________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૮૧ પ્રવચન નવનીત ભાગ- ૧ [ રે ] અહીં કહે છે કેઃ “વ્યક્તતા' એટલે પ્રગટ નિર્મળ પર્યાયો અને અવ્યક્ત' એટલે દ્રવ્ય.
બેયનો એકરૂપ પ્રતિભાસ-પર્યાયમાં બેઉનું જ્ઞાન હોવા છતાં પણ, “અવ્યક્ત' દ્રવ્ય વ્યક્તતા” ને સ્પર્શતું નથી.
આહાહાહા ! ત્રિકાળ નિરાવરણ અખંડ જ્ઞાયક એકરૂપ સ્વરૂપ-એનું ધ્યાન કરે છે. ધ્યાન છે પર્યાય. પણ પર્યાયનું ધ્યેય-ધ્યાનનું ધ્યેય- ધુવ' છે. એ “ધ્રુવ ધ્યાનનું ધ્યેય હોવા છતાં પણ, જ્ઞાનની પર્યાયમાં એ “ધ્રુવ' નું જ્ઞાન આવે છે; “ધ્રુવ' નથી આવતું. આવે છે ને “પ્રતિભાસિત” એવું જ્ઞાન હોવા છતાં પણ દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન હોવા છતાં પણ દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી.
અખંડ-એક-પ્રત્યક્ષ પ્રતિભાસમય” –એ ચીજનો જ્ઞાનમાં પ્રત્યક્ષ પ્રતિભાસ આવે છે. જ્ઞાનની પર્યાયમાં આખું દ્રવ્ય જાણવામાં આવે છે. દ્રવ્ય જાણવામાં આવે છે... હોં! દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. (એનો) પ્રતિભાસ કહ્યો ને? “પ્રત્યક્ષ પ્રતિભાસ” - પર્યાયમાં પ્રત્યક્ષ પ્રતિભાસ, એટલે જેવો છે તેવો ખ્યાલમાં આવવો. અર્થાત્ એ આખા આત્માનો ક્ષયોપશમ જ્ઞાનમાં પણ પ્રત્યક્ષ પ્રતિભાસ આવવો.
(ગાથા-૪૯ પેઈજ નં. ૩૯) પ્રવચન નવનીત ભાગ- ૪ [ કુ ] “અમૂર્તિક આત્મ પ્રદેશોમાં” શું કહે છે? કહે છે કે ભગવાન આત્મા તો અમૂર્તિક
પ્રદેશ છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે તે તો અમૂર્તિ છે. આમાં કોઈ વર્ણ, રસ, સ્પર્શ, ગંધ નથી. “અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક”.લોક અને અલોકમાં જડ પણ આવ્યું. તે જડના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પણ અમૂર્ત આત્મ પ્રદેશોમાં જાણવામાં આવે છે. તે મૂર્તિ (દિવ્ય) અહીં આત્મામાં આવતું નથી.
સ્વચ્છત્વ શક્તિનો એટલે સ્વભાવ છે કે-પોતાના આત્મ પ્રદેશ અમૂર્ત હોવા છતાં પણ મૂર્ત અને અમૂર્ત બધી ચીજને પોતાનામાં, પરની અપેક્ષા રાખ્યા વિના,
સ્વચ્છતાના કારણે સ્વચ્છ-શુદ્ધ પરિણમન થાય છે. (પેઈજ નં.-૧૪૮) [ ] અહીં કહે છે, ભગવાન તો અમૂર્તિ છે ને; તો મૂર્તિ (દ્રવ્ય) અંદરમાં આવે છે અંદરમાં
મૂર્તિની પ્રતિછાયા પડે છે? લીમડો દેખાય છે તો જ્ઞાનમાં લીમડાનો આકાર આવે છે? તે તો જડનો આકાર છે. વર્ણ, રસ, ગંધ, લીલો રંગ છે તે અહીંયા આવે છે? પરંતુ તે સંબંધી જોયાકારરૂપ પોતાનું જ્ઞાન પોતાનાથી પરિણમન કરે છે તે જોયાકાર જ્ઞાન થયુંત્યાં જડ છે તેથી અહીં જડરૂપ પરિણમન થયું એમ નથી. અને તે મૂર્ત છે તો અહીં મૂર્તરૂપ પરિણમન થાય છે એમ નથી. આત્મા અમૂર્ત છે તો મૂર્ત ક્યાંથી આવ્યું.
(પેઈજ નં ૧૫૦)