________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૪૯ [ Gરે ] (સમયસાર નાટક-સાધ્ય સાધક દ્વાર ૪૬) શેયના બે પ્રકારઃ એક નિજરૂપ શેય
જણાવા લાયક અને એક પરરૂપશેય જણાવા લાયક. એમાં પણ પરરૂપ જણાવા લાયક શેય એટલો પણ હું નહીં- એમ અહીં સિદ્ધ કરવું છે. ઓહોહોહો ! છ દ્રવ્યમાં તો અનંતા સિદ્ધોય જ્ઞાનની પર્યાયમાં આવી ગયા, અનંતા કેવળી આવી ગયા, અનંતા કેવળીઓ, સિદ્ધો, છદ્રવ્ય અને તેના ગુણ પર્યાયો; આટલા શેયોને એક સમયમાં જાણવાની પર્યાય જાણે તેટલો જ્ઞાનમાત્ર, તેટલો શેયમાત્ર હું નહીં.
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૧૯૮) [ ] ... કહે છે કે આવા પરનો જાણનાર હું જ્ઞાયક અને પર મને જણાય; તો કહે-ના,
એવો તો હું નથી. આ શરીરનો ધર્મ જીવ પદમાં જણાય છે, લોકના સ્વભાવો જ્ઞાનની પર્યાયમાં જણાય છે. તો કહે છે એટલો જ શેય છું? અને એ છ દ્રવ્યને જાણવાનો જે મારો વર્તમાન પર્યાય એટલું જ જ્ઞાન છે? અને એટલું જ જોય છે? ના.
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૧૯૮-૧૯૯) [] હવે અહીંયા ત્રણ બોલનો ( નિષેધ) કરે છે. હું જ્ઞાનદ્વારા જાણનારો અને છદ્રવ્ય જણાય
મારી જ્ઞાન પર્યાયમાં – એટલોય હું શેય નહીં. ઝીણી વાત છે. જ્ઞાનની અવસ્થામાં છ દ્રવ્ય જણાય એવી જે એક સમયની પર્યાય તે પણ ખરું શેય નહીં. (શું કહે છે?) છ દ્રવ્ય તો શેય નહીં, પણ એક સમયની પર્યાયમાં છ દ્રવ્ય જણાય- એટલો હું શેયને એટલું જ્ઞાન-તે હું નહીં. પોતે પોતાનું શેય છે. પોતે જાણનાર, પોતે જણાવા યોગ્ય, પોતે જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ જેમાં નહીં. પરનો જ્ઞાતા અર્થાત્ મારી પર્યાયમાં પરણેય જણાય તેટલો હું નહીં, પણ હું સ્વઘેય-આખી ચીજ તે સ્પશેય; એનો જાણનાર તે જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ મારામાં નથી.
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૧૯૭) [ કું] એક સમયની જ્ઞાન પર્યાયમાં છ દ્રવ્યો જણાય; ઓહો ! અનંતા કેવળી જણાય....
શ્રુતજ્ઞાનની પર્યાયમાં હોં!! એમ છતાં એક સમયની પર્યાય જેટલું મારું જ્ઞાન નહીં.
શું કીધું? મારા વર્તમાન શ્રુતજ્ઞાન પર્યાયનો અંશ જે છે તે અનંતા સિદ્ધોનું કેવળજ્ઞાન સ્વરૂપ જે અનંતું છે તેને શેય તરીકે મારો પર્યાય જાણે છે. કહે છે કે આટલા બધા અનંતા કેવળીઓ, અનંતા સિદ્ધોને એનાથી અનંતગુણા નિગોદ આદિ, એ બધાની સર્વજ્ઞ શક્તિઓ, અનંત સર્વશની પ્રગટ (અવસ્થા) અને સર્વજ્ઞ શક્તિવંત (અવ્યક્ત દશાવાળા) એવા અનંત આત્માઓ અને એક એક પરમાણું અને અનંતગુણોનો પિંડ છે (સ્કંધ ) જ જડ-અચેતન છે તેની પર્યાયમાં અનંતગુણી ધોળી, લીલી આદિ પર્યાયો એ બધાને મારી એક સમયની પર્યાય શેય તરીકે જાણે, એક સમયનો પર્યાય એવડું જાણે તેટલો પર્યાયમાત્ર હું નથી. ભારે વાત! સમયની પર્યાય અનંતા કેવળીઓને જાણે, સર્વજ્ઞ શક્તિવંતને જાણે છે ને ! તે અંશ જે છે તેટલું શેય પણ નહીં અને તેટલું જ્ઞાન પણ નહીં- આ તો લાજિકથી વાત ચાલે છે. એક સમયના અંશની જ્ઞાનદશા તેટલું જ શેય? તો બાકીમાં આખી વસ્તુ જે અનંતગુણનો પિંડ પ્રભુ ચૈતન્યપિંડ