય. દુર્લભ ચીજ માટે કલ્પવૃક્ષનું આરાધન હોય. વિષ આરંભે વગેરે સંસારમાં દુર્લભ નથી, અનંતી વખત પ્રાપ્ત કર્યા. માટે પરમેષ્ઠિ પાસે શરીરાદિ ઈન્દ્રિય સુખ સાધનોની ઈચ્છા ન રાખવી. પરમેષ્ઠિનું આરાધન કરે, છતાં ફળ ન મળે તે બેનશીબ કહેવો પડે.

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580