________________
પર્વ મહિમા દર્શન ત્યાં કોઈ શેઠીયાના ઘરની બાઈએ, ઠાકરના ઘરની કે એવી બાઈએ મારે માલ ખરીદ કરવા આવશે. ૫-૧૦ ટકોરા મારશે, ભાવતાલ નકકી કરશે. એમાં વાંધે બે પૈસાને પડે, અને કદાચ તે માલ લીધા વગર ચાલી જાય છે તે વખતે હું દૂર દૂરથી અહીં વેચવા આવી; અને ખરીદ, ન કરે તે મારે પિત્તો ગરમ થઈ જાય અને ટેવને અંગે ઊંચા નીચા અપશબ્દો બોલાઈ જવાય તે માટે વેપાર થાય નહિ. જે ગધેડી સાથે પણ બેલવાની આવી ટેવ પડી હશે તે ઘરાક સાથે પણ મીઠાશથી વાત કરીશ તે ઘરાક મારો માલ સંતેષથી ખરીદી જશે. આ કારણે સારા શબ્દો બોલવાની ટેવ પાડવા માટે “ચાલ બેન, ચાલ” એમ ગધેડીને પણ કહું છું.
આપણા બાળકોને ઘણી વખત આવેશમાં ને આવેશમાં કેટલીક વખત મન ન હોય છતાં રાંડ-મુવા-આંધળાં, તારૂં નાખોદ જાય વગેરે અપશબ્દો બોલી નંખાય છે. તે ટેવો બાળકમાં પડવાની. એક વખત અપશબ્દ આવેશમાંથી બોલાય છે, પરંતુ અંતઃકરણમાં તેવાં પરિણામ ન હોય છતાં આકરા શબ્દ બેલેલા હેય તેનાં ફળ બીજા જ જન્મમાં સીધા અનુભવમાં પડે છે, જૂઠું બોલવાથી, બીજાની મર્મ વાતે પ્રગટ કરવાથી, જૂઠું અભ્યાખ્યાન-કલંક-આળ આપવાથી, સીતા માફક
ટું કલંક ચડે છે, જીભમાં કીડા પડે છે, વાચા મળતી નથી. આવાં કટક ફળે અનુભવવા પડે છે. તે બને તેટલું મૌન રાખવાની ટેવ પાડવી. બલવાની જરૂર પડે ત્યારે હિત–મિત-પ્રિય વચન બોલવું. સાચું વચન હેય છતાં બીજાને અપ્રિય લાગે તેવું વચન બોલવા માટે ભગવાન ના કહે છે. એટલું જ નહિ સૌમ્ય-મધુર વચનથી જ પુત્રસ્ત્રી-પરિવાર-કર વગેરે પાસે કામ કરાવે. મધુર વચનમાં એવી તાકાત છે કે સામા મનુષ્યને કામ કરવાની ઈચ્છા ન હોય છતાં મધુરવચન. કામ કરાવી દે.
મહાશતક શ્રાવકની સ્ત્રી રેવતી વાછરડાના માંસ ખાવામાં અત્યંત લુપી, મદિરાપાન કરવામાં આસક્ત વિષયાસક્ત, એટલી બધી કે પિતાની સાત શકયોને ઝેર આપી મારી નાખી છે, તે રેવતી કોઈ વખત મહાશતક શ્રાવક રાત્રીએ પૌષધ અંગીકાર કરી કાઉસ્સગ્ન સ્થાનમાં