________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
[]
[]
૧૦૯
કેવળજ્ઞાન તે બધા પદાર્થોને યુગપદ્ ન જાણતું હોય તો એમ કહેવું પડે કે તે એક પદાર્થને પણ પુરું જાણતું નથી; કારણકે એક પદાર્થમાં પણ અનંત પર્યાયો હોય છે, ક્રમે ક્રમે તેમને જાણતાં બધા પર્યાયોને તે ક્યારે જાણી શકે ? કદીય નહી. જો આ રીતે એક દ્રવ્યની અનંત પર્યાયો કદી પણ પૂરી જાણવામાં ન આવે તો એક દ્રવ્યને પુરું જાણવાનું કેવી રીતે કહી શકાય ? ન કહી શકાય અને એ એક મોટો દોષ આવશે. જો એક દ્રવ્યની પર્યાયોને ક્રમેક્રમે જાણતાં તેમને જાણવાનો અંત માનવામાં આવે તો ત્યાર પછી દ્રવ્યને પર્યાય રહિત માનવું પડશે અને પર્યાય રહિત માનવું પડશે અને પર્યાય રહિત માનવાનો અર્થ થાય દ્રવ્યનો અભાવ; કા૨ણકે ‘મુળ પર્યાયવત્ દ્રવ્યમ્' આ સૂત્ર વાક્ય અનુસાર ગુણ પર્યાયવાનને ‘દ્રવ્ય’ કહે છે, ગુણ અને પર્યાય બન્નેમાંથી કોઈ નહિ તો દ્રવ્ય નહી, અને દ્રવ્ય સત્ લક્ષણ હોય છે તેથી તેનો કદી અભાવ થઈ શકતો નથી. ભલે પર્યાયો જળ કલ્લોલોની પેઠે સમયે સમયે બદલતી રહે. આવી સ્થિતિમાં કેવળજ્ઞાનનું યુગપદ્ સર્વ પદાર્થોને જાણવું જ બરાબર બંધ બેસે છે– ક્રમેક્રમે જાણવું નહિ. સમસ્ત બાધક કા૨ણોનો અભાવ થઈ જવાથી કેવળજ્ઞાન જાણવાની અનંતાનંત શક્તિથી સંપન્ન છે, તેમાં સર્વદ્રવ્ય પોત પોતાની અનંત પર્યાયોની સાથે એવી રીતે ઝળકે છે જેમ દર્પણમાં પદાર્થોનો સમૂહ ઝળકયા કરે છે. ( ગાથા-૩૦ પેઈજ નં-૨૯/૩૦ જીવ અધિકાર ) મોહનો વિલય થતાં સ્વરૂપની ઉપલબ્ધિ.
શબ્દાર્થ:- મોહનો વિનાશ થઈ જતાં જીવ ફરીથી પોતાના નિર્મળ રૂપને પ્રાસ થાય છે. ( તેવી જ રીતે કે જેવી રીતે ) રક્ત પુષ્પાદિરૂપ ઉપાધિનો અભાવ થઈ જવાથી સ્ફટિક પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થાય છે.
વ્યાખ્યા:- પાછલા પદ્યમાં જે મોહના સંગ અથવા સંબંધથી જીવને મલિન થવાની વાત કહેવામાં આવી છે તે જ મોનો સંબંધ છૂટી જતાં આ જીવ અસલ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થાય છે, જેમ સ્ફટિક રક્ત પુષ્પાદિરૂપ ઉપાધિનો અભાવ થઈ જતાં પુનઃ પોતાના સ્વચ્છ નિર્વિકાર સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. પૂર્વ પધે તથા આ પધમાં સ્ફટિકનું દૃષ્ટાંત જીવને નિર્વિકાર અને સવિકાર રૂપનો અથવા સ્વભાવ અને વિભાવનો બોધ કરાવવા માટે ઘણું જ સુંદર અને તથ્યપૂર્ણ છે.
( ગાથા-૪૦, પેઈજ નં-૧૬૪, બંધ અધિકા૨ )
જ્ઞાનાનુભવ રહિતને અર્થનું જ્ઞાન થતું નથી.
શબ્દાર્થ:- સર્વ પોતાના આત્મામાં જ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. જે જ્ઞાનના અનુભવથી રહિત છે તેને પદાર્થનું જ્ઞાન સિદ્ધ થતું નથી.
વ્યાખ્યા:- બધા પ્રાણી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા પોતાના આત્મામાં જ્ઞાનનો અનુભવ કરે છે, એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જેને પોતામાં કાંઈ પણ જ્ઞાનનો અનુભવ થતો નથી તેને કોઈપણ પદાર્થનું કોઈ જ્ઞાન થતું નથી. લજામણીનો છોડ જ્યારે સ્પર્શન ઇન્દ્રિય દ્વા૨ા એવો અનુભવ કરે છે કે તેને કોઈ અડયું— તેના ઉપર કોઈ આપત્તિ આવી