Book Title: Padarth Prakash 25 Mandal Prakaranam Author(s): Vijayhemchandrasuri Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 8
________________ Cહાણે ઉછળ છે વિશ્વના તમામ પદાર્થો-ચાહે તે જીવ હોય કે જડ હોય, બધાજ ઉપર દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની એક નિશ્ચિત અસર થતી જોવા મળે છે. કેમેસ્ટ્રીના સૂત્રોમાં જણાવ્યાં મુજબ09=ઓક્સીજન, 09=ઓઝોન (ઝેરી વાયુ) માત્ર 1 પરમાણુ દ્રવ્યની આ તાકાત કે એ પ્રાણવાયુને પ્રાણઘાતકવાયુમાં રૂપાંતરિત કરી નાખે છે, સર્વજ્ઞ ભગવંતો પણ કહે છે કે પ્રત્યેક દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની પોતાની આગવી અસર હોય છે, ક્યારેક હકારાત્મક તો ક્યારેક નકારાત્મક. આ અસરો સામુદાયિક અને વ્યક્તિગત બન્ને રીતે થતી હોય છે. આ પ્રકરણમાં કાળદ્રવ્યનું વિશિષ્ટ ચિંતન કરવામાં આવ્યું છે. હાલમાં હુંડા અવસર્પિણી કાળ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે કાળની મહત્તમ નકારાત્મક અસર સામુદાયિક દ્રષ્ટિથી થઇ રહી છે. પ્રશ્ન થાય કે જીવ અને જડ સુષ્ટિ પર એક સાથે આવી નકારાત્મક અસર પાડનારુ કાળતત્ત્વ શું છે ? તેનું સ્વરુપ શું છે ? જૂનાને નવું અને નવાને જૂનું બનાવનારુ, મતલબ પદાર્થના સ્વરૂપના અલગ-અલગ પર્યાયો-અવસ્થાઓને સૂચવનાર કાલ દ્રવ્યનો અજીવના પેટાભેદમાં સમાવેશ થાય છે. પ્રસ્તુતમાં કાળની ઓળખ, કાળનું સ્વરૂપ જ્યોતિષના ભેદાત્મક સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારાના વિમાનો જે ભિન્ન ભિન્ન રત્નોમાંથી બન્યા છે તે વિમાનોની ગતિ, તેના પરસ્પર યોગો, અયનો, મંડલો દ્વારા અપાય છે. તેની એક વિશિષ્ટ અસર જગતના તમામ પદાર્થો પર થાય છે. ( તે કાળના બે ભેદ છે 1) અવસ્થિત કાળ 2) અનવસ્થિત કાળ આ પ્રસ્તુતમાં આનો અર્થ એવો કરી શકાય કે જે કાળ હંમેશા અમુક નિયત પ્રકારે પોતાનો પ્રભાવ બતાવે તે કાળ અવસ્થિતકાળ, અને જે કાળ અલગઅલગ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અવચ્છેદથી પોતાનો પ્રભાવ પણ ભિન્ન ભિન્ન પ્રકારે બતાવે તે અનવસ્થિત કાળ... પ્રસ્તુત પુસ્તકમાં ઉપરોક્ત 2 પ્રકારના કાળની વિચારણા છે, અઢીદ્વીપની બહાર અવસ્થિત કાળ છે. અઢી દ્વીપમાં પણ અકર્મભૂમિમાં અવસ્થિત કાળ હોય " છે છતાં કલ્પવૃક્ષાદિના પ્રભાવથી કાળનો પ્રભાવ ખુલીને દેખાતો નથી પણ 5, મહાવિદેહમાં અવસ્થિત કાળ હોવા છતાં તેનો પ્રભાવ આંખે ઉડીને વળગે છેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 210