________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૨૫ જ્ઞાનનો વિશ્વાસ
(મુંઝવણથી છૂટવા શું કરવું?-જ્ઞાનનો વિશ્વાસ કરવો.). [ ] એક ભાઈ પ્રતિકૂળતાથી મુંઝાઈને કહે કે સાહેબ ! આ પ્રતિકૂળતા આવી તેનાથી
મુંઝવણ થાય છે. આ મુંઝવણથી છૂટવા શું કરવું? ગુરુદેવ કહે: ભાઈ, જ્ઞાનનો વિશ્વાસ રાખવો. જ્ઞાન જાણે કે જ્ઞાન ખેદ કરે? આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેનો વિશ્વાસ કરવો કે હું તો જ્ઞાન છું જ્ઞાનમાં પ્રતિકૂળતા કેવી ? ને જ્ઞાનમાં ખેદ કેવો? જ્ઞાનમાં તો જાણપણું હોય, આવા જ્ઞાનનો વિશ્વાસ રાખે તેને પ્રતિકૂળતામાંય મુંઝવણ થાય નહીં; કેમકે પ્રતિકૂળતા જ્ઞાનમાં પ્રવેશતી નથી, એ તો જ્ઞાનથી બહાર જ રહે છે. જ્ઞાનમાં ભવદુઃખને પણ મટાડવાની તાકાત છે ત્યાં બીજા રોગની શી વાત?
રોગ આવ્યો, તો શું તે જ્ઞાનમાં પ્રવેશી ગયો છે?—ના; તે બહાર રહીને જ્ઞાનમાં જણાય છે; માટે પ્રતિકૂળતા જ્ઞાનમાં નથી. આવા જ્ઞાનનો વિશ્વાસ રાખવો; તે જ્ઞાન સ્વયં સમાધાનરૂપ-સુખરૂપ છે.
જ્ઞાનમાં પ્રતિકૂળતા ને દુઃખ નથી. જ્ઞાનમાં સમાધાન ને શાંતિ છે. આવા જ્ઞાનની ભાવના તે જ મુંઝવણ ટાળવાનો માર્ગ છે.
“જ્યારે સંસારમાં હજારો પ્રકારની પ્રતિકૂળતા ક્યારેક એક સામટી આવી પડે, ક્યાંય ઉપાય ન સૂઝે, તે પ્રસંગે માર્ગ શું?
એક જ માર્ગ............... “જ્ઞાનભાવના”
જ્ઞાનભાવના” ક્ષણમાત્રમાં બધી મુંઝવણને ખંખેરી નાખીને હિતમાર્ગ સુઝાડે છે, ને કોઈ અલૌકિક વૈર્ય તથા અચિંત્ય તાકાત આપે છે. જ્ઞાન ભાવના એ સર્વ દુઃખોની પરમ ઔષધિ છે.
(આત્મધર્મ અંક-૨૫૯, પેઈજ નં.-૮) જ્ઞાન સ્વભાવની વિરાધનાનું ફળ નિગોદ[ ] પુણ્યથી કે જડની ક્રિયાથી આત્માનો ધર્મ માનશે તે જીવ મિથ્યાત્વને લીધે નિગોદમાં
જશે એમ કહ્યું તે-વાત કાંઈ બીવરાવવા માટે કરી નથી, પણ યથાર્થ સ્વરૂપ સમજાવ્યું છે જેણે આત્માના જ્ઞાનને સ્વભાવથી છોડાવી ને સંયોગ સાથે જોડવ્યુ છે તેના જ્ઞાનનું પરિણમન અનંત હીણું થઈ જશે, તેનું જ નામ નિગોદ દશા છે; તેની જ્ઞાન શક્તિ અત્યંત હણાઈ ગઈ હોવાથી બાહ્ય નિમિત્તરૂપે પણ માત્ર એક સ્પર્શેન્દ્રિય સિવાય બીજી કોઈ ઇન્દ્રિયો હોતી નથી.
(આત્મધર્મ અંક-૭૧, પેઈજ નં.-૨૦૨ છેલ્લું ટાઈટલ પેઈજ)
જ્ઞા... ન... મ. હિમા [ 0 ] જ્ઞાનની અચિંત્ય મહિમા લક્ષમાં આવવાથી પરિણતિ અંતર્મુખ થાય છે અને સંસારનો રસ છૂટી જાય છે.
જ્ઞાન સ્વભાવનું અચિંત્ય સામર્થ્ય છે; તેની જેને ધૂન લાગે તેને તેનું ધ્યાન થઈ