Book Title: Mangal gyan darpan Part 1
Author(s): Shobhnaben J Shah
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 441
________________ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ - ૩૮૭ ૩૩ સાગરના કાળ ઉપર તેનું જોર જતું નથી. પૂર્ણ સ્વભાવ ઉપરનું જોર પ્રગટ કર્યું તે સુપ્રભાત છે. (આત્મધર્મ -પર, પેઈજ નં.-૬૦૬૧, સં-૨૪૭૪ માહ) [ કુ ] પ્રશ્ન- જ્ઞાનનો સ્વભાવ જાણવાનો જ છે તો પોતે પોતાને કેમ નથી જાણતો? ઉત્તર- જ્ઞાન પોતાને જાણે છે, એનો સ્વભાવ પોતાને જાણવાનો છે પણ અજ્ઞાનીની દૃષ્ટિ પર ઉપર છે એટલે પોતે જણાતો નથી, પરમાં ક્યાંક ક્યાંક અધિકતા પડી છે એટલે બીજાને અધિક માનતો હોવાથી પોતે જણાતો નથી. અધિકપણાનું એનું બળ પરમાં જાય છે. તેથી પોતે જણાતો નથી. (આત્મધર્મ અંક ૪૧૦ પેઈજ નં-ર૬) પ્રમેયત્વગુણની સમજણ [ 3 ] અસ્તિત્વ, વસ્તુત્વ અને દ્રવ્યત્વ એ ત્રણ સામાન્ય ગુણોની સમજણ અપાઈ ગઈ છે. ચોથો સામાન્ય ગુણ “પ્રમેયત્વ” છે. આ સામાન્ય ગુણ જીવમાં પણ હોય છે અને અજીવમાં પણ હોય છે. જેમ જીવનો સ્વભાવ જાણવાનો છે તેમ જગતના બધા દ્રવ્યોમાં જણાવવાનો સ્વભાવ છે. “ન જણાય” એવા સ્વભાવવાળું કોઈ દ્રવ્ય નથી. જેમ સ્વચ્છ અરીસાની સામે કોઈ વસ્તુ રાખો તો અરીસામાં તેનું પ્રતિબિંબ દેખાય છે તેમ આત્માના જ્ઞાનમાં છે એ દ્રવ્યો દેખાય એવો દરેક દ્રવ્યનો સ્વભાવ છે. આને “પ્રમેયત્વગુણ” કહેવાય છે. જાણવાનો સ્વભાવ તો એકલા જીવમાં જ છે, પણ પ્રમેય થવાનો ( જણાવવાનો ) સ્વભાવ છે એ દ્રવ્યોમાં છે. જીવનું જ્ઞાન પૂરું થાય ત્યારે તેના જ્ઞાનમાં કોઈ પણ પદાર્થ જાણવાનો બાકી રહેતો નથી. બધા જ પદાર્થો એકી સાથે એક જ સમયે જણાય છે. કોઈ જીવ એમ ઇચ્છે કે, કેવળી ભગવાનના જ્ઞાનથી હું છૂપો રહી જાઉં તો તેમ બની શકે નહીં. કેમ કે તે જીવમાં પ્રમેયત્વગુણ છે, તેથી તે જ્ઞાનમાં જણાયા વગર રહી શકે નહીં. ઘણા અજ્ઞાની લોકો એમ માને છે કે –આત્મા તો અરૂપી છે તેથી તેને જાણી શકાય નહીં. તેમની વાત પણ ખોટી છે. આત્મામાં પ્રમેયત્વગુણ રહેલો છે તેથી તે કોઈને કોઈ જ્ઞાનમાં જરૂર જણાય છે. એટલું ખરું છે કે આત્મા અરૂપી હોવાથી આંખ વગેરે ઇન્દ્રિયોથી જણાતો નથી પણ સાચા જ્ઞાનથી તો આત્મા જરૂર જણાય છે. આત્મા કોઈ રીતે જાણી ન શકાય” એમ જે માને છે તે આત્માના પ્રમેયત્વગુણને જાણતો નથી તેમજ આત્માના જ્ઞાનગુણને પણ જાણતો નથી. આત્મામાં જ્ઞાન અને પ્રમેયત્વ એ બન્ને ગુણ હોવાથી આત્મા પોતે પોતાને જાણી શકે છે. આત્માનો જ્ઞાનગુણ તે વિશેષગુણ છે ને પ્રમેયત્વગુણ તે સામાન્યગુણ છે. જગતના કોઈ પદાર્થો પોતાનું સ્વરૂપ જણાવવાની ના પાડતા નથી, છતાં જીવ પોતે તેને જાણતો નથી તે પોતાના જ્ઞાનનો જ દોષ છે. પોતાના જ્ઞાનનો સ્વભાવ બધાયને જાણવાનો છે એમ સમજીને- પોતાના પૂરા જ્ઞાનનો વિશ્વાસ કરે તો જીવનું જ્ઞાન વિકાસ પામે અને તેના જ્ઞાનમાં બધાય પદાર્થો જણાય એટલે તેને આકુળતા ટળીને શાંતિ થાય, ને તેનો મોક્ષ થાય. (આત્મધર્મ નં. -૫૬, પેઈજ નં.-૧૪૬)

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469