________________
223
દિવ્ય ધ્વનિ
દિવ્યધ્વનિ પણ એક પ્રકારનો હોવા છતાં શ્રોતાઓના ભેદથી અનેક રૂપ ધારણ કરી લે છે.૨૦
હરિવંશ પુરાણમાં પણ દિવ્યધ્વનિની સર્વભાષાઓમાં પરિણત થવાની શક્તિનો ઉલ્લેખ આ જ પ્રમાણેની ઉપમા દ્વારા આપવામાં આવ્યો છેઃ
જે પ્રમાણે આકાશમાંથી વરસેલું પાણી એકરૂપ હોય છે, પરંતુ પૃથ્વી પર પડતાં જ તે વિવિધ રૂપમાં દેખાવા લાગે છે, તે જ પ્રમાણે ભગવાનની તે દિવ્યવાણી યદ્યપિ એકરૂપ હતી તથાપિ બધા જીવ પોત-પોતાની ભાષામાં તેનો ભાવ પૂરી રીતે સમજતા હતા.
જૈન ધર્મના સ્વયંભૂ સ્તોત્ર ગ્રંથમાં પણ દિવ્યધ્વનિને સર્વભાષારૂપ (બધી ભાષાઓમાં પરિણત થવાની શક્તિ રાખનાર) બતાવતાં કહેવામાં આવ્યું છેઃ
સર્વ ભાષાઓમાં પરિણત થવાના સ્વભાવને લઈને તેમનું (ભગવાન મહાવીરના) શ્રી સંપન્ન વચનામૃત પ્રાણીઓને તે જ પ્રમાણે તૃપ્ત કરે છે જે પ્રમાણે અમૃત પાન કરવાથી જીવ તૃપ્ત થઈ જાય છે.22
કસાયપાહુઇમાં પણ દિવ્યધ્વનિને સર્વભાષામયી બતાવતાં એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કેવી રીતે એમાં અનંત પદાર્થોનું જ્ઞાન પ્રદાન કરવાની શક્તિ છે.23
સાધારણ મનુષ્યો માટે આ સમજી શકવું કઠિન છે કે એક જ નિરક્ષરી દિવ્યવાણી અથવા દિવ્યધ્વનિને અનેક ભાષા બોલનારા કેવી રીતે પોત-પોતાની ભાષામાં ગ્રહણ કરે છે. તીર્થકરોની દિવ્યધ્વનિનું પ્રગટ થવું એક ગૂઢ આધ્યાત્મિક અનુભવ છે. એની વિશેષતાઓને ઈન્દ્રિય, મન અને બુદ્ધિથી પ્રાપ્ત થનારા સાધારણ જ્ઞાનના સ્તર પર ઠીક-ઠીક સમજી શકવું ખરેખર જ બહુ કઠિન છે. છતાં પણ એક સર્વસાધારણ ઉદાહરણ દ્વારા નિરક્ષરી દિવ્યધ્વનિના એક હોવા છતાં પણ અનેક ભાષાઓના રૂપમાં પરિણત થવાની શક્તિની થોડી-ઘણી કલ્પના કરી શકાય છે.
વાઘ-યંત્રોના નિરક્ષરી ધ્વનિનું ઉદાહરણ લઈએ. તબલા, સિતાર, સારંગી વગેરે વાદ્યયંત્રોના વાદનને પ્રાયઃ આપણે બધાએ સાંભળ્યું છે. પરંતુ તાલ અને