________________
જ્ઞાનપંચમી દેશના દિવસ પર્વ તરીકે રાખે છે. આ વાત ઠીક છે. પરંતુ કાર્તિક શુદ પાંચમને બદલે માગશર, પિષ કિંવાં મહા માસમાં આ પર્વ રાખવામાં આવ્યું હતું તે તેથી શું ગેરલાભ થાત ? અનુકુળતાની દષ્ટિએ કાર્તિક માસ જેવો જ્ઞાનની આરાધનાને માટે બીજે કઈ મહિનો નથી.
- બીજો મહિને ન હેવાનું કારણ ધ્યાનપૂર્વક સમજવા અને સાંભળવા જેવું છે ! જ્ઞાનની આરાધના માટે કાર્તિક માસ.
જ્ઞાનની આરાધના એટલે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને, એ ત્રણેની ભક્તિ તેને જ્ઞાનની આરાધના કહે છે. હવે પિષ કે વૈશાખ માસમાં તમે જ્ઞાનીને ક્યાં શોધવા જશે તેને વિચાર કરે. સાધુઓની સ્થિરતા કાર્તિક માસ સુધી જ હોય છે. અને જ્ઞાનીઓની કાતિક માસમાં સ્થિરતા હોવાથી જ્ઞાની સાધુઓની આરાધના માટે કાર્તિક માસ સૌથી વધારે અનુકૂળ છે. ચાતુર્માસ પૂરો થયા પછી સાધુ. મહારાજાઓની સ્થિરતા હોતી નથી અને તેની આરાધના કરવાનું પણ દરેકને માટે અનુકૂળ થઈ પડતું નથી. કાર્તિક માસમાં સાધુઓની સ્થિરતા હોય છે. પ્રકૃતિનાં તેફાને સમી ગએલાં હોય છે, એટલે જે ગામમાં જ્ઞાનીઓ હોય તે ગામના લોકોને તે આરાધના માટે યોગ્ય તક મળે જ છે. એટલું જ નહિ પણ જેમને જ્ઞાનની આરાધના કરવી જ છે, તેઓ પણ અનુકૂળ પડે તે સ્થળે જઈ જ્ઞાનની આરાધના કરી શકે છે. આ રીતે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનું સાધન એ ત્રણેના આરાધના માટે કાર્તિક માસ; અને જ્ઞાન પાંચ હોવાથી પંચમી એ જ દિવસ જ્ઞાનપંચમી થવાને માટે પૂરી રીતે લાયક છે. જ્ઞાનની મહત્તા
જ્ઞાનની મહત્તા સર્વશ્રેષ્ઠ, સંસ્કૃષ્ટ અને સર્વોપરી હેવાથી જ જ્ઞાનની આ મહત્તા જૈન દર્શનમાં સ્વીકારવામાં આવી છે. તત્વદર્શનમાં જ્ઞાન દીપક સમાન છે. બીજા અનેક તવેમાં જ્ઞાન તત્વ સુંદર છે અને પ્રકાશ સમાન બળવાન છે. આ ભયંકર ભવ સંસારને તરવાને માટે જ્ઞાન એ અત્યંત ઉપયોગી નૌકા છે અને તેથી જ જ્ઞાનની મહત્તા વધારે છે. નિવૃત્તિરૂપ ચારિત્ર, પ્રવૃત્તિરૂપ ચારિત્ર, દાન, ક્રિયા બધી પ્રવૃત્તિએ ફાયિક્તાને અર્પણ કરનારી છે, છતાં તે સઘળી