Book Title: Mangal gyan darpan Part 1
Author(s): Shobhnaben J Shah
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 458
________________ ४०४ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ આ જ્ઞાન આત્માનો સૈકાલિક સ્વભાવ છે. જે સ્વભાવ સૈકાલિક હોય છે તેનો વસ્તુથી કદી અભાવ નથી થતો. અને વસ્તુની જેમ તે સદા પૂર્ણ, અખંડ અને શુદ્ધ હોય છે. વસ્તુ તે સ્વભાવની જ બનેલી હોય છે. તેથી સ્વભાવ કદી તેનાથી જુદો કરી શકાતો નથી. જેમ ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે. ઉષ્ણતા રહિત અગ્નિ કોઈ વસ્તુ જ નથી, તેથી ઉષ્ણતા અગ્નિનું સર્વસ્વ જ છે. - જ્ઞાનનો સ્વભાવ જાણવું અર્થાત્ વસ્તુના સર્વાગનું પ્રતિભાસન કરવું છે. કેમ કે સ્વભાવ અસહાય, અકૃત્રિમ અને નિરપેક્ષ હોય છે. તેથી જ્ઞાન પણ જગતથી પૂર્ણ નિરપેક્ષ અને અસહાય રહીને પોતાનો અનાદિ અનંત જાણવાનો વ્યાપાર કર્યા કરે છે. પોતાના જાણવાના કાર્યનું સંપાદન કરવા માટે જ્ઞાનને જગતથી કાંઈ પણ આદાન – પ્રદાન નથી કરવું પડતું. દર્પણ સમાન જ્ઞાનની વસ્તુને જાણવાની રીત એ છે કે તે સદા પોતાના એકરૂપ અખંડ સ્વરૂપને સુરક્ષિત રાખીને શેયાકારે પરિણમ્યા કરે છે. શેયાકાર પરિણતિ જ્ઞાનનો વિશેષ ભાવ છે અને તે શેયાકાર પરિણતિમાં જ્ઞાનત્વનો અન્વય તેનો સામાન્ય ભાવ છે. જેમ દર્પણ પોતાના સ્વચ્છ સ્વભાવથી વસ્તુઓને પોતાનામાં પ્રતિબિંબિત કરે છે. દર્પણમાં વસ્તુઓના અનેક આકાર રચાયા-ભુંસાયા કરે છે પરંતુ દર્પણ પ્રત્યેક પરિવર્તનમાં અક્ષુણ્ણ રહે છે. વસ્તુઓના અનેક આકાર – પ્રકારના સંગઠન અને વિધાન (રચના) માં દર્પણની એકરૂપતા અપ્રભાવિત રહે છે. સાથોસાથ તે આકાર – પ્રકારોથી દર્પણની સ્વચ્છતાને આંચ આવતી નથી. જેમ દર્પણમાં અગ્નિ પ્રતિબિંબિત થાય છે પરંતુ દર્પણમાં અગ્નિમાં પ્રતિબિંબથી ન તો દર્પણ તૂટે છે કે ન ગરમ થાય છે. કેમ કે દર્પણમાં જે અગ્નિ દેખાય છે, તે સાક્ષાત્ અગ્નિ નથી પરંતુ તે તો દર્પણની પોતાની અગ્નિ છે. તે દર્પણની પોતાની પર્યાય છે. તેથી વાસ્તવમાં તે દર્પણ જ છે. દર્પણમાં પ્રતિબિંબિત અગ્નિની રચનાનું નિયામક ઉપાદાન દર્પણનું પોતાનું સ્વતંત્ર છે. પોતાની અગ્નિની રચનામાં દર્પણે બહારની અગ્નિથી કાંઈ પણ સહ્યોગ લીધો નથી. આ અગ્નિ દર્પણની પોતાની સ્વતંત્ર સૃષ્ટિ અને સંપત્તિ છે. દર્પણની અગ્નિનો આકાર બહારની અગ્નિ જેવો હોવા છતાં પણ બહારની અગ્નિ તેમાં પંચમાત્ર કારણ નથી. તથા બહાર અગ્નિ બળી રહી છે તેથી દર્પણમાં અગ્નિ પ્રતિબિંબિત થઈ રહી છે એ પણ નિતાંત અસત્ય છે. જો એમ માની લેવામાં આવે તો વસ્તુઓને પ્રતિબિંબિત કરવાનો દર્પણનો સ્વભાવ નહીં રહે. અગ્નિનો સ્વભાવ અગ્નિ સાપેક્ષ હોઈને “સ્વભાવ” એવી સંજ્ઞા જ ખોઈ બેસશે. વાસ્તવમાં દર્પણના સ્વચ્છ સ્વભાવમાં જો અગ્નિઆકારના પરિણમનની શક્તિ અને યોગ્યતા ન હોય તો આખું વિશ્વ એકત્ર થઈને પણ તેને અગ્નિના આકારે કરી શકે નહિં. અને જો સ્વયં દર્પણમાં અગ્નિ-આકારે થવાની શક્તિ અને યોગ્યતા છે તો પછી તેને અગ્નિની શી અપેક્ષા છે? જે શક્તિ શૂન્ય છે તેને શક્તિ આપી શકાતી નથી અને જે શક્તિમયી છે તેને પોતાની શક્તિના પ્રયોગમાં કોઈ બીજાની અપેક્ષા હોતી નથી. જગતની કોઈ પણ વસ્તુ પર સાપેક્ષ રહીને પોતાનું અસ્તિત્વ રાખી શકતી નથી. જો દર્પણમાં પ્રતિબિંબિત અગ્નિનું કારણ બહારની અગ્નિ

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469