________________
ગુરુ
195
અન્ય વસ્તુઓની સમજે છે, અતઃ આમ-તેમ દોડતાં-ફરતાં બીજીબીજી ચીજોને સુંઘતાં-સૂંઘતાં થાકી જાય છે પરંતુ તેની ઇચ્છાની તૃપ્તિ થઈ શકતી નથી. તેવી જ દશા તારી છે. અતઃ બહારની તરફથી પોતાની વિચારધારાને હટાવીને પોતાની અંતરંગની તરફ સન્મુખ થા, અંતર્મુખ થવાથી જ તને શાંતિ પ્રાપ્ત થશે, તારી આકુળતા દૂર થશે અને તારી પરતંત્રતાનાં બંધન ઢીલાં થશે. તારી ભીતર અપાર અક્ષય નિધિ ભરેલી છે, તે પોતાની-જાતને દીન-હીન કેમ સમજી રહ્યો છે, એક વાર પોતાની તરફ જો તો ખરો.”
દીનબંધુ પતિતપાવન અને તરણતારણ પોતાના સદ્ગક્ની હિતવાણીને સાંભળીને જ્યારે આ જીવની મિથ્યા શ્રદ્ધામાં પરિવર્તન આવે છે, જ્યારે એના હૃદયમાં આત્મ-શ્રદ્ધા જાગૃત થાય છે, ત્યારે મિથ્યા શ્રદ્ધાનું જનક (ઉત્પાદક) મોહનીય કર્મ સ્વયં એ રીતે દૂર થઈ જાય છે જે રીતે વિશાળ ખુલ્લા મેદાનમાં સૂર્ય ઉદય થવાથી રાતનો અંધકાર લાપતા થઈ જાય છે, શોધવા પર પણ ત્યાં ક્યાંય દેખાતો નથી. મિથ્યા શ્રધ્ધાનો ગહન અંધકાર હટતાં જ આ જીવની ભીતર આત્મ-જ્યોતિ ઝગમગી ઊઠે છે, જેનાથી આત્માને પોતાની અનુભૂતિ (અનુભવો થવા લાગે છે. તે સ્વ-આત્મ અનુભૂતિથી જીવને મહાન અનુપમ આનંદ પ્રાપ્ત થાય છે, તે સંસારના કોઈ પણ ઈષ્ટ ભોગ ઉપભોગ પદાર્થના અનુભવથી મળતો નથી, તે નિજ-આત્માનો આનંદ ન તો કહી શકાય છે, ન કોઈ ઉદાહરણથી પ્રગટ કરી શકાય છે. જેવી રીતે મુંગો મનુષ્ય કોઈ વિષયના સુખનો સ્વયં અનુભવ તો કરે છે પરંતુ કોઈ અન્ય વ્યક્તિને બતાવી શકતો નથી, ઠીક એવી જ વાત આત્મ અનુભવની થઈ જાય છે. તે આત્મઅનુભવને જૈન દર્શનમાં “સમ્યગ્દર્શન' કહ્યું છે.
સમ્યગ્દર્શન થતાં જ જીવની વિચારધારા તથા કાર્ય પ્રણાલીમાં મહાન પરિવર્તન આવી જાય છે. તેને પછી પોતાના આત્મા સિવાય અન્ય કોઈ પદાર્થમાં રૂચિ રહેતી નથી. તે બાહ્ય પદાર્થોને સ્પર્શવા છતાં પણ તેમનામાં રત (લીન) થતો નથી, અછૂત જેવો રહે છે.