Book Title: Panch Sutram Author(s): Rajshekharsuri, Dharmshekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 7
________________ અનુવાદકારનું પ્રાકકથન / પાંચ સૂત્રોમાં જે મહત્ત્વના પાંચ વિષયોને ગૂંથી લેવામાં આવ્યા છે તેનો સંક્ષિપ્ત ભાવાર્થ આ પ્રમાણે છે સૂત્ર-૧ પાપપ્રતિઘાત અને ગુણબીજાધાના અત્યંત દુર્ગધી પાત્રને જ્યાં સુધી સારી રીતે ધોઇને સ્વચ્છ કરવામાં ન આવે ત્યાં સુધી સુગંધી દ્રવ્યોનું ભાજન બનવાની તેમાં લાયકાત આવતી નથી. તે જ રીતે અનાદિ કાળના કુસંસ્કારો રૂપી ગાઢ પાપકર્મોનો નાશ ન થાય ત્યાં સુધી આત્મા પણ સદ્ગુણોની સુગંધથી સુવાસિત ન બની શકે. તે તેથી પ્રથમ સૂત્રમાં સદ્ગુણોની પ્રાપ્તિ માટે અનિવાર્ય પાપકર્મના વિનાશ અર્થે (૧) અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારનું શરણ (૨) સ્વકૃત દુરાચારોની તીવ્ર નિંદા અને સત્કૃત્યોની પ્રસંશા-અનુમોદના એ ત્રણ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. સૂત્ર-૨ સાધુધર્મ પરિભાવના પોતાના આત્માની કર્મબન્ધનથી મુક્તિ એ આત્માના શુભ પુરુષાર્થનું અંતિમ લક્ષ્ય છે. સાધુપણાનું પાલન =જ્ઞાન દર્શન-ચારિત્રની ઉચ્ચ કોટિની સાધના) એ મુક્તિનો એકમાત્ર ઉપાય છે. તે ઉપાય પ્રાપ્ત કરવા માટે મુમુક્ષુ જીવને પૂર્વાભ્યાસ કરવાની જરૂર છે. એ પૂર્વાભ્યાસમાં સાધુધર્મ સ્વીકારવાની [ રુચિ તીવ્ર બનાવવી, સાધુપણાનાં કર્તવ્યો બરાબર સમજવાં, તેની ઉપયોગીતાથી આત્માને બરાબર ભાવિત કરવો, અંતે તે માટે અંશથી સાધુપણા રૂપ પાંચ અણુવ્રતોનો સ્વીકાર કરી તેનું વિશુદ્ધ પાલન કરવું વગેરેનો સમાવેશ થાય સૂત્ર-૩ પ્રવ્રજ્યા-ગ્રહણ-વિધિ પ્રવજ્યાગ્રહણવિધિ એટલે સાધુપણાને ભાવથી, હર્ષ પૂર્વક સ્વીકારવાનો વિધિ. પહેલાં આંશિક સાધુપણાનો વિશુદ્ધ અભ્યાસ કર્યા બાદ માતાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194