Book Title: Panch Sutram Author(s): Rajshekharsuri, Dharmshekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 5
________________ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજાનો ઉપકાર તો ચતુર્વિધ શ્રી સંઘ કોઇકાળે વિસરી શકે તેમ નથી. પુણ્ય મળેલી નાશવંત સંપત્તિને શુભ ક્ષેત્રમાં સમર્પિત કરી શાશ્વત કાલીન સુખકર શી રીતે બનાવવી તે પ્રભુમાર્ગને હૃદય મંદિરે પ્રસ્થાપિત કરનારા શ્રી કલ્પનેશભાઇ જરીવાલા પાસે શીખવા જેવું છે. વિ.સં. ૨૦૫૯ની સાલે શ્રી સિદ્ધગિરિરાજંની શીતલ છાયામાં ચાતુર્માસ બિરાજમાન ‘સૂરિરામ’ સામ્રાજ્યવર્તિ ૧૪-૧૪ આચાર્ય ભગવંતોની નિશ્રામાં પર્યુષણા પછી શ્રી શત્રુંજય તળેટીને સુવર્ણ વરખથી શાલિન અંગરચના કરાવવા દ્વારા નિજ સમ્યક્ત્વની શુદ્ધિકરણ સાથે હજારો ભવ્યાત્માના હ્રદયે મહાપૂજાના માધ્યમે સમ્યક્ત્વની પ્રાપ્તિની ભૂમિકા પ્રદાન કરી હતી. તથા સમગ્ર પાલિતાણાની વિવિધ ધર્મશાળામાં બિરાજમાન હજારો યાત્રિકોની કરેલી અપૂર્વ ઔદાર્યપૂર્વકની અત્યંત બહુમાનપૂર્વકની સાધર્મિક ભક્તિએ તો પ્રભુશાસનનો જયજયકાર કરાવ્યો હતો. આ પૂર્વે પણ આ પુણ્યનામધેય પરિવારે ‘શ્રાદ્ધદિનકૃત્ય’ ગ્રંથને સંપૂર્ણ આર્થિક સહકાર આપીને પ્રકાશિત કર્યું છે. અરિહંત આરાધક ટ્રસ્ટ તેમના સુકૃતની ભાવભરી અનુમોદના કરે છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 194