________________
૩૯૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ આશ્રય કેમ હોય ? સ્વભાવના આશ્રયે પર્યાયે પર્યાયે પૂરા નિધાન પ્રગટે છે. આત્મામાં જ એવી સ્વચ્છતા ભરી છે કે કોઈ ૫૨ વસ્તુના કે મંદકષાયના આશ્રય વગર જ તેનો ઉપયોગ લોકાલોકને જાણવાપણે પરિણમે છે.
સ્વચ્છ અરીસાની સામે મોર હોય ત્યાં અરીસામાં એવું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય, – જાણે કે મો૨ અરીસામાં પેસી ગયો હોય ! ત્યાં ખરેખર અરીસામાં મો૨ નથી દેખાતો પણ તેવું અરીસાની સ્વચ્છતાનું જ પરિણમન છે. તેમ ચૈતન્યમૂર્તિ આત્માનો ઉપયોગ તે આખા જગતનો મંગલ અરીસો છે; તેની સ્વચ્છતામાં લોકાલોક એવા સ્પષ્ટપણે જણાય છે કે જાણે લોકાલોક તેમાં પ્રવેશી ગયા હોય ! ખરેખર કાંઈ લોકાલોક આત્માના ઉપયોગમાં પેસી જતા નથી, લોકાલોક તો બહા૨ જ છે, આત્માનો સ્વચ્છ ઉપયોગ જ તેવા સ્વરૂપે પરિણમ્યો છે. આવી સ્વચ્છત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે. કાંઈ બહા૨ના લક્ષે ઉપયોગની સ્વચ્છતા થતી નથી પણ ત્રિકાળી સ્વચ્છ ઉપયોગ સ્વભાવની સન્મુખ થતાં ઉપયોગની સ્વચ્છતા પ્રગટે છે. આ રીતે સ્વચ્છત્વ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપેલી છે. એક સમયના જગતના અનેક પદાર્થોને જાણે તેવા આકારરૂપે ઉપયોગનું પરિણમન થવા છતાં તેનામાં ખંડખંડ કે મલિનતા થઈ જતી નથી–એવો સ્વચ્છતા શક્તિનો પ્રતાપ છે.
૫૨ની સામે જોયે કે શુભાગને લઈને ઉપયોગનું સ્વચ્છત્વ નથી થતું, શુભરાગ તો પોતે મલિનતા છે. આત્માનો ત્રિકાળી સ્વચ્છ સ્વભાવ છે તેની પ્રતીત કરીને પરિણમતાં લોકાલોકને પ્રકાશે એવો સ્વચ્છ ઉપયોગ પ્રગટે છે. તે ઉપયોગ પરની સામે જોયા વિના પોતે પોતામાં લીન રહીને પોતાની સ્વચ્છતામાં બધાને જાણી લે છે. જેમ કોઈ વા૨ સ્વયંવર વગેરેમાં કન્યાને ૨ાજકુમારો સામું જોવું ન પડે તે માટે એક સ્વચ્છ મોટો અરીસો રાખે છે, તે અરીસાની સામે જોતાં કન્યા તેમાં રાજકુમા૨નું મોઢું દેખી લે છે, કન્યાને સામે જોવું નથી પડતું; તેમ આત્મામાં એવી સ્વચ્છતા છે કે ૫૨ લોકાલોકની સામે જોયા વિના, પોતે પોતાના સ્વભાવની સામે જોતાં નિર્મળ ઉપયોગ ભૂમિમાં લોકાલોકને દેખી લે છે. જેમ સતી સ્ત્રીઓ ૫૨ પુરુષની સામે આંખ ઊંચી કરતી નથી તેમ પવિત્રમૂર્તિ આત્મા ૫૨ની સામે જોયા વગર જ લોકાલોકને પ્રકાશવારૂપે પરિણમવાની તાકાતવાળો છે.
દ્રૌપદી, સીતાજી વગેરે મહાન સતીઓ હતી, એક પતિ સિવાય બીજા કોઈને સ્વપ્નેય ઈચ્છે નહીં. દ્રૌપદી સતીને એક જ પતિ હતો, સ્વયંવરમાં તેણે પાંચ પાંડવોને વરમાળા નાખી નથી, પણ એકલા અર્જુનને તે વરી છે; પૂર્વના પ્રારબ્ધયોગે એવી ખોટી લોકવાયકા ઊડી ગઈ કે દ્રૌપદીને પાંચ પતિ હતા. અહો ! યુધિષ્ઠિર અને ભીમ એ જેઠ તો પિતા તુલ્ય હતા ને નકુળ–સદેવ એ દિયર તો તેના દિકરા તુલ્ય હતા, આવી પવિત્ર સતીને પાંચ પતિ માનનારા મૂઢ છે. સતીને સ્વપ્નેય તેવું ન હોય. સતી સીતા, દ્રૌપદી, રાજિમતી વગે૨ે તો જગતની હીરલાઓ હતી, તેમને આત્માનું ભાન હતું, અંદ૨માં બ્રહ્મ નામ આનંદનો રસ ચાખ્યો હતો તેથી વિષયો નિરસ લાગતા હતા. તેઓ