Book Title: Panch Sutram
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 6
________________ અનુવાદકારનું પ્રાથિન વિ.સં. ૨૦૫૮માં મારું ચાતુર્માસ શત્રુંજય તીર્થમાં ઓસવાળ યાત્રિક ગૃહમાં થયું. ત્યાં એકવાર મુંબઇ શ્રીપાળ નગરમાં રહેતા સુશ્રાવક કલ્પનેશભાઇ મને વંદન ક૨વા માટે આવ્યા. વંદન કર્યા પછી પોતાની ભાવના વ્યક્ત કરતાં મને કહ્યું કે જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાનની આરાધના કરતાં વિશેષ ભાવોલ્લાસ થયો કે આપ કોઇ પૂર્વાચાર્ય રચિત ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ ક૨ી આપો તો તેના પ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ મારે લેવો. તેમની આ ભાવના સફળ બને એ માટે ‘શત્રુંજય તીર્થ સોહામણું’’ એ પુસ્તક લખાઇ ગયા બાદ અવસર મળતાં પંચસૂત્ર ગ્રંથની ટીકાનો ગુજરાતી અનુવાદ લખવાનો પ્રારંભ કર્યો. આજે આ ગ્રંથ પ્રકાશિત થઇને વાચકોના કરકમલને શોભાવી રહ્યો છે. પંચ સૂત્રનો સંક્ષિપ્ત પરિચય આ ગ્રંથની રચના પ્રાકૃતભાષામાં થયેલી છે. તેના ઉપર સંસ્કૃત ટીકા છે. આ મૂળ ગ્રંથના રચયિતા ચિરંતનાચાર્ય છે. અહીં ચિરંતનાચાર્ય એટલે પ્રાચીન આચાર્ય. એ પ્રાચીન આચાર્યનું નામ આજ સુધી કોઇના જાણવામાં આવ્યું નથી. કારણ કે એ પ્રાચીન આચાર્ય ભગવંતે ગ્રંથના પ્રારંભમાં કે અંતમાં પોતાના નામનો નિર્દેશ કર્યો નથી. આ ઉપરથી સમજી શકાય છે કે આ પ્રાચીન આચાર્ય ભગવંત નામના મોહથી કેવા અલિપ્ત હતા. આ સૂત્રની રચના લગભગ ૧૫૦૦ વર્ષથી પણ ઘણા કાળ પૂર્વે થઇ હોવાથી પૂર્વધર મહાજ્ઞાની આચાર્ય ભગવંતની આ અનુભવ સિદ્ધ પ્રસાદી હોવાની સંભાવના અનુચિત નથી. ૧૪૪૪ ગ્રંથના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે એક સંક્ષિપ્ત વિવરણ આ ગ્રંથ ઉપર રચીને, આ ગ્રંથના રહસ્યો છતાં કરી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 194