________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પ્રતિભાસતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકા૨ હવે અનુભવમાં આવ્યો તેથી ‘અખંડ’ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે.” (ગાથા-૭૨, પેઈજ નં. ૫૫) [ ] ૩૧ ગાથામાં આવ્યું છે કે જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે એવી ભાવેન્દ્રિયો જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે. ખંડખંડને જાણે છે એ બીજી વાત, પણ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે એમ ત્યાં કહ્યું છે. જ્ઞાનવસ્તુ તો ત્રિકાળ અખંડ છે. પણ શેયોના નિમિત્તે જ્ઞાનમાં અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસે છે. પરંતુ જ્યાં જ્ઞાયકમાં અંતર્મગ્ન થયો ત્યાં જાણના૨-જાણનાર–જાણનાર એવો અખંડ એક જ્ઞાયકભાવ અનુભવમાં આવે છે અને તેથી જ્ઞાનનું ‘અખંડ’ એવું વિશેષણ આપ્યું છે. આ ‘અખંડ’ ની વ્યાખ્યા કરી. (ગાથા-૭૨, પેઈજ નં. ૫૫)
૧૯૨
[ 0 ] કેવળી ભગવાન નિશ્ચયથી ત્રણકાળ ત્રણલોકને દેખતા નથી, પણ પર્યાયને દેખતાં તેમાં ત્રણકાળ ત્રણલોક દેખવામાં આવી જાય છે. જેમ રાત્રે નદીનું સ્વચ્છ જળ હોય તેમાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્રનું પ્રતિબિંબ પડે છે. એક ચંદ્ર, અઠ્ઠાવીસ નક્ષત્ર, અઠ્ઠાવીસ ગ્રહ, ૬૬૯૭૫ ક્રોડાક્રોડી તારા–એ બધું નદીના સ્વચ્છ જળને દેખતાં દેખાઇ જાય છે. અંદર જે દેખાય છે તે ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર આદિ નથી, દેખાય છે એ તો જળની અવસ્થા છે. તેમ નિત્યાનંદ જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માને, પોતાની જ્ઞાન-અવસ્થા કે જેમાં લોકાલોક ઝળકયા છે તેને દેખે છે ત્યાં લોકાલોક સહજ દેખાય જાય છે. જેને તે દેખે છે એ તો જ્ઞાનની અવસ્થા છે, લોકાલોક નથી; પણ જ્ઞાનની અવસ્થામાં લોકાલોક ઝળકયા છે તેથી ભગવાન લોકાલોકને દેખે છે એમ અસદ્ભૂત વ્યવહારનયથી કહેવામાં આવે છે. કેમકે લોકાલોક ૫૨શેય છે. પોતાની પર્યાયને દેખતાં એમાં લોકાલોક સંબંધીનું જ્ઞાન આવી જાય છે. પરંતુ લોકાલોક છે તો કેવળજ્ઞાન થયું છે એમ નથી. ( ગાથા-૮૩, પેઈજ નં. ૧૭૯) [] અહીં કહે છે. – સંસાર સહિત અથવા સંસા૨૨હિત દશામાં આત્મા પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો, અન્યને અનુભવતો ન પ્રતિભાસો. જીવ કાં તો રાગને અનુભવે કાં તો પોતાની અનુભૂતિને અનુભવે; પણ પ૨ને તે અનુભવે છે એમ છે જ નહિ. (ગાથા-૮૩, પેઈજ નં. ૧૮૮) (અજ્ઞાનીના પ્રતિભાસને વ્યવહાર કહે છે. )
[ ] ૫૨માર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન નહિ હોવાથી ઉપલક દૃષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે; તેથી તે એમ માને છે કે જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, ૫૨માર્થ જીવનું સ્વરૂપ બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહા૨ કહે છે.
(ગાથા-૮૩, પેઈજ નં. ૧૯૬) [ ] અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે. હવે અજ્ઞાનીના આ વ્યવહા૨ને દૂષણ દે છે.