Book Title: Padarth Prakash 25 Mandal Prakaranam
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 9
________________ જ્યારે ભરત-ઐરવતમાં અનવસ્થિત કાળ છે અને કાળની મહત્તમ અસર આ બન્ને ક્ષેત્ર પર થતી જોવા મળે છે. - સૂર્ય-ચંદ્ર આદિની ગતિ, ગ્રહણ, નક્ષત્ર-ગ્રહો સાથેના પરસ્પર યોગો આ બધાની અલગ-અલગ એક વિશિષ્ટ અસર આખા જગત્ ઉપર થાય છે, આમ ખગોળ વિજ્ઞાનમાં સૂર્ય-ચંદ્રાદિની ગતિ-ગ્રહણ-યોગોની જાણકારી મળે છે અને જ્યોતિષ વિજ્ઞાનમાં તેનાથી થતી હકારાત્મક-નકારાત્મક અસરોની જાણકારી મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં સર્વજ્ઞકથિત જીવાજીવાભિગમ વગેરે આગમોમાંથી તથા પૂ.મુનિચંદ્રસૂરિજી કૃત મંડલવિચાર કુલક વગેરે પ્રકીર્ણક શ્રુતગ્રંથોના આધારે પૂ.આ.વિજય સેનસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વિદ્વાનશિરોમણિ પંડિત વિનયકુશલગણિ દ્વારા રચિત મંડલ પ્રકરણમાં ખગોળ વિજ્ઞાનના પદાર્થોને સરળતાથી તથા ઠેર ઠેર ચિત્રસમજૂતિપૂર્વક સમજાવવામાં આવેલ છે, સાથે-સાથે ક્ષેત્ર લોક-પ્રકાશ ગ્રંથના અમુક પદાર્થો પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ - સૂર્ય-ચંદ્રના મંડલો-અયનો અને ખાસ કરી નક્ષત્રોની આકાશમાં ગોઠવણ, ચંદ્ર-સૂર્ય સાથે તેના યોગોની રસપ્રદ માહિતિ આ બધું જ પ્રસ્તુત પુસ્તકમાં આવરી લેવામાં આવ્યું છે. - ખગોળ તથા જ્યોતિષ અંગેની જાણકારી મેળવવાના ઇચ્છુકોએ નક્ષત્રોનો ચંદ્ર સાથે યોગ આ પ્રકરણ તો અવશ્ય વાંચવા જેવું છે. આધુનિક વિજ્ઞાન તથા અવકાશી નિરીક્ષણનો સમન્વય કરા શાસ્ત્રીય પદાર્થોનો સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરતા દેવ-ગુરૂ-કૃપાથી જે ફુરણાઓ થઇ તેના આધારે નક્ષત્રના યોગોનું વિવેચન લખ્યું છે. પ્રત્યેક જિજ્ઞાસુઓ આ પ્રકરણ તો અવશ્ય વાંચે એવી નમ્ર ભલામણ. પ્રસ્તુત પુસ્તકમાં પ્રત્યેક તિથિના દિવસે સૂર્યાસ્તના સમયે આકાશમાં સૂર્ય-ચંદ્રનું સ્થાન અને તિથિનો સમય, સૂર્ય-ચંદ્રનો મેરૂ(કેન્દ્ર)થી રચાતો ખુણો વગેરેની રસપ્રદ માહિતી ચિત્ર સહિત આપેલ છે. - મારી મંદમતિના આધારે જૈન મત અનુસારી રાશિની અંતર્ગત ક્યા નક્ષત્રો હોવા જોઇએ તેની વિચારણા પરિશિષ્ટ નં. 3 માં કરેલ છે, આ અંગે વિદ્વાનોને વધુ સંશોધન કરી સત્ય તત્ત્વનો નિર્ણય કરવા વિનંતિ છે. વિચારતા ખ્યાલ આવે કે વર્તમાનની પ્રવૃત્તિ પ્રભુભાષિત માર્ગથી કેટલી વેગળી છે અને તેથી જ પુષ્કળ શ્રમદાન છતાં ધાર્યું પરિણામ કેમ મળતું નથી ? સુગૃહીત નામધેય પરમકારુણિક ગુરુપરંપરાનું ઋણસ્મરણઃ વંદન હો, શ્રુતજ્ઞાનની નિર્મળ પરંપરાના ધારક, ચાહક અને વાહક, - પ.પૂ. સિદ્ધાંતમહોદધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના ચરણોમાં.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 210