________________
ભારતનું ગૌરવ
ભારતનાં રેશમી વસ્ત્રો, મણિમુક્તામય અલંકારો તથા ઢાકાની મજલીન વગેરે દ્રવ્ય મધ્ય એશિયા, આફ્રિકા તથા યુરોપમાં વેચાણને માટે જતાં અને ત્યાંની પ્રજાને તથા ત્યાંના વિદેશી નરપતિઓને આશ્ચર્ય પમાડતાં હતાં. ઈ. સ. પૂર્વે ચોથા સૈકામાં યૂરેપના દિગ્વિજયી સમ્રાટ અલેકઝાન્ડરના સૈન્યની ચિકિત્સા કરવા ભારતવર્ષમાંથી ચિકિત્સકેને સાદર લાવવામાં આવતા અને આઠમા સૈકામાં તે બગદાદના નરપતિએ પોતાની ચિકિત્સાને માટે એક હિંદુ ચિકિત્સકની નિમણુક કરી હતી. સેળમા સૈકામાં ભારતવાસીઓ અરબી સમુદ્ર ઓળંગીને આફ્રિકાની ભૂમિ સુધી પહોંચી ગયા હતા અને ત્યાં આબીસીનીયાને સુદઢ કિલે તેમણે જ તૈયાર કર્યો હતે.
ગરવના દિવસોમાં મહાસમુદ્રો પાર કરવા એ હિંદુઓને માટે રમતની વાત હતી. અરબી સમુદ્ર પાર કરીને, હિંદુઓ ભારતવર્ષમાંથી આદિકાપર્યત પહોંચ્યા હતા, એટલું જ નહિ પણ ત્યાં નીલ નદીના કિનારે પિતાનાં સંસ્થાને પણ સ્થાપ્યાં હતાં.
પ્રાચીન કાળમાં હિંદુઓએ ભારતવર્ષ ની દક્ષિણ દિશાએ મથુરા નગરી (વર્તમાન મદુરા), બ્રહ્મદેશમાં હસ્તિનાપુર અને સુદૂર સીયામ પ્રદેશમાં અયોધ્યાનગરી (વર્તમાન અયુથા ) ની સ્થાપના કરી હતી. બ્રહ્મદેશ, શ્યામદેશ, આનામ, કે. બેડીયા, જાવા તથા બલિદ્વીપમાં હિંદુસંસ્થાની પ્રતિષ્ઠા કરી હિંદુરાજ્યની સ્થાપના હિંદુઓએ કરી હતી. ચીનને પરિવ્રાજક ફાઈયાન કે જે ઈ. સ૪૦૦ ની સાલમાં નકાહારા ભારતવર્ષમાંથી પોતાના દેશમાં જવા પાછો ફર્યો હતો, તે પિતાના ઈતિવૃત્તમાં લખે છે કે, તેણે પોતે તે સમયે જવા અને બલિના ટાપુ ઓમાં અનેક બ્રાહ્મણોને વસવાટ કરતા જોયા હતા.
ભારતવાસીઓ કિવા ઉપર કહ્યા તે ટાપુઓમાં વસતા અનેક હિંદુઓ પ્રશાંત મહાસાગરને ઓળંગી અમેરિકા સુધી પહેચ્યા હતા અને ત્યાં પણ પિતાનાં હિંદુસંસ્થાને વસાવ્યાં હતાં. કે બેડીયા અને જાવાના ટાપુ (યવકિપ) ના પ્રાચીન હિંદુઓની સભ્યતાની સાથે, અમેરિકામાં આવેલા મેકસીકે પ્રદેશની પ્રાચીન સભ્યતા અનેક અંશે મળતી આવતી હતી. મેકસીકેમાં હિંદુઓનાં સંસ્થાનને સૂચવનારાં અનેક ચિન્હ મળી આવે છે. પંડિતવર મેકસમૂલરે લખ્યું છે કે;–“પ્રાચીન એશીયા અને પ્રાચીન અમેરિકાની ભાષામાં તથા ધર્મમાં એવાં ચિન્હ મળી આવે છે કે પુરાતન કાળમાં એશિયાવાસી અનેક લેકેએ અમેરિકામાં વસવાટ કર્યો હતો, એમ સ્વીકાર્યા વિના ચાલતું નથી. તેઓએ એશીઆના ઉત્તરભાગમાંથી અથવા તે દક્ષિણ ભાગમાંથી પોતાની મુસાફરી શરૂ કરેલી હોવી જોઈએ. અનુકૂળ પવનની સહાયતા મળતાં પિતાનાં વહાણના શેઢે ચડાવી એક
ટાપુમાંથી બીજા ટાપુમાં અને બીજા ટાપુમાંથી ત્રીજા ટાપુમાં, એમ અનેક Shree Suharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com