Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 3
________________ ત્યાર પછી રાધનપુરમાં એક શ્રાવકે ગુરુ-ગુણનો શ્લોક વ્યાખ્યાનપૂર્વે બોલવાનું જણાવ્યું : બધા સમુદાયવાળા બોલે છે, તો આપ કેમ નથી બોલતા ? એમની વાત અમને ગમી ગઇ. પછીથી પત્રિકા વગેરેમાં પ્રગટ થયેલો આ શ્લોક સમુદાયમાં પ્રાયઃ સર્વત્ર સ્વીકૃત બન્યો. પૂજ્ય અધ્યાત્મયોગી ગુરુદેવની હાજરીમાં બનેલો આ છેલ્લો શ્લોક છે. શ્લોકમાંના પાંચેય ગુરુ ભગવંતો કચ્છ-વાગડના લોકો માટે ભગવાન તુલ્ય છે. થોડો વિચાર કરવામાં આવે તો કેટલીક ખૂબીઓ પણ એમાંથી નીકળે. જેમ કે આપણે ત્યાં જ્ઞાનાચાર આદિ પાંચ આચાર પ્રસિદ્ધ છે. આ પાંચેય ગુરુ ભગવંતોમાં ક્રમશઃ એકેકની મુખ્યતા જણાશે. (૧) જ્ઞાનાચારનો સંબંધ પૂ. પદ્મવિજયજી સાથે જણાશે. એમણે કરેલા વિશિષ્ટ જ્ઞાનાભ્યાસથી જ શ્રીપૂજ્યનો માર્ગ છોડી સંવેગી પરંપરા અપનાવી. દર્શનાચારમાં ભક્તિ આવે. મનફરામાં રહેલા શાન્તિનાથ ભગવાનની ભક્તિથી જેમલની આંખોમાં નજર આવી અને આખરે તેઓ જીતવિજયજી બન્યા. ચારિત્રાચારમાં આચાર-પાલનની ચુસ્તતા આવે. પૂજય કનકસૂરિજી મ.ની આચાર-પાલનની ઉત્કૃષ્ટ વાતો પૂ. લબ્ધિસૂરિજીના મુખે સાંભળીને જ પૂ. કમળવિજયજીએ ગૃહસ્થપણામાં વાગડ સમુદાયમાં દીક્ષા લેવાનું નક્કી કરેલું ને તેના કારણે પૂ. કલાપૂર્ણસૂરિજી પણ અહીં આવ્યા. તપાચાર, પૂ. દેવેન્દ્રસૂરિજી મ.ને તપ ખૂબ જ પ્રિય હતો, તે કોણ નથી જાણતું ? વર્ધમાન તપની ૮૭ ઓળી કરેલી તથા લગભગ ૧૨ વર્ષની ઉંમરથી (પૂ. જીતવિજયજી મ.ના જીવનમાંથી પ્રેરણા પામીને) ચૌદસના ઉપવાસ કરવાનું શરૂ કર્યું. તે ઠેઠ જીવનના છેલ્લા દિવસ સુધી ટકાવ્યું. એક પણ ચૌદસ ઉપવાસ વગરની નથી ગઇ. કાળધર્મના દિવસે પણ ઉપવાસ ! (૫) વીર્યાચારના ૩૬ ભેદ છે, તે જ્ઞાનાદિ ચાર આચારોના ભેદોનો જ સરવાળો છે. અર્થાતુ વીર્ય-ઉત્સાહ-ઉલ્લાસ વિના બાકીના એકેય મંગલં પદ્મ-જીતાધાઃ + 4 આચારનું પાલન ન થઇ શકે. દરેક આચારમાં વીર્યાચાર છે ને વીર્યાચારમાં દરેક આચાર છે, એમ પણ કહી શકાય. ચારેય પૂજ્ય ગુરુભગવંતોના જ્ઞાનાદિ ગુણોનો સમાવેશ પૂજ્ય કલાપૂર્ણસૂરિજી મ.માં થયેલો છે, એવું કોઇ પણ સુજ્ઞ વ્યક્તિનિઃશંકપણે કહી શકશે. પૂજ્યશ્રીના જ્ઞાન-ભક્તિ-આચાર અને તપ પ્રત્યેનો પ્રેમ કોણ નથી જાણતું ? હજુ બીજી ખૂબી જોઇએ. પૂ. હરિભદ્રસૂરિજીએ પોડશક પ્રકરણમાં ધર્મસિદ્ધિનાં પાંચ લક્ષણો બતાવ્યાં છે. औदार्य दाक्षिण्यं, पापजुगुप्साऽथ निर्मलो बोधः । लिङ्गानि धर्मसिद्धेः, प्रायेण जन-प्रियत्वं च ॥ ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપ-જુગુપ્સા, નિર્મળ બોધ અને લોકપ્રિયતા - ધર્મસિદ્ધિનાં આ પાંચ લક્ષણો છે. (૧) ઉદારતા તો પૂ. પાવિજયજી મ.ની, જેમણે પોતાના શિષ્ય રત્ન વિજયજીને અન્ય સમુદાયમાં સોંપી દીધા. (તેમને જરૂર હતી માટે.) (૨) દાક્ષિણ્ય તો પૂ. જીતવિજયજી મ.નું, જેમણે વિ.સં. ૧૯૬૯, મુન્દ્રા ચાતુર્માસમાં સ્થાનકવાસી આઠ કોટિ મોટી પક્ષના આ. કર્મસિંહજીની વિનંતીથી તેમને નિર્ધામણા કરાવી. પાપ-જુગુપ્સા તો પૂ. કનકસૂરિજી મ.ની, જેમણે પોતાના પર ચપુથી હુમલો કરનાર વ્યક્તિને પણ માફી આપી દીધી, ક્રોધરૂપ પાપ પ્રત્યેની કેવી જુગુપ્સા ! (૪) નિર્મળ બોધ તો પૂ. દેવેન્દ્રસૂરિજી મ.નો, જેમને ૫૦-૬૦ વર્ષ પહેલાંનું ભણેલું પણ અક્ષરશઃ યાદ રહેતું. મૃત્યુના આગલા દિવસે પણ સ્વાધ્યાયમાં અત્યારે કેટલામી ગાથા ચાલે છે ? તે કહી આપવાની શક્તિ ! કેટલી નિર્મળ પ્રજ્ઞા ! (૫) લોકપ્રિયતા તો પૂ. કલાપૂર્ણસૂરિજી મ.ની, જ્યાં પગલા પડે ત્યાં લોકોના ટોળે-ટોળા દર્શનાર્થે ઉભરાય. સર્વ ગચ્છ અને સર્વ સંપ્રદાય-માન્ય અજાતશત્રુ વ્યક્તિત્વ ! કચ્છ વાગડના કર્ણધારો + 5.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 193